રાજાએ પૂછ્યું ભગવાનને ચડાવેલા હાર ઉપર રહેલો સફેદ વાળ કોનો છે? પૂજારીએ કહ્યું આ સફેદ વાળ ભગવાનનો છે, આ વાળ પૂજારીનો જ છે એમ વિચારી રાજાએ ભગવાનનો મુંગટ કાઢ્યો તો નીચેથી…

એક રાજાએ ભગવાન શ્રી કૃષ્ણ નું એકદમ ભવ્ય મંદિર બનાવ્યું અને તે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નો ખુબ જ મોટો ઉત્સવ રાખ્યો. આજુ બાજુ ના પંથક ના બધા ગામ ને સહ પરિવાર બધા લોકોને આવવાનું અને આ પ્રસંગ નો લ્હાવો લેવા નું આમંત્રણ આપવામાં આવ્યું. અને ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવ્યો અને હજારો માણસો ને ભોજન પ્રસાદ નો લ્હાવો લીધો.

ત્યાર પછી આ મંદિરે રાજા નિયમિત પણે સવારે અને સાંજે દર્શન કરવા આવતા અને ભગવાન ને ભેટ માં ફૂલ નો હાર તેમજ મીઠાઈ પધરાવતા અને પૂજારી બધું ભગવાન ને અર્પણ કરી ને મીઠાઈ દર્શન કરવા આવતા ભક્તોને આપતા અને જે ફૂલ નો હાર છે તે ભગવાનને ચડાવી દેતા. અને સાંજે જ્યારે રાજા દર્શન કરવા આવે ત્યારે તે હાર ભગવાન ઉપર થી ઉતારી ને રાજા ને પ્રસાદી રૂપે પહેરાવતા.

આ નિત્યક્રમ ઘણા વર્ષો સુધી ચાલતો રહ્યો. એક દિવસ સાંજે રાજા દર્શન કરવા આવી શકે તેમ ન હોવાથી સવારે જ પૂજારી ને જાણ કરી દેવામાં આવી હતી કે સાંજે રાજા દર્શન કરવા માટે નહીં આવે એટલા માટે રાજા ની રાહ જોવી નહીં. એ દિવસે પૂજારી એ શ્રી કૃષ્ણ ભગવાન ને ધરાવેલ હાર સાંજે ઉતારી ને પોતે પહેરી લીધો. એવું વિચારી ને આટલા વર્ષો થી મંદિર માં ભગવાન ની સેવા કરું છું, પણ આ સૌભાગ્ય મને કોઈ દિવસ પ્રાપ્ત નથી થયું.

અને આજે રાજા મંદિરે આવવાના નથી તો આજે હું પહેરી લઉં, હવે મારા જીવન નો પણ કઈ ભરોષો નથી. તો એક દિવસ હું પણ લાભ લઇ શકું, એટલા માં રાજા નો સેવક આવ્યો અને પૂજારી ને કહ્યું કે રાજા થોડીવારમાં જ ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે જેથી મંદિર ખુલ્લુ રાખવાનો આદેશ પૂજારીને આપવામાં આવ્યો.

આ સાંભળીને પૂજારી થોડા ગભરાઈ ગયા અને ઉતાવળે મંદિર ની અંદર ગયા અને પોતે પહેરેલો ફૂલ નો હાર કાઢી ને પાછો ભગવાન ને પહેરાવી દીધો. પૂજારી તો ડર ના માર્યા ધ્રુજવા લાગ્યા કે એક તો મેં પહેરેલો હાર પાછો ભગવાન ને પહેરાવ્યો છે અને હવે એ હાર રાજા ને પહેરાવીશ.

પરંતુ જો આ વાત ની રાજા ને ખબર પડી જશે તો મારું શું થશે? મને ફાંસી એ ચડાવી દેશે? કે પછી શું થશે? આવા વિચારો પૂજારીને આવી રહ્યા હતા એવામાં રાજા ત્યાં દર્શન કરવા આવી પહોંચ્યા. અને નિયમ મુજબ દર્શન કર્યા અને પછી ભગવાન ની પ્રસાદી નો હાર પૂજારી એ રાજા ને પહેરાવ્યો.

ત્યારે ફૂલ ના હાર માં એક સફેદ વાળ વીંટાઈ ગયેલો જોઈને રાજા તો બધું સમજી ગયા કે મારે અત્યારે દર્શન કરવા આવવાનું નહોતું. જેથી પૂજારી એ ફૂલ નો હાર ભગવાન ઉપર થી ઉતારી ને પોતે પહેરી લીધો છે અને પછી મારા પાસે આ ફુલ નો હાર આવ્યો છે. છતાં જાણે અજાણ હોય તેમ તેને પૂજારીને સહજતાથી પૂછ્યું કે આ સફેદ વાળ કોનો છે?

જવાબ આપતા પહેલા પૂજારીએ વિચાર્યું કે હું સાચું બોલીશ તો રાજા મને ફાંસીએ ચડાવી દેશે!!! એટલે પૂજારી એ કહ્યું કે મહારાજ આ વાળ તો ભગવાન શ્રી કૃષ્ણ નો છે, ત્યારે રાજાએ કહ્યું કે કાલે સવારના શૃંગારના દર્શનમાં હું હાજર રહીશ અને જોઇશ કે ભગવાન ના વાળ સફેદ છે કે નહિ અને જો નહિ હોય તો તમને મૃત્યુદંડ ની સજા મળશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel