રોટલી 4 પ્રકારની હોય, માતાની, પત્નીની, પુત્ર વધુની અને ચોથી…

કાંતિભાઈ ના પત્ની ના અવસાન પછી સવાર સાંજ બગીચા માં બનાવેલા મિત્રો સાથે લટાર મારવી અને ગપ્પા મારવા અને ખુશ રહેવાની કોશિશ કરતા અને નજીક માં આવેલ મંદિર માં બેસી અને ભગવાન નું ભજન કરતા કાંતિભાઈ ના પુત્ર કામ ધંધા ની જવાબદારી ઉપાડી લીધી હતી.

અને બહુ સારી રીતે ચાલતું હતું તેથી હવે તેમાં માથું મારતા નહિ ઘર માં પણ બધા સભ્યો તેને પૂરતું માનપાન આપતા તેની પુત્રવધૂ પણ તેની સારી રીતે સંભાળ રાખતી હતી તેથી તેને ઘરમાં પણ કોઈ જાતની તકલીફ નહોતી

આજે બગીચામાં બધા મિત્રો ભેગા તો થયા છે પરંતુ ચૂપચાપ બેઠા હતા અને વાતાવરણ એકદમ ગંભીર થઇ ગયું હતું કારણ કે એક મિત્ર ને તેના ઘરના સભ્યો વૃદ્ધાશ્રમ માં મોકલવાની વાત નક્કી કરી રહ્યા હતા તેથી બગીચા માં રહેલા બધા મિત્રો આજે દુઃખી હતા ત્યારે કાંતિભાઈ એ બધાની વચ્ચે વાત કરી કે.

તમે બધા મને કાયમ પૂછતા હતા ને કે હું ભગવાન પાસે થી ત્રણ રોટલી જ કેમ માંગુ છું ચોથી રોટલી કેમ નથી માંગતો ?આજે તમને બધા ને એ વાતનો ઉત્તર આપું છું બધા એકદમ ધ્યાન થી સાંભળજો અને જીવન માં ઉતારશો ત્યારે એક મિત્ર એ વાત કાપતા કહ્યું કે તમારી વહુ તમને ત્રણ રોટલી જ આપે છે.

એટલે કાંતિભાઈ એ કહ્યું કે વહુ તો સારી રીતે સાચવે છે અને ત્રણ એ રોટલી ની સંખ્યા નથી પણ પ્રકાર છે પણ હવે સાંભળો રોટલી ચાર પ્રકાર ની હોય છે,

પહેલી સૌથી સ્વાદિષ્ટ રોટલી માં ની મમતા અને વાત્સલ્ય થી ભરેલી જેનાથી પૅટ તો ભરાઈ જાય છે પણ મન કોઈ દિવસ ભરાતું નથી

બીજી રોટલી પત્ની ની હોય છે જેમાં પોતાપણું અને સમર્પણ નો ભાવ હોય છે જેમાં પેટ અને મન બંને ભરાઈ જાય છે

ત્રીજી રોટલી પુત્ર વધુ ના હાથ ની હોય છે જેમાં ફક્ત કર્તવ્ય નો ભાવ હોય છે જેમાં સ્વાદ પણ આવે છે અને પેટ પણ ભરાઈ જાય છે અને વૃદ્ધાશ્રમ ની હેરાનગતિ થી પણ બચાવે છે

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel