રાજાએ પૂછ્યું ભગવાનને ચડાવેલા હાર ઉપર રહેલો સફેદ વાળ કોનો છે? પૂજારીએ કહ્યું આ સફેદ વાળ ભગવાનનો છે, આ વાળ પૂજારીનો જ છે એમ વિચારી રાજાએ ભગવાનનો મુંગટ કાઢ્યો તો નીચેથી…

આટલું કહીને રાજા તો ચાલ્યા ગયા અને પૂજારી ને તો કાપો તો લોહો ના નીકળે તેવી હાલત થઇ ગઈ. પૂજારી ભગવાન શ્રી કૃષ્ણ ની સામે બેસી ને રડવા લાગ્યા કે આખી જિંદગી તમારી સેવા કરી છે, અને હવે મારો બચાવ પણ તમે જ કરી શકો છો, હું રાજા સામે ખોટું બોલ્યો છું એ મને અને તમને બે ને જ ખબર છે.

તમારી સેવા પૂજા કરતા કરતા હું હવે વૃદ્ધ થઈ ગયો છું, આટલા વર્ષો માં પહેલી વાર મારા મન માં લાલચ જાગી અને એ લાલચે મને આવી અસમંજસની પરિસ્થિતિમાં મૂકી દીધો, આટલું કહેતાં કહેતાં પૂજારી ભગવાનના પગ પાસે માથું રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.

બીજા દિવસે સવારે રાજા મંદિરે પહોંચી ગયા, ભગવાનના શૃંગાર ની તૈયારીઓ ચાલી રહી હતી અને પૂજારી ડરથી ધ્રૂજી રહ્યા હતા એક બાજુ તેઓ ભગવાનની સેવા કરી રહ્યા હતા ત્યારે જ રાજાએ તેની પાસે આવીને કહ્યું કે આજે ભગવાનનો શૃંગાર હું જાતે કરીશ. એમ કહીને રાજાએ ભગવાનનો મુંગટ હટાવ્યો, પછી નું દ્રશ્ય જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા.

કારણ કે ભગવાનના વાળ ખરેખર સફેદ હતા, ભગવાન ને સફેદ વાળ ક્યાંથી હોય? રાજાએ વિચાર્યું કે નક્કી આ પૂજારી એ નકલી સફેદ વાળ ચોંટાડયા હશે! એમ કરી ને એક સફેદ વાળ ભગવાનના માથા માંથી ખેંચ્યો, વાળ તો નીકળી ગયો પણ એ જગ્યા એ થી વાળની સાથે લોહીનું એક ટીપું પણ નીકળી ગયું, જ્યાં થી રાજા એ વાળ ખેંચ્યો હતો.

રાજા ભગવાન ના પગે પડી ગયા કે મને માફ કરો મેં આવી આકરી પરીક્ષા કરી અને તમારા માથામાંથી પણ લોહી કાઢ્યું. અને ભગવાન ની મૂર્તિમાંથી અવાજ આવ્યો કે તમે મને અત્યાર સુધી મૂર્તિ જ સમજતા આવ્યા છો, પરંતુ પૂજારી મને સાક્ષાત ભગવાન માને છે. આજે પૂજારી ની આબરૂ અને જીવ બચાવવા માટે ભગવાને પણ વાળ સફેદ કરવા પડ્યા!

રાજાએ પૂજારીને માફ કરી દીધા અને તે પુજારી નું બધા લોકો ની વચ્ચે સન્માન પણ કરવામાં આવ્યું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

error: Content is Protected!