સસરાએ જમવાનું માંગ્યું તો વહુએ કહ્યું આ જમવાનું નહીં મળે આ કંઈ હોટલ નથી, થોડા દિવસ પછી પતિએ એવું કર્યું કે પત્ની…

પણ નથી તો આ વહુ માં માન સન્માન રાખવાની રીત કે પ્રેમ થી વાત કરવા ની આવડત, કામવાળા બહેને બાપુજી ને દૂધ પીવડાવી ને વાસણ સાફ કરી ને ગોઠવી દીધા.

કામવાળી બાઈ મન માં ને મન માં વિચારી રહી હતી કે મારા ઘરે મારા સાસુ સસરા નથી. પણ જો હોત ને તો હું બંને ને સમયસર જોઈતી વસ્તુ તો આપી શકી હોત અને જમવામાં તો હું કોઈ દિવસ મોડું ના કરું ભલે એક બે ઘર નું કામ ઓછું થાય અને આ શેઠાણી ને તો તેના સસરા ની કંઈ પડી જ નથી સાંજ પડે એટલે તેની સહેલી જોડે આખા શહેર માં ભટકવા ચાલી જાય, કીટી પાર્ટી કરે અને મન પડે ત્યારે ઘરે આવે અને પૈસા તો મફત આવતા હોઈ એમ ઉડાડ્યા કરે આવી શેઠાણી શું તેના સસરા ને સાચવવાની હતી.

આ ઘટના પછી ના દિવસ થી કામવાળી બાઈ રોજ બાપુજી ને જે ખાવું હોય તે બનાવી દે, આમ ને આમ બાપુજી ને તબિયત માં પણ સુધારો થવા માંડ્યો અને વહુ ના મેણા ટોણા પણ સાંભળવાના બંધ થઇ ગયા. એક દિવસ કોઈ કામ સર દુકાને થી શેઠ ને ઘરે આવવાનું થયું. ઓચિંતા આવેલા શેઠ ની નજર ઘર માં ચાલતી બધી વાતો પાર પડી. અને જોયું કે તેની પત્ની તો બાપુજી ની કઈ સાર સંભાળ રાખતી નથી અને બધું કામ કરવાવાળી બાઈ સાથે સાથે બાપુજી નું પણ આટલું બધું ધ્યાન રાખે છે

ત્યારે કામવાળી બાઈ ને ઘર નું બધું કામ બંધ કરાવી ને ફક્ત બાપુજી ની સારસંભાળ નું કરી નાખ્યું અને પોતાની પત્ની ને કહ્યું કે ઘર નું બધું કામ હવેથી જાતે કરવાનું છે બાઈ ખાલી બાપુજીનું કામ જ કરશે તમે જેના પુત્રવધુ છો તે તમારા પિતા તુલ્ય સસરા નું જરા પણ ધ્યાન ના રાખી શકો તો શું કામનું?

આમ કહી ને ખિજાઈ ને શેઠ ઘર માંથી બહાર ચાલ્યા જાય છે. અને સાંજે આવે છે, પરંતુ સાંજે ઘરનું વાતાવરણ અલગ હતું કારણ કે ત્યારે કામવાળા બહેન ઘર નું કામ કરી રહ્યા હતા અને તેની વહુ સસરા ની સેવા માં હતા, આમ બધા પોતાની જવાબદારી જે ચુકી ગયા હતા. તે ફરી થી સંભાળી લીધી. અને ઘર માં બધા ને આનંદ આનંદ થઇ ગયો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel