સપનામાં દેખાયું કે વૃક્ષ નીચે સોનાનો ખજાનો છે, ત્યાં જઈને જોયું તો સાચે સોનુ મળ્યું, પરંતુ સોનુ મળ્યાના બીજા જ દિવસે એવું થયું કે…

બંને કઠિયારા વૃક્ષ પાસે પહોંચ્યા અને જેવી વૃક્ષ ઉપર કુહાડી ચલાવી ને તુરંત વૃક્ષ માંથી લોહીના ફુવારા છૂટવા લાગ્યા. એ બંને કઠિયારા સહિત ત્યાં ઊભેલા બધા માણસો ઉપર લોહીના ડાઘા પડી ગયા. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણકે અત્યાર સુધી આવું કોઇએ નહોતું જોયું.

બધા લોકો આ રહસ્યમયી ઘટના ને થતી જોઈને ગભરાઈ ગયા, બીજા કઠિયારાને આ બધી વાતની ખબર હતી પરંતુ તેને તો જાણે માનવતા મૂકી દીધી હતી. અને કોઈને પણ સત્ય હકીકત જણાવવા નહોતો માંગતો, જે થવાનું છે તેને કોઈ કાળી નથી શકતું તેમ વૃક્ષ માંથી લોહી નીકળું તો પણ કાપવાનું શરુ કરી દીધું.

બીજા કઠિયારા ને એક નો એક દીકરો હતો. જે બિલકુલ તંદુરસ્ત હતો પણ અહીંયા જેમ જેમ વૃક્ષ કપાતું ગયું તેમ તેમ તેનો દીકરો ઘરે તરફડીયા મારવા મંડ્યો અને વૃક્ષ કાપવાનું પૂરું થતા ની સાથે જ તેના પણ પ્રાણ પંખેરું ઉડી ગયા. આ પીપળાના વૃક્ષ સાથે કરેલી દગાબાજી નું ફળ હતું.

આખા ગામ માં હાહાકાર મચી ગયો કે આ કઠિયારાના દીકરાને કોઇ પ્રકારની બીમારી ન હોતી તેમ છતાં અચાનક શું થઇ ગયું? આખું ગામ તે કઠિયારાના ઘર પાસે ભેગું થઈ ગયું અને લોકો વચ્ચે વાતો થવા લાગી કે ગઈ કાલ સુધી તો છોકરો એકદમ તંદુરસ્ત હતો અચાનક શું થયું હશે.

બધા લોકો ભલે અજાણ હતા પરંતુ કઠિયારા ની પત્ની ને આ વાતની ખબર હતી કે તેના પતિને સોનાનો ખજાનો આપ્યો હોવા છતાં પીપળાનું વૃક્ષ કાપ્યું તેનું જ આ પરિણામ છે. ધીમે ધીમે આ વાત પ્રસરવા લાગી કોઈએ કઠિયારા પાસે જઈને તેને પણ વાત કરી કે તેનો દીકરો હવે આ દુનિયામાં નથી.

તરત જ તે કઠિયારો દોડતો દોડતો ઘરે આવ્યો, તેની પત્ની તેને જોઈને જોર જોરથી રાડો પાડવા લાગી અને તેના પતિ પાસે જઈને રડતા રડતા બોલવા લાગી કે મારા પતિ જ મારા દીકરાની મોત માટે જવાબદાર છે. જો મારા પતિએ પીપળાના વૃક્ષ ને દગો ન આપ્યો હોત તો આજે મારા દીકરા ને કંઈ જ ન થયું હોત. પીપળાના વૃક્ષ એ સપનામાં આવીને મારા પતિને તેને આપવાની ના પાડી હતી અને બદલામાં અનેક ગણું સોનું પણ આપ્યું હતું તેમ છતાં તેનો જીવ લઇ લીધો, પીપળા માંથી લોહી નીકળ્યું હોવા છતાં પણ તેનો પતિ સમજ્યો નહીં અને વૃક્ષ કાપતો ગયો. હકીકતમાં તેના પતિએ વૃક્ષ નથી કાપ્યું પરંતુ તેના પોતાના જ દિકરાનો જીવ લઈ લીધો છે.

હિન્દૂ શાસ્ત્રોમાં કરવામાં આવેલી વાતો ગપગોળા નથી, હિન્દૂ શાસ્ત્રોમાં જેમ લીલા વૃક્ષો ને જીવંત બતાવવામાં આવે છે બતાવે છે તે એકદમ સાચું છે. અને તેમાં પણ પીપળો તો સાક્ષાત દેવતા છે. જેનું પૂજન કરવાથી મોટામોટા કાર્યો સફળ થાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરશો, તેમજ ધાર્મિક વિષય પર આવી બીજી સ્ટોરીઓ વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂક જણાવજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel