શું ખુશી ખરીદી શકાય? જવાબ છે બિલકુલ, જાણો કઈ રીતે

આ ઘરથી થોડે દૂર રહેલો નજારો પણ કંઈક અદભુત તો હતો, પરંતુ આ ઘર જેવો નહીં. એક વિશાળ ખેતર માં રહેલ કુવાની પારી પર બેસીને એક ત્યાં ખેતી કરી રહેલો મજુર ખાવાનું ખાઈ રહ્યો હતો. વહેલી સવારથી કામ પર લાગી જનારા મજુર લોકો જ્યારે નાસ્તો કરી રહ્યા હોય ત્યારે પોતાનું બપોરનું ભોજન જ જમી રહ્યા હોય છે, તેનું ભોજન પણ કંઈક અલગ જ હતું. મસાલેદાર શાક બનાવ્યું હતું, શાક સાથે રોટલી, મસાલેદાર સંભારો અને સાથે સાથે અથાણું પણ ખાઈ રહ્યો હતો. મીઠાઈ તરીકે ભોજનમાં ગોળ પણ સામેલ હતો અને પીવા માટે સામે માટલાનું કુદરતી રીતે થયેલું અત્યંત ઠંડુ પાણી હાજર હતું. આ ભોજન કરતા કરતા સામે રહેલો નજારો, લીલુંછમ્મ ખેતર, શુદ્ધ હવામા લહેરાતા પાક અને ઠંડી હવાઓ તેમજ ચકલી, પક્ષીઓ વગેરેની મીઠી મધુર બોલી.

આરામથી આ માણસ પોતાનું જમવાનું જમી રહ્યો હતો, પૈસા ની વાત કરીએ તો ખેતીમાં કામ કરી રહેલો મજુર નો દૈનિક વેતન લગભગ 500 રૂપિયા જેટલું જ હતું. પરંતુ એનું જમવાનું એ પ્રકારનું હતું જે અબજોપતિ રૂપિયા ધરાવતો માલિક પણ નહોતો જમી શકતો.

આ બંને નજારા માં શું ફેર છે?

ત્યાં અબજોપતિ માલિક ની ઉંમર પણ લગભગ ૫૦ વર્ષની હશે અને અહીં મજુર ની ઉંમર પણ ૫૦ની આસપાસ હતી. નાસ્તો થયા પછી તે અબજોપતિના મહેલમાં પાણીની સાથે તેની દવાઓ પીરસવામાં આવી જેમાં ડાયાબિટીસની તેમજ બ્લડ-પ્રેશરની દવાઓ હતી.

અને અહીં ખેતરમાં મજૂરે જમી અને જાતે ઉભો થઈને માટલામાંથી ઠંડું પાણી પી અને થોડો આરામ કરવા આડો પડ્યો અને સાથે સાથે પાન ખાધું.

જ્યારે વાત ખુશીઓની આવે તો કોઈ ઊંચું કે નીચું નથી, એટલા માટે જ કહેવાય છે કે ખુશી ની શોધ ન કરવી. તમારી આજુબાજુમાં ઘણી ખુશી મળતી જ હશે. એને માત્ર મહેસૂસ કરવાની જરૂર છે. અને હા જણાવી દઈએ કે ખુશીનો અનુભવ કે તેનું ઉત્પાદન કરીએ તો તેના પર જીએસટી કોઈ જ દેવો પડતો નથી અને આ બિલકુલ મફત છે. બસ માત્ર પોતાને શોધવાની જ વાત છે.

error: Content is Protected!