પત્નીએ બહાર શાકવાળા ને કહ્યું ભાઈ કાલ થી શાક દેવા ન આવતા, શાકવાળા એ પૂછ્યું કેમ તો આંખમાં આંસુ સાથે પત્નીએ કહ્યું…

એક મિડલ ક્લાસ પરિવાર હતો ઘરમાં ચાર સભ્યો રહેતા હતા પતિ પત્ની અને પતિના માતાપિતા એમ કુલ મળીને ચાર સભ્યો રહેતા હતા. પતિની સારી નોકરી હતી અને ઘરનું ગુજરાન નોકરી માંથી જ ચાલતું.

પતિનો પગાર પણ ખૂબ જ વધારે ન હતો કે જેનાથી ઘર ખર્ચ પણ નીકળી શકે અને સાથે બચત પણ થાય લગભગ મહિનાના અંતે હિસાબ કરવા લાગે તો લગભગ જેટલા આવક થાય એટલા જ ખર્ચા પણ થઇ જતા, તેમજ પતિનો પગાર પણ ઓછો હોવાથી શહેરના ખર્ચા સામે ટકવું ખૂબ જ મુશ્કેલ હતું તેમ છતાં પતિ પત્ની બંને ખૂબ જ કરકસરથી રહેતા અને બને તેટલો ઓછો ખર્ચો કઈ રીતે કરવો તે વિશે વિચારતા.

એક દિવસ પતિ સાંજે ઘરે આવ્યો અને પત્ની સાથે જમીને ચર્ચા કરી રહ્યો હતો ત્યારે ખુશ થઈને તેને એક વાત જણાવી કે મને એવી ખબર પડી છે કે અમારી ઓફિસમાં દરેક લોકોનું પગાર વધવાનો છે, એટલે મારો પણ પગાર હવે વધશે. આ વાત સાંભળીને પત્ની થોડી ખુશ થઈ ગઈ.

કારણકે જો પગાર વધે તો થોડી બચત કરવામાં આવે તો ભવિષ્ય માટે પણ નિશ્ચિંત થઈ શકાય. તેના પતિનો પગાર વધ્યો પણ ખરો અને થોડી થોડી બચત થવા લાગી અને આમ પણ કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય એટલે થોડી બચત પણ ભેગી કરીએ તો તેમાંથી જ મોટું ભંડોળ ઊભું થઈ શકે.

પરંતુ તે જે કંપનીમાં નોકરી કરી રહ્યો હતો ત્યાં અચાનક જ પરિસ્થિતિ અલગ થઈ ગઈ અને એક કંપનીમાંથી ઘણા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા, એમાં આ પતિને નોકરી પણ છૂટી ગઈ.

એકની એક નોકરી કે જેનાથી સંપૂર્ણ ઘરનો ખર્ચો જેના પર નિર્ભર હતો તે જ નોકરી તેના હાથમાં ન રહી એટલે તે ખૂબ જ ચિંતામાં જતો રહ્યો, હવે શું કરવું તેની જરા પણ વિચારવાની પરિસ્થિતિ માં નહોતો. સાંજે ઘરે પાછો ફર્યો તો જમવાની ના પાડી દીધી પત્નીએ પૂછ્યું તમે આજે જમવાની કેમ ના પાડી તો કહ્યું મને ભૂખ નથી લાગી.

માતા-પિતા પણ આવ્યા અને કહ્યું બેટા જમી તો લે, થોડા સમય પછી ગળગળા અવાજે બોલી ઉઠ્યો હું કઈ રીતે જમવા બેસવું કારણકે આજે તો જમવાનું તૈયાર છે પરંતુ થોડા જ સમયમાં આપણી એવી પરિસ્થિતિ થઈ જવાની છે કે જમવાનું શું કરવું તે પણ વિચારવા લાગી શું. તેના માતા-પિતા અને પત્નીએ પૂછ્યું કેમ એવું તે શું થયું?

પતિએ જવાબ આપતા કહ્યું અમારા કંપનીમાંથી આજે ઘણા કર્મચારીઓ નોકરી પરથી કાઢી મૂક્યા છે અને મારી નોકરી પણ છૂટી ગઈ છે. હવે બીજે નોકરી મળે તેની તપાસમાં કદાચ મહિનાઓ પણ નીકળી જાય અને થોડા સમયથી હું જે બચત કરી રહ્યો છું તે બચતમાંથી હવે ઘર ના ખર્ચા નીકળશે કે કેમ એ પણ મને ખબર નથી.

પરિવાર માથે જાણે આભ તૂટી પડ્યું હોય એ રીતે ની પરિસ્થિતિ સર્જાઈ ગઈ કારણ કે તેના પિતા રીટાયર થઇ ચુક્યા હતા અને પોતે એક જ ઘરમાં કમાણી કરનાર હતા.

આવા સમયે જે પરિસ્થિતિ થાય તે માત્ર એક મિડલ ક્લાસ સમજી શકે, ધીમે ધીમે બધી બચત નજર સામે પૂરી થતી રહી હોય અને નવી નોકરી ની તલાશ માં માણસ દિવસ-રાત લાગેલો હોય.

બીજા દિવસે સવારે ઘરનું રુટીન બદલાઈ ગયું ખાસ કરીને પતિ માટે બદલાઈ ગયું પહેલા ટિફિન લઈને સવારમાં ઓફિસ જવા માટે નીકળી જતો પરંતુ આજે તે જાગીને તૈયાર થઈને બીજે નોકરીની શોધમાં જઈ રહ્યો હતો.

પતિ બહાર ગયો અને પાછળથી દરરોજ ની જેમ આજે પણ શાક દેવા માટે શાક વાળો આવ્યો. પત્ની દરરોજનું જે પણ કાંઈ શાક લેવાનું હોય તે તેની પાસેથી જ લેતી પરંતુ આજે તેને કહ્યું ભાઈ તમે આજથી અહીં શાક આપવા માટે ન આવતા, પહેલાં તો શાકવાળો થોડો ગુસ્સે થઈ ગયો અને પૂછ્યું કેમ બેન તમે કોઈ બીજા પાસેથી શાક લેવા લાગ્યા છો?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel