રાજાએ ખુશ થઈને એક માણસને ચંદનનો બગીચો ભેટમાં આપ્યો, પરંતુ તેને ચંદનની કિંમત શું હોય તેનો અંદાજો ન હતો એટલે તેણે એવું કરી નાખ્યું કે...

એક વખત એક રાજા એક માણસ પર ખુશ થઈ ગયા અને તે માણસને ચંદનનો એક ખૂબ જ વૈભવશાળી અને અત્યંત મોટો બગીચો ભેટમાં આપી દીધો.

પરંતુ દુઃખની વાત એ હતી કે માણસને ચંદનના વૃક્ષની કિંમત નું જરા પણ જ્ઞાન ન હતું. તેને ખબર જ ન હતી કે ચંદન ના વૃક્ષ આટલા બધા કીમતી હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેમ છતાં તેને ખુશી ખુશી આ બગીચો ભેટ તરીકે સ્વીકારી લીધો અને તે ચંદન ના વૃક્ષ કાપી અને તેમાંથી કોલસા બનાવતો અને કોલસા બનાવીને વહેંચતો હતો.

આવું તેને ઘણા સમય સુધી કર્યે રાખ્યું, ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તેમ ચંદન ના વૃક્ષ પણ બગીચામાંથી ઓછા થતા ગયા, અને એક સમય એવો આવ્યો જ્યારે બગીચો આખો ખાલી થઈ ગયો.

એક દિવસ રાજા ગામમાં નીકળ્યા હતા એટલે અચાનક તેને યાદ આવ્યું કે મેં એક માણસને બગીચો ભેટ કર્યો હતો.

તેણે વિચાર્યું કે લાવ તે માણસ ના ઘરે જોઈ આવું, તે અત્યાર સુધીમાં તો ઘણો અમીર બની ગયો હશે. એટલે તેણે હુકમ કર્યો કે પેલા માણસ ના ઘરે જવામાં આવે.

રાજા અચાનક આ માણસ ના ઘર પાસેથી પસાર થયા તેના ઘરમાં તો કોઈ ફેરફાર ન જણાયો, ઘરની અંદર ગયા તો પણ માણસ ની હાલત પહેલાં જેવી જ હતી. એટલે આ બધું દૃશ્ય જોઈને રાજાને એકદમ નવાઈ લાગી કે આખરે આવું તો શું થઈ ગયું કે તેની હાલત સાવ આવી થઈ ગઈ?

એટલે તેણે તેની સાથે રહેલા લોકોને કહ્યો તે મને જણાવો કે આ માણસ સાથે શું થયું છે? તેની સાથે રહેલ મંત્રીએ તમામ હકીકતથી પોતાને વાકેફ કર્યા અને પછી રાજાને આખી હકીકત કહી સંભળાવી.

રાજાએ પેલા માણસ સામે જોઈને પૂછયું કે શું હવે તારી પાસે ચંદનના લાકડાનો કોઈ ટુકડો બચ્યો છે?

ત્યારે માણસ એ પહેલાં તો માથું ધુણાવીને ના પાડી, પછી અચાનક એને યાદ આવ્યું કે તેણે એક દિવસ કુહાડીના હાથા માં પણ ચંદનનું લાકડું ઉપયોગ કર્યું હતું.

માણસ એ તરત રાજાને કહ્યું મહારાજ, મારી પાસે મારી કુહાડી છે તેનો હાથો બચ્યો છે.

એટલે રાજાએ તેને ચંદનના વેપારી પાસે મોકલ્યો માણસ ને આ નાનકડા માત્ર ચંદનના હાથના પણ ખૂબ જ રૂપિયા મળ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેને આટલા બધા રૂપિયા મળ્યા એટલે તે પસ્તાવાથી ખૂબ જ રડવા લાગ્યો કે તેણે ખબર ન હોવાથી અજાણતામાં પોતાની સાથે કેટલું મોટું નુકસાન કરી નાખ્યું.

અને તેણે રાજા પાસે વિનંતી કરી કે મને આવો બીજો બગીચો ઉપર ના રૂપમાં ભેટ આપશો? ત્યારે રાજાએ તરત જ જવાબ આપતા કહ્યું કે આવો ઉપહાર તમને વારંવાર નથી મળતો.

આપણા જીવનમાં પણ ઘણી વખત આ માણસ જેવું જ બનતું હોય છે, ઘણા લોકોનું જીવન અને તેના સાચા મૂલ્ય ને ત્યારે જ ખબર પડે ત્યારે તેની જિંદગીમાં તેં અંતિમ શ્વાસ ગણી રહ્યા હોય.

માણસ જ્યારે પણ જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હોય ત્યારે તે પ્રભુને યાદ કરીને કહે છે કે હે પ્રભુ મને થોડો વધારે સમય આપી દે પરંતુ ત્યારે સમય મળવો તે સંભવ નથી હોતો.

આથી જ આપણે અત્યારથી સમજી જવાની જરૂર છે. આપણને બધાને આવો સુંદર મનુષ્ય ભવ મળ્યો છે તો આપણે આપણા આત્માને જાણે, જે અનંત ગુણ થી ભરેલો છે તેનો અનુભવ કરી લઈએ. આપણને આ મનુષ્ય બહુ મળ્યો છે તેની કિંમત ન ભૂલી જઈએ. કારણ કે મનુષ્ય ભવ જલ્દી નથી પાછો મળવાનો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team