સારા હોય કે ખરાબ કર્મનું ફળ અવશ્ય મળે છે, વાંચો આ સ્ટોરી એટલે સમજાઈ જશે…

એક વખત ભગવાન મહાદેવજી અને પાર્વતીજી પૃથ્વી પર ભ્રમણ કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તા માં એક તળાવ માં કેટલાક છોકરાઓ સ્નાન કરી રહ્યા હતા પરંતુ ત્યાં નજીક જ એક છોકરો ઉદાસ થઇ ને બેઠો હતો અને બધા છોકરાઓ તળાવ માં મસ્તી કરતા કરતા સ્નાન કરી રહ્યા હતા તે જોઈ રહ્યો હતો.

ત્યારે પાર્વતીજીએ છોકરા ની પરિસ્થિતિ જોઈ રહ્યા હતા અને મહાદેવજી ને પૂછ્યું કે આ છોકરો કેમ આટલો ઉદાસ થઇ ને બેઠો છે ત્યારે મહાદેવજી એ કહ્યું કે તમે નજીક જઈ ને જુવો એટલે પાર્વતીજી એ નજીક જઈ ને જોયું તો તે છોકરા ના બંને હાથ નહોતા અને તે કારણ થી તે તળાવ માં તરી શકે નહિ.

તે કારણ થી તે છોકરો ઉદાસ થઈને બેઠો હતો જે જાણીને પાર્વતીજી ને પણ બહુ દુઃખ થયું તેથી તેને મહાદેવજીને કહ્યું કે તમે ગમે તે કરો પણ આ છોકરા ને બે હાથ આપી દયો મારા થી તેનું દુઃખ અને પીડા જોવાતી નથી જેનો જવાબ આપતા મહાદેવજી એ કહ્યું.

કે આપણે કોઈ ના પ્રારબ્ધ માં કોઈ જાત નો ફેરફાર કરાય નહિ કારણ કે દરેક આત્મા પોતાના કરેલા કર્મ ના ફળ થી પોતાનું પ્રારબ્ધ બનાવે છે

પાર્વતીજી ના અનેક વાર ની વિનંતી ના કારણે મહાદેવજી ને નમતું જોખવું પડ્યું અને મહાદેવજી ને તે છોકરાને બે હાથ આપવા પડ્યા અને થોડી વાર માં તે છોકરો પણ અન્ય છોકરાઓ ની સાથે તળાવ માં તરવા લાગ્યો આ જોઈ ને પાર્વતીજી ખુશ થઈ ગયા.

લગભગ એકાદ મહિના પછી મહાદેવજી અને પાર્વતીજી ફરી પાછા પૃથ્વી પર આવ્યા અને તે જગ્યા એ થી પસાર થયા ત્યારે પાર્વતીજીએ જોયું કે બધા છોકરાઓ તળાવ ના કિનારા પર બેઠા છે અને જે છોકરાને હાથ આપ્યા હતા તે એક જ છોકરો તળાવ માં તરી રહ્યો છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel