રાજાએ ખુશ થઈને એક માણસને ચંદનનો બગીચો ભેટમાં આપ્યો, પરંતુ તેને ચંદનની કિંમત શું હોય તેનો અંદાજો ન હતો એટલે તેણે એવું કરી નાખ્યું કે…

ત્યારે માણસ એ પહેલાં તો માથું ધુણાવીને ના પાડી, પછી અચાનક એને યાદ આવ્યું કે તેણે એક દિવસ કુહાડીના હાથા માં પણ ચંદનનું લાકડું ઉપયોગ કર્યું હતું.

માણસ એ તરત રાજાને કહ્યું મહારાજ, મારી પાસે મારી કુહાડી છે તેનો હાથો બચ્યો છે.

એટલે રાજાએ તેને ચંદનના વેપારી પાસે મોકલ્યો માણસ ને આ નાનકડા માત્ર ચંદનના હાથના પણ ખૂબ જ રૂપિયા મળ્યા.

તેને આટલા બધા રૂપિયા મળ્યા એટલે તે પસ્તાવાથી ખૂબ જ રડવા લાગ્યો કે તેણે ખબર ન હોવાથી અજાણતામાં પોતાની સાથે કેટલું મોટું નુકસાન કરી નાખ્યું.

અને તેણે રાજા પાસે વિનંતી કરી કે મને આવો બીજો બગીચો ઉપર ના રૂપમાં ભેટ આપશો? ત્યારે રાજાએ તરત જ જવાબ આપતા કહ્યું કે આવો ઉપહાર તમને વારંવાર નથી મળતો.

આપણા જીવનમાં પણ ઘણી વખત આ માણસ જેવું જ બનતું હોય છે, ઘણા લોકોનું જીવન અને તેના સાચા મૂલ્ય ને ત્યારે જ ખબર પડે ત્યારે તેની જિંદગીમાં તેં અંતિમ શ્વાસ ગણી રહ્યા હોય.

માણસ જ્યારે પણ જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હોય ત્યારે તે પ્રભુને યાદ કરીને કહે છે કે હે પ્રભુ મને થોડો વધારે સમય આપી દે પરંતુ ત્યારે સમય મળવો તે સંભવ નથી હોતો.

આથી જ આપણે અત્યારથી સમજી જવાની જરૂર છે. આપણને બધાને આવો સુંદર મનુષ્ય ભવ મળ્યો છે તો આપણે આપણા આત્માને જાણે, જે અનંત ગુણ થી ભરેલો છે તેનો અનુભવ કરી લઈએ. આપણને આ મનુષ્ય બહુ મળ્યો છે તેની કિંમત ન ભૂલી જઈએ. કારણ કે મનુષ્ય ભવ જલ્દી નથી પાછો મળવાનો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel