સપનામાં દેખાયું કે વૃક્ષ નીચે સોનાનો ખજાનો છે, ત્યાં જઈને જોયું તો સાચે સોનુ મળ્યું, પરંતુ સોનુ મળ્યાના બીજા જ દિવસે એવું થયું કે...

શ્રીમદ ભગવદ ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ એ પીપળા ના વૃક્ષ ને પોતાનું સ્વરૂપ કહ્યું છે. તેમજ અન્ય ગ્રંથો માં તેમજ લોકકથાઓ મુજબ પીપળા ના વૃક્ષ માં દેવતાઓ નો વાસ હોય છે. પીપળો જગત માં પ્રાણવાયુ દેનાર વૃક્ષ છે. અને એને કાપવું જોઈએ નહિ. પીપળા નું વૃક્ષ કાપવાથી દુઃખદ પરિણામ આવે છે, આવી જ એક પીપળા ની ચમત્કારી વાત આજે આપણે કરીશું. છેલ્લે સુધી વાંચજો…

એક ખેતર માં ખેડૂત ને મકાન બનાવવું હતું, પરંતુ જે જગ્યાએ મકાન બનાવવું હતું, તે જગ્યા એ એક પીપળાનું વૃક્ષ હતું. જેથી એક કઠિયારા ને બોલાવી ને વૃક્ષ દેખાડ્યું. એ કઠિયારો તેના મિત્ર કઠિયારાને લઇ ને આવ્યો અને બંને કઠિયારાએ ભાગીદારીમાં વૃક્ષ ખરીદી લીધું. અને બે દિવસ પછી કાપી આપશે એવો વાયદો કર્યો.

પીપળો કાપવાની આગલી રાત્રે એ બીજા કઠિયારા ને એ જ વૃક્ષ સપનામાં આવ્યું અને કહેવા લાગ્યું કે તું મને કાપતો નહિ, તારા ઘર નો સભ્ય સમજી ને મને છોડી દે અને તે મને કાપવાના અને લાકડા લઇ જવા ના જે રૂપિયા ખેડૂત ને આપ્યા છે એ બધા રૂપિયા અને તે ઉપરાંત તારો જે પણ કંઈ થાય તે તને મળી જશે, મારા વૃક્ષના મૂળિયાંમાં પૂર્વ દિશા માં સોનાનો ખજાનો પડ્યો છે. એ તું લઈ લે એટલે તારી મૂડી અને નફો તો મળશે જ પણ એનાથી અનેક ગણો ફાયદો પણ તને થશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પણ તું મને કાપતો નહિ મને જીવતદાન આપી દેજે, અને કઠિયારો તો નીંદર માંથી સફાળો જાગી ગયો. અને એકદમ આશ્ચર્ય માં પડી ગયો. કારણ કે એને જીવન માં કોઈ દિવસ આવું સપનું જોયું નહોતું કે સાંભળ્યું પણ નહોતું. અને સપના ને ખોટું માનવા લાગ્યો કે પીપળા માં પણ જીવ હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પીપળાના વૃક્ષને પણ સુખ દુઃખ નો અનુભવ થાય છે. થોડીવાર વિચાર્યા પછી તેને એમ થયું કે ચાલો જોઈ તો આવું કે વૃક્ષ ના મૂળમાં સોનુ છે કે નહિ? મળશે તો લઇ ને આવી જઈશું. અને નહિ મળે તો પાછા આવી જઈશું, આવું વિચારી ને પોતાની કુહાડી લઇ ને નીકળી પડ્યો.

છાનો માનો પીપળા ના વૃક્ષ પાસે પહોંચી ગયો અને પીપળા એ સપના માં બતાવેલ જગ્યા એ ખોદી ને જોયું તો એનું સપનું બિલકુલ સાચું પડ્યું. તેને સોનાનો ખજાનો મળ્યો, હવે તે એકદમ ખુશ થઇ ગયો. અને ઘરે આવવા નીકળ્યો. અને રસ્તા માં વિચાર તો હતો કે વૃક્ષ પણ માં પણ જીવ હોય છે, અને એ આપણી જેમ જ સુખ દુઃખ નો અનુભવ કરી શકે છે.

ઘરે આવી ને તેની પત્ની ને બધી વાત કરી અને સોના નો ખજાનો બતાવ્યો. ત્યારે તેને વિચાર આવ્યો કે પહેલા કઠિયારા ને હું આ વાત કરીશ તો મારે તેને અડધો ભાગ દેવો પડશે કારણ કે બંને એ વૃક્ષ ભાગીદારીમાં વેચાતું રાખ્યું હતું. અને ભાગ ના આપવો પડે તે માટે તેને આ વાત તેના ભાગીદાર થી છુપાવી ને રાખી હતી.

હવે સોનાનો ખજાનો મળ્યા ના બીજા દિવસે સવારે એ વૃક્ષ કાપવાનો વાયદો કરેલ હતો. પહેલો કઠિયારો એના ઘરે આવ્યો અને વૃક્ષ કાપવા માટે બોલાવ્યો હવે બીજો કઠિયારો માણસાઈ નેવે મૂકી ને સાથે ચાલતો થયો.

જે વૃક્ષે તેની પાસે જીવનની ભીખ માંગી અને સોના નો ખજાનો આપ્યો તે તેને જ કાપવા માટે ચાલ્યો ગયો તેને જરા પણ દયા આવી નહિ, તેની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ કારણ કે એનો ખરાબ સમય આવવાનો હતો.

બંને કઠિયારા વૃક્ષ પાસે પહોંચ્યા અને જેવી વૃક્ષ ઉપર કુહાડી ચલાવી ને તુરંત વૃક્ષ માંથી લોહીના ફુવારા છૂટવા લાગ્યા. એ બંને કઠિયારા સહિત ત્યાં ઊભેલા બધા માણસો ઉપર લોહીના ડાઘા પડી ગયા. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણકે અત્યાર સુધી આવું કોઇએ નહોતું જોયું.

બધા લોકો આ રહસ્યમયી ઘટના ને થતી જોઈને ગભરાઈ ગયા, બીજા કઠિયારાને આ બધી વાતની ખબર હતી પરંતુ તેને તો જાણે માનવતા મૂકી દીધી હતી. અને કોઈને પણ સત્ય હકીકત જણાવવા નહોતો માંગતો, જે થવાનું છે તેને કોઈ કાળી નથી શકતું તેમ વૃક્ષ માંથી લોહી નીકળું તો પણ કાપવાનું શરુ કરી દીધું.

બીજા કઠિયારા ને એક નો એક દીકરો હતો. જે બિલકુલ તંદુરસ્ત હતો પણ અહીંયા જેમ જેમ વૃક્ષ કપાતું ગયું તેમ તેમ તેનો દીકરો ઘરે તરફડીયા મારવા મંડ્યો અને વૃક્ષ કાપવાનું પૂરું થતા ની સાથે જ તેના પણ પ્રાણ પંખેરું ઉડી ગયા. આ પીપળાના વૃક્ષ સાથે કરેલી દગાબાજી નું ફળ હતું.

આખા ગામ માં હાહાકાર મચી ગયો કે આ કઠિયારાના દીકરાને કોઇ પ્રકારની બીમારી ન હોતી તેમ છતાં અચાનક શું થઇ ગયું? આખું ગામ તે કઠિયારાના ઘર પાસે ભેગું થઈ ગયું અને લોકો વચ્ચે વાતો થવા લાગી કે ગઈ કાલ સુધી તો છોકરો એકદમ તંદુરસ્ત હતો અચાનક શું થયું હશે.

બધા લોકો ભલે અજાણ હતા પરંતુ કઠિયારા ની પત્ની ને આ વાતની ખબર હતી કે તેના પતિને સોનાનો ખજાનો આપ્યો હોવા છતાં પીપળાનું વૃક્ષ કાપ્યું તેનું જ આ પરિણામ છે. ધીમે ધીમે આ વાત પ્રસરવા લાગી કોઈએ કઠિયારા પાસે જઈને તેને પણ વાત કરી કે તેનો દીકરો હવે આ દુનિયામાં નથી.

તરત જ તે કઠિયારો દોડતો દોડતો ઘરે આવ્યો, તેની પત્ની તેને જોઈને જોર જોરથી રાડો પાડવા લાગી અને તેના પતિ પાસે જઈને રડતા રડતા બોલવા લાગી કે મારા પતિ જ મારા દીકરાની મોત માટે જવાબદાર છે. જો મારા પતિએ પીપળાના વૃક્ષ ને દગો ન આપ્યો હોત તો આજે મારા દીકરા ને કંઈ જ ન થયું હોત. પીપળાના વૃક્ષ એ સપનામાં આવીને મારા પતિને તેને આપવાની ના પાડી હતી અને બદલામાં અનેક ગણું સોનું પણ આપ્યું હતું તેમ છતાં તેનો જીવ લઇ લીધો, પીપળા માંથી લોહી નીકળ્યું હોવા છતાં પણ તેનો પતિ સમજ્યો નહીં અને વૃક્ષ કાપતો ગયો. હકીકતમાં તેના પતિએ વૃક્ષ નથી કાપ્યું પરંતુ તેના પોતાના જ દિકરાનો જીવ લઈ લીધો છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

હિન્દૂ શાસ્ત્રોમાં કરવામાં આવેલી વાતો ગપગોળા નથી, હિન્દૂ શાસ્ત્રોમાં જેમ લીલા વૃક્ષો ને જીવંત બતાવવામાં આવે છે બતાવે છે તે એકદમ સાચું છે. અને તેમાં પણ પીપળો તો સાક્ષાત દેવતા છે. જેનું પૂજન કરવાથી મોટામોટા કાર્યો સફળ થાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરશો, તેમજ ધાર્મિક વિષય પર આવી બીજી સ્ટોરીઓ વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂક જણાવજો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team