પત્નીએ પોતાના પતિને પૂછ્યું હું તમને બીજી સ્ત્રી સાથે ડિનર માટે જવા કહ્યું, પતિ ડિનર માટે ગયો તો એ સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ તેની…

પ્રાગજીભાઈ અને તેનો પરિવાર સોસાયટી વિસ્તાર માં રહેતા હતા પરંતુ તેના માતા એ અત્યાર સુધી નું જીવન પોળ વિસ્તાર માં પસાર કરેલું હોય, તેને સોસાયટી વિસ્તાર માં રહેવાનું ફાવતું ન હતું. જેથી તે એકલા જ પોળ માં રહેતા હતા.

પ્રાગજીભાઈ ને દીકરા પરણી ચુક્યા હતા. જેથી જૂનું મકાન નાનું પડતું હતું જેથી તેઓ એ નવું ઘર બનાવ્યું હતું. અને લગભગ ત્રણ ચાર દિવસે તેના માતા પાસે પ્રાગજીભાઈ અને તેના પત્ની મળવા માટે જતા અને જરૂરી ચીજ વસ્તુ તેમજ તેના માતા ની દવા પણ લઇ જતા.

એક દિવસ પ્રાગજીભાઈ ના પત્ની એ કહ્યું કે હું તમને બીજી કોઈ સ્ત્રી સાથે ફિલ્મ જોવાની અને હોટેલ માં જમવા જવાની છૂટ આપું તો તમે પસંદ કરશો, ત્યારે પ્રાગજીભાઈ એ કહ્યું કે હવે આ બધું આ ઉંમરે આપણને શોભે?

ત્યારે તેના પત્ની એ કહ્યું કે તમારે જેની સાથે જવાનું છે, તે તમને ખુબ જ પ્રેમ કરે છે. અને તમે તેની સાથે સમય વિતાવશો તો તેને ખુબ જ આનંદ થશે, તો તમે જશો?

પ્રાગજીભાઈ એ પૂછ્યું કે કોણ છે? ત્યારે તેના પત્ની એ કહ્યું કે એ તો સર પ્રાઈઝ છે. અને તમારે આજે સાંજે જ જવાનું છે. ટિકિટ અને હોટેલ માં ટેબલ પણ બુક થઇ ગયું છે, અને તમારે સીધું હોટેલ માં પહોંચી જવાનું છે.
પ્રાગજીભાઈ તો સાંજે હોટેલ માં ફિલ્મ ની ટિકિટ લઇ ને પહોંચી ગયા.

અને આવનાર સ્ત્રી ની રાહ જોવા લાગ્યા. થોડીવાર માં તેનો પુત્ર મોટર માં એક સ્ત્રી ને લઇ ને આવે છે, તે પ્રાગજીભાઈ ના માતા હતા. અને આજે તેના માતા નો જન્મ દિવસ હતો. જેથી પ્રાગજીભાઈ ના પુત્ર અને પત્ની એ આ પ્લાન બનાવ્યો હતો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel