સસરાએ જમવાનું માંગ્યું તો વહુએ કહ્યું આ જમવાનું નહીં મળે આ કંઈ હોટલ નથી, થોડા દિવસ પછી પતિએ એવું કર્યું કે પત્ની...

બપોર ના ત્રણ વાગવા આવ્યા છે, ઘર ની વહુ બધું કામકાજ પતાવી ને ટેલિવિઝન જોવા બેઠી છે. અને સાથે સાથે ફળ ખાઈ રહી છે.

તેવા માં તેના સસરા આવે છે અને કહે છે કે વહુ મને હવે બહુ જ ભૂખ લાગી છે મને થોડા દાળભાત આપો ઉમર ના હિસાબે સસરા ની તબિયત પણ નરમ ગરમ રહેતી અને શારીરિક નબળાઈ પણ વધારે રહેતી હતી.

વહુ ની પાસે જમવાનું માંગતા જ વહુ એ રાડો પાડી કે “હજુ 11 વાગ્યે તો ચા નાસ્તો આપ્યો હતો, એટલી વારમાં પાછું બીજું ખાવા જોઈએ છે. નવરા બેઠા કઈ કામ જ નથી જયારે હોઈ ત્યારે ખાઉં ખાઉં જ થતા હોય છે.”

વહુએ ફળ ખાતા ખાતા સસરાને જવાબ આપી દીધો. વહુ એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું બધાએ બપોરે જમી લીધું છે અને હવે જમવાનું કંઈ વધ્યું પણ નથી.

વહુ નો જવાબ સાંભળી ને સસરાને નવાઈ ન લાગી કારણકે તેઓ વહુના આવા વર્તનથી ટેવાયેલા હતા, તેમ છતાં ભૂખ લાગે એટલે તેઓથી કહેવાય જતું. તેઓ પોતાના રૂમમાં ધીરે ધીરે ચાલતા જઈ રહ્યા હતા કે ફરી વહુનો અવાજ સંભળાયો તે બોલી રહી હતી કે આ કંઈ હોટેલ થોડી છે કે ગમે ત્યારે જમવાનું બને આમ બોલબોલ કરતા તે પોતાના રૂમ માં ચાલી ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ બધું ઘર ની કામવાળી બહેન કામ કરતા કરતા સાંભળી રહી હતી. વહુ રૂમ માં ગઈ એટલે કામવાળી બહેને ફ્રીજ માંથી કાજુ બદામ કાઢી ને પીસી ને દૂધ ગરમ કરીને અંદર ડ્રાયફ્રુટ નાખી ને બાપુજી ને આપવા ગઈ.

રૂમમાં જોયું તો બાપુજી રૂમ માં બેઠા બેઠા રોઈ રહ્યા હતા કે આ ઘર માં કોઈ જાત ની કંઈ ખામી નથી. મેં જીવન ભર કામ કરી ને ઘર બનાવ્યું અને દીકરાને ધંધો કરવા માટે મારી બચત ના બધા રૂપિયા આપી દીધા. ઘર પણ ભર્યું ભર્યું છે. ગાડી બંગલા બધું છે.

પણ નથી તો આ વહુ માં માન સન્માન રાખવાની રીત કે પ્રેમ થી વાત કરવા ની આવડત, કામવાળા બહેને બાપુજી ને દૂધ પીવડાવી ને વાસણ સાફ કરી ને ગોઠવી દીધા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

કામવાળી બાઈ મન માં ને મન માં વિચારી રહી હતી કે મારા ઘરે મારા સાસુ સસરા નથી. પણ જો હોત ને તો હું બંને ને સમયસર જોઈતી વસ્તુ તો આપી શકી હોત અને જમવામાં તો હું કોઈ દિવસ મોડું ના કરું ભલે એક બે ઘર નું કામ ઓછું થાય અને આ શેઠાણી ને તો તેના સસરા ની કંઈ પડી જ નથી સાંજ પડે એટલે તેની સહેલી જોડે આખા શહેર માં ભટકવા ચાલી જાય, કીટી પાર્ટી કરે અને મન પડે ત્યારે ઘરે આવે અને પૈસા તો મફત આવતા હોઈ એમ ઉડાડ્યા કરે આવી શેઠાણી શું તેના સસરા ને સાચવવાની હતી.

આ ઘટના પછી ના દિવસ થી કામવાળી બાઈ રોજ બાપુજી ને જે ખાવું હોય તે બનાવી દે, આમ ને આમ બાપુજી ને તબિયત માં પણ સુધારો થવા માંડ્યો અને વહુ ના મેણા ટોણા પણ સાંભળવાના બંધ થઇ ગયા. એક દિવસ કોઈ કામ સર દુકાને થી શેઠ ને ઘરે આવવાનું થયું. ઓચિંતા આવેલા શેઠ ની નજર ઘર માં ચાલતી બધી વાતો પાર પડી. અને જોયું કે તેની પત્ની તો બાપુજી ની કઈ સાર સંભાળ રાખતી નથી અને બધું કામ કરવાવાળી બાઈ સાથે સાથે બાપુજી નું પણ આટલું બધું ધ્યાન રાખે છે

ત્યારે કામવાળી બાઈ ને ઘર નું બધું કામ બંધ કરાવી ને ફક્ત બાપુજી ની સારસંભાળ નું કરી નાખ્યું અને પોતાની પત્ની ને કહ્યું કે ઘર નું બધું કામ હવેથી જાતે કરવાનું છે બાઈ ખાલી બાપુજીનું કામ જ કરશે તમે જેના પુત્રવધુ છો તે તમારા પિતા તુલ્ય સસરા નું જરા પણ ધ્યાન ના રાખી શકો તો શું કામનું?

આમ કહી ને ખિજાઈ ને શેઠ ઘર માંથી બહાર ચાલ્યા જાય છે. અને સાંજે આવે છે, પરંતુ સાંજે ઘરનું વાતાવરણ અલગ હતું કારણ કે ત્યારે કામવાળા બહેન ઘર નું કામ કરી રહ્યા હતા અને તેની વહુ સસરા ની સેવા માં હતા, આમ બધા પોતાની જવાબદારી જે ચુકી ગયા હતા. તે ફરી થી સંભાળી લીધી. અને ઘર માં બધા ને આનંદ આનંદ થઇ ગયો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team