પિયર આવેલ દીકરી માતા સાથે વાત ના કરી શકી એટલે પત્ર લખ્યો અને એકલામાં વાંચવાનું કહ્યું, ઘરે કોઈ નહોતું ત્યારે માતાએ પત્ર વાંચ્યો તો તેના આંખમાંથી…

મને ખબર હતી કે લગ્ન પહેલા ની તૈયારીમાં હું આ વાત ની ચર્ચા એકાંત માં કરી નહિ શકું. એટલે એક કાગળ માં લખી ને આપ્યું છે. હું તમારી એક જ દીકરી છું. એટલે તમે મને બહુ પ્રેમ કરો છો. ઘર ની દરેક ખરીદી માં અત્યાર સુધી તમે મારી પસંદગી ની જ ખરીદી કરી છે. ઘર ના પડદા ચાદર હોય કે ઘર માં કલર કરવાનો હોય કે સાડી કે દાગીના લેવાના હોય બધી જગ્યા એ મારી જ પસંદગી અને મને ગમતી વસ્તુ ની જ ખરીદી કરી છે. મારા લગ્ન થયા પછી પણ કઈ ખરીદી હોય તો પણ મારી રાહ જોવાતી હોય અને હું આવું પછી જ કામ આગળ ચાલે.

પરંતુ હવે મારી તમને ખાસ વિનંતી છે કે આ બધી ખરીદી માં હવે તમે ભાભી ની પસંદગી ની વસ્તુ ખરીદી કરો. આ ઘર માં એની પસંદગી નું પણ પૂરેપૂરું માન રાખવામાં આવે. તમે કહો ત્યારે હું તમારી સાથે ખરીદી કરવા આવીશ, તેની ના નથી! પણ બધી પસંદગી તો ભાભી ની જ રહેશે. હું ભાભી ની બાજુ માં જ રહીશ. કોઈ દિવસ સામે નહિ રહુ કારણ કે હવે આ એનું પણ ઘર છે. જે પોતાના પરિવાર ને મૂકી ને આપણને અને આપણા પરિવાર ને અપનાવેલ છે, એના સન્માન નું આપણે પૂરું ધ્યાન રાખવું જઈએ.

હું જાણું છું કે હવે હું જે તમને કહેવા જઈ રહી છું તે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. કારણ કે મેં આ વાત તમને કરી જ નથી. હું છેલ્લા એક વર્ષ થી આ બધું જોતી આવી છું કે મારી સાસરી માં મારી વાતો મારી ભાવનાઓ કે મારી પસંદગી નું કોઈ મહત્વ જ નથી. ફક્ત મારી બે નણંદ નું જ ચાલે, હું એવા ઘર માંથી આવી કે જે ઘર માં કોઈ પણ વાત માં મારી પસંદગી મારો વિચાર અને મારુ સન્માન સો ટકા રહેતું. અને અહીંયા એવું જરા પણ નહીં. જો કે હું કોઈ વાત માં દખલગીરી પણ કરતી નથી, જેને જેમ કરવું હોય તેમ કરે.

પણ માં મેં પહેલે થી જ એવું વિચાર્યું છે કે મારી ભાભી આવે તેની સાથે આવું કંઈ પણ હું નહિ થવા દઉં, હું જિંદગીમાં આવી નણંદ બનવા માંગતી નથી, હવે તો ઘર એનું પણ છે. ઘર ને લગતા દરેક નિર્ણયો લેવા નો હક્ક ભાભી નો પણ છે મેં અહીંયા જે માન સન્માન નથી મેળવ્યું, તે મારી ભાભી ને તો મળવું જ જોઈએ.

બસ આટલું જ કહેવાનું હતું મમ્મી.
તમારી લાડલી દીકરી

પત્ર વાંચતા જ હીરાબેન ની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી છે, અને મન માં ને મન માં કહે છે કે હજુ તો હું તને મારી ઢીંગલી ની જેમ જ જોવું છું. પણ મને અત્યારે ખબર પડી કે મારી ઢીંગલી તો એટલી મોટી થઇ ગઈ છે કે માં ને પણ આટલી સારી શિખામણ આપી ગઈ. અને મારી વહુ ને ક્યારેય ઓછું ના આવે અને એનું પણ મન સન્માન જળવાઈ રહે અને મન માં ને દીકરી ને અને વહુ ને આશીર્વાદ દેતા દેતા સોફા ઉપર જ સુઈ જાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel