આજે સૂર્ય ગ્રહણની સાથે શનિ જયંતિ પણ છે, ભૂલથી પણ આ કામ નહીં કરતા નહીં તો…

ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવની જયંતિ ગુરુવારે એટલે કે આજે ૧૦ જુનના રોજ મનાવવામાં આવશે. શનિ જયંતિના સાથે આજ દિવસે સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે. જણાવી દઈએ કે લગભગ બધા લોકો જાણતા હશે કે શનિદેવ કોઈપણ માણસને તેના કર્મો અનુસાર જ ફળ આપે છે.

શનિદેવ પોતાના ભોગ કાળ દરમ્યાન એવા લોકોને જ નુકસાન પહોંચાડે છે જેઓના ઘરમાં ખરાબ હોય છે. અને એટલા માટે જ સારા કર્મ કરનારાઓ પર હંમેશા શનિદેવની કૃપા બની રહે છે. અને આવા લોકોની બધી મનોકામનાઓ પણ પૂરી થતી હોય છે.

શનિ જયંતિના દિવસે કયા કામ ન કરવા જોઈએ કયા કામ ને ટાળવા જોઈએ એના વિશે આજે માહિતી આપવાના છીએ…

માન્યતા પ્રમાણે શનિ જયંતિના દિવસે ઘરમાં લોખંડની બનેલી વસ્તુઓ લઈને ન આવવું જોઈએ, સની ના વિશેષ કાળમાં લોખંડની વસ્તુઓ ખરીદવા થી શનીદેવ નારાજ થઈ શકે છે અને શનિદેવની ખરાબ નજર આપણને કંગાળ પણ કરી શકે છે.

શનિ જયંતિના દિવસે પૈસાની લેવડદેવડ થી બચવાની કોશિશ જરૂર કરવી જોઈએ, અને કોઈપણ વ્યક્તિ પાસેથી કરજના પૈસા આ દિવસે ઘરે ના લાવવું જોઇએ તેમજ બીજા કોઈની સંપત્તિ પર કબજો પણ ન કરવો જોઈએ.

શનિ જયંતિના દિવસે ક્રોધ ન કરવો જોઈએ તેમજ ખોટું બોલવાથી પણ બચવું જોઈએ.

એવી પણ માન્યતા ઓ છે કે આ દિવસે વાળ ન કપાવવા જોઈએ તેમજ શરીરમાં નખ પણ ન કાપવા જોઈએ કારણકે માન્યતા પ્રમાણે આવું કરવાથી સની આપણી આર્થિક પ્રગતિ માં અડચણ બની શકે છે.

આ દિવસે ઘરમાં તેલ પણ ન લાવવું જોઈએ તેમજ તેલની શરીર પર માલિશ પણ ન કરવી જોઈએ આ સિવાય શનિવારે શનિદેવને કાળા તલ વાળું તેલ ચઢાવવાથી લાભ થાય છે.

ઘણા લોકો જાણતા હશો કે શનિદેવને ગરીબો ના રક્ષક પણ કહેવામાં આવે છે એટલે કે ગરીબો તેમજ અસહ્ય લોકોને મુશ્કેલીમાં નાખનારા તેઓને પરેશાન કરવા વાળા કે તેઓનું અપમાન કરવા વાળા લોકો શનિદેવની નજરમાં દંડને પાત્ર બની જાય છે એટલા માટે આ કામ કરવાથી હંમેશા બચવું જોઈએ.

error: Content is Protected!