રાજાએ બે બાજને તાલીમ અપાવી, એક બાજ આકાશમાં ઊડી રહ્યું હતું જ્યારે બીજુ વૃક્ષની ડાળી પર જ બેઠું રહે. તેના ન ઊડવાનું કારણ જાણ્યું તો રાજા પણ…

એક રાજા હતા, જેને બાજ પક્ષી નો ખૂબ જ શોખ હતો. અને આખું ગામ જાણતો હતો કે રાજાને બાજ પક્ષી નો ખુબ જ શોખ છે.

એક દિવસ એક શિકારી રાજા પાસે આવ્યો અને રાજા ને બાજના બે બચ્ચા આપી ગયો. આ બંને બચ્ચા નવજાત જ હતા, એટલે કે થોડા સમય પહેલાં જ તેઓ નો જન્મ થયો હતો.

રાજા વાજા ને જોઈ ને ખુશ થઇ ગયા અને તેને હુકમ કર્યો કે પોતાના ખાસ એવા બાજ પ્રશિક્ષકને બોલાવવામાં આવે.

રાજાના હુકમથી બાજના પ્રશિક્ષક ને બોલાવવામાં આવ્યા તેને રાજાએ કહ્યું કે આ બંને બચ્ચાને ટ્રેન કરી દો. એટલે કે આ બંને બચ્ચાઓને તાલીમ આપો.

એટલે પ્રશિક્ષક એ આ વાત સાંભળીને બંને બાજને તૈયાર કરવાનો નિર્ણય કર્યો, દરરોજ પ્રશિક્ષક બંને બાજને તાલીમ આપતા.

ધીમે ધીમે સમય વીતતો ગયો એમ રાજાને પણ ઇચ્છા થઈ કે ચાલો જોઈએ બંને બાજ કે જેને તાલિમ આપી રહ્યા છે તેનો કેટલો વિકાસ થયો?

એટલે તેને મંત્રી ને બોલાવ્યા અને કહ્યું કે બાજની જ્યાં તાલીમ અપાઈ રહી છે ત્યાં મને લઈ જાઓ.

બંને બાજ ના બચ્ચા ને જ્યાં તાલીમ આપવામાં આવી રહી હતી ત્યાં રાજાને લઈ જવામાં આવ્યા.

રાજાએ ત્યાં જઈને જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગયા, કંઈક દ્રશ્ય જ એવું હતું જેમાં એક બાજ તો આકાશમાં ખૂબ જ ગર્વ થી ઊડી રહ્યું હતું, પરંતુ જ્યારે તેનું ધ્યાન બીજા બાજ તરફ ગયું તો તે બાદ એક વૃક્ષની ડાળી પર જ બેઠું હતું.

રાજાએ તરત જ પ્રશિક્ષક ને પૂછ્યું કે અરે, આ બીજું બાજ નું બચ્ચું કેમ ઉડી નથી રહ્યું? રાજાને આ દ્રશ્ય જોઇને નવાઇ પણ લાગી કે જો બંને બચ્ચાને સરખી તાલીમ આપી હોય તો એક કેમ આ રીતે બેસી રહ્યું છે?

પ્રશિક્ષક એ જવાબ આપતા કહ્યું કે મહારાજા ખબર નહિ શું કામ પરંતુ હું તો બંનેને એકદમ સરખી તાલીમ આપી રહ્યો છું પરંતુ આ બાજુ થોડું ઉડે પછી પાછો પોતાની ડાળી પર આવીને બેસી જાય છે. આનું કારણ શું છે તે મને પણ સમજાતું નથી.

રાજાને પણ આશ્ચર્ય થયું કે આખરે આ બાજ કેમ આવું કરતું હશે?

થોડા વખત પછી રાજા ત્યાંથી ફરી પાછા મહેલમાં પાછાં ફર્યા અને ત્યાં જઈને મંત્રીને કહ્યું એટલે મંત્રીએ આખા રાજ્યમાં જાહેરાત કરી દીધી કે જે કોઈપણ લોકો આ બાજ પક્ષી ને ઉડતા શીખવશે તેઓને ખૂબ જ મોટું ઈનામ આપવામાં આવશે.

ચારે બાજુ આ સમાચાર ફરી વળ્યા એટલે ઘણા દૂર દૂરથી લોકો આવ્યા, પક્ષીના એક્સપર્ટ હોય તેવા પક્ષીવિદો પણ આવ્યા. પરંતુ ઘણા લોકો ની મહેનત કર્યા છતાંય બાદ થોડું ઉડે ફરી પાછું પોતાની ડાળી પર આવીને બેસી જાય.

બધા લોકો તો નવાઈ પામ્યા કે આવું શું કામ થાય છે, રાજાને પણ નવાઈ લાગી રહી હતી કે આખરે આનો નિવારણ શું આવશે?

બીજા દિવસે ખબર પડી કે કોઈ એક ખેડૂતે કહ્યું છે કે તે બાજ ને ઉડતા શીખવી દેશે.

ગ્રામજનોમાં તો ચર્ચા થવા લાગી કે મોટા મોટા મહાન પક્ષીવિદો પણ જે કાર્ય નથી કરી શક્યા તે આ ખેડૂત કઈ રીતે કરી આપશે?

ખેડૂતે એક શરત મૂકી કે હું આ બાજને ઉડતા શીખવી દઇશ પરંતુ દરેક લોકોએ ત્રણ દિવસ પછી અહીં આવીને જોવાનું રહેશે.

બધા લોકો સહિત રાજા પણ અચરજમાં પડી ગયા કે આખરે જે કામ કોઈ નથી કરી શક્યું તે આ ખેડૂત કઈ રીતે કરશે?

ધીમે ધીમે દિવસો વિતતા ગયા, ત્રણ દિવસ પછી બધા લોકો જ્યાં બાજને તાલીમ આપવામાં આવી રહી હતી ત્યાં ભેગા થઈ ગયા.

બધાના આશ્ચર્યની વચ્ચે લોકોએ જોયું કે બંને પાછા આકાશમાં ઉડી રહ્યા હતા અને બંને બાજ પક્ષીઓ આકાશની ઉંચાઇ જાણે માપી રહ્યા હોય તેમ ગર્વ થી ઉડી રહ્યા હતા.

બધા લોકોને આશ્ચર્ય થયું. રાજાએ ખેડૂત ને પૂછ્યું કે આવું કઈ રીતે કર્યું?

ખેડૂતે કહ્યું કે મહારાજ હું વધારે પડતી જ્ઞાનની વાત તો નથી જાણતો પરંતુ હા મે તો માત્ર એ ડાળી જ કાપી નાખે, જેના ઉપર એ પક્ષી વારંવાર આવીને બેસતુ હતું.

જેવી એ ડાળી કાપી નાખી કે થોડા સમય પછી પક્ષી આકાશની ઊંચાઈઓને જાણે પ્રાપ્ત કરવા લાગ્યું.

આ સ્ટોરી માં થી આપણને ઘણું શીખવા મળે છે કે આપણા જીવનમાં આપણી બિલકુલ સામે આખો આકાશ પડેલું હોય છે પરંતુ આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં એટલે કે આપણી ડાળીને જ વળગી રહીએ છીએ. “આ કામ મારાથી નહીં થાય”, “તે જગ્યાએ મારે નથી જવું” આવી અમુક ડાળી જો આપણે મૂકી દઈએ તો સફળતાનું આકાશ આપણાથી દૂર નથી, અને બહુ જલદી આપણે પણ સફળતાનું આકાશ માપી શકીએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો તમારા મિત્રો, સગા સંબંધીઓ, સાથે શેર કરજો. અને આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૫ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

error: Content is Protected!