પિયર આવેલ દીકરી માતા સાથે વાત ના કરી શકી એટલે પત્ર લખ્યો અને એકલામાં વાંચવાનું કહ્યું, ઘરે કોઈ નહોતું ત્યારે માતાએ પત્ર વાંચ્યો તો તેના આંખમાંથી…
હીરાબહેન આજે ખુબ જ ખુશ હતા. કારણ કે હજુ ગઈકાલે જ તેના પુત્ર ના લગ્ન એકદમ સુખેથી સંપન્ન થઇ ગયા હતા. એક વર્ષ પહેલા દીકરી ના લગ્ન પણ સરસ રીતે સંપન્ન થયા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
દીકરી તેના સાસરી માં સુખી હતી. અને આજે દીકરાના લગ્ન પણ કુશળતાથી સંપન્ન કરીને પોતે જાણે ભાર ઊતરી ગયો હોય એવું મહેસુસ કરી રહ્યા હતા અને હળવા થઇ ને બેઠા હતા. ત્યાં તેની દીકરી નજીક આવી ને બેસે છે. અને તે તેના ઘરે જવા ની વાત માં ને કરે છે.
દીકરી ગમે એટલે સમય થી પણ પિયર હોય. પરંતુ પિયર થી જ્યારે સાસરે જવાની વાત આવે ત્યારે કોઈ પણ માં ની આંખ માં આંસુ આવી જાય. હીરાબેન ની આંખમાં પણ આંસુ આવી ગયા. અને કહ્યું કે લગ્ન માં તો દોડા દોડી જ કરી છે, ત્રણ ચાર દિવસ આરામ કરી લે પછી તું તારે તારા સાસરીમાં જજે.
હીરાબેન રડવાનું ન રોકી શક્યા પણ દીકરી એ કહ્યું કે ના મમ્મી હવે મારે ત્યાં જવું પડે, ત્યાં પણ મારી જવાબદારી છે. અને એ લોકો એ આટલા દિવસ તો ચલાવ્યું. હવે હું આજે મારા ઘરે જઈશ. એમ કહી ને હીરાબેન ના હાથ માં એક કવર આપ્યું, અને કહ્યું કે તું એકલી હોય ત્યારે આ કવર ખોલી ને નિરાંતે વાંચજે. અને વિચારજે અને સાચું લાગે તો આનો અમલ પણ કરજે.
સાંજે વહુ દીકરો બહાર ફરવા માટે ગયા ત્યારે હીરાબેને એ કવર ખોલ્યું અને વાંચવા મંડ્યા…
માં… .હું ખુબ જ ખુશ છુ કે એક માતા માંથી તમે આજે એક સાસુ પણ બની ગયા. આમ તો મારા લગ્ન પછી પણ સાસુ બની ગયા હતા, પણ એક દીકરી ની વિદાઈ કરી ને પરંતુ આજે તો ઘર માં એક વહુ લાવી ને સાસુ બન્યા છો. આપ એક સારી માં છો… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને મને વિશ્વાસ છે કે સારી માતા ની સાથે સાથે સારી સાસુ પણ તમે બની રહેશો. તો પણ મને કેટલીક વાતો એવી હોય, છે જે મને કહેવાનું મન થાય છે.
મને ખબર હતી કે લગ્ન પહેલા ની તૈયારીમાં હું આ વાત ની ચર્ચા એકાંત માં કરી નહિ શકું. એટલે એક કાગળ માં લખી ને આપ્યું છે. હું તમારી એક જ દીકરી છું. એટલે તમે મને બહુ પ્રેમ કરો છો. ઘર ની દરેક ખરીદી માં અત્યાર સુધી તમે મારી પસંદગી ની જ ખરીદી કરી છે. ઘર ના પડદા ચાદર હોય કે ઘર માં કલર કરવાનો હોય કે સાડી કે દાગીના લેવાના હોય બધી જગ્યા એ મારી જ પસંદગી અને મને ગમતી વસ્તુ ની જ ખરીદી કરી છે. મારા લગ્ન થયા પછી પણ કઈ ખરીદી હોય તો પણ મારી રાહ જોવાતી હોય અને હું આવું પછી જ કામ આગળ ચાલે.
પરંતુ હવે મારી તમને ખાસ વિનંતી છે કે આ બધી ખરીદી માં હવે તમે ભાભી ની પસંદગી ની વસ્તુ ખરીદી કરો. આ ઘર માં એની પસંદગી નું પણ પૂરેપૂરું માન રાખવામાં આવે. તમે કહો ત્યારે હું તમારી સાથે ખરીદી કરવા આવીશ, તેની ના નથી! પણ બધી પસંદગી તો ભાભી ની જ રહેશે. હું ભાભી ની બાજુ માં જ રહીશ. કોઈ દિવસ સામે નહિ રહુ કારણ કે હવે આ એનું પણ ઘર છે. જે પોતાના પરિવાર ને મૂકી ને આપણને અને આપણા પરિવાર ને અપનાવેલ છે, એના સન્માન નું આપણે પૂરું ધ્યાન રાખવું જઈએ.
હું જાણું છું કે હવે હું જે તમને કહેવા જઈ રહી છું તે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. કારણ કે મેં આ વાત તમને કરી જ નથી. હું છેલ્લા એક વર્ષ થી આ બધું જોતી આવી છું કે મારી સાસરી માં મારી વાતો મારી ભાવનાઓ કે મારી પસંદગી નું કોઈ મહત્વ જ નથી. ફક્ત મારી બે નણંદ નું જ ચાલે, હું એવા ઘર માંથી આવી કે જે ઘર માં કોઈ પણ વાત માં મારી પસંદગી મારો વિચાર અને મારુ સન્માન સો ટકા રહેતું. અને અહીંયા એવું જરા પણ નહીં. જો કે હું કોઈ વાત માં દખલગીરી પણ કરતી નથી, જેને જેમ કરવું હોય તેમ કરે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પણ માં મેં પહેલે થી જ એવું વિચાર્યું છે કે મારી ભાભી આવે તેની સાથે આવું કંઈ પણ હું નહિ થવા દઉં, હું જિંદગીમાં આવી નણંદ બનવા માંગતી નથી, હવે તો ઘર એનું પણ છે. ઘર ને લગતા દરેક નિર્ણયો લેવા નો હક્ક ભાભી નો પણ છે મેં અહીંયા જે માન સન્માન નથી મેળવ્યું, તે મારી ભાભી ને તો મળવું જ જોઈએ.
બસ આટલું જ કહેવાનું હતું મમ્મી.
તમારી લાડલી દીકરી
પત્ર વાંચતા જ હીરાબેન ની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી છે, અને મન માં ને મન માં કહે છે કે હજુ તો હું તને મારી ઢીંગલી ની જેમ જ જોવું છું. પણ મને અત્યારે ખબર પડી કે મારી ઢીંગલી તો એટલી મોટી થઇ ગઈ છે કે માં ને પણ આટલી સારી શિખામણ આપી ગઈ. અને મારી વહુ ને ક્યારેય ઓછું ના આવે અને એનું પણ મન સન્માન જળવાઈ રહે અને મન માં ને દીકરી ને અને વહુ ને આશીર્વાદ દેતા દેતા સોફા ઉપર જ સુઈ જાય છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.