પત્નીએ બહાર શાકવાળા ને કહ્યું ભાઈ કાલ થી શાક દેવા ન આવતા, શાકવાળા એ પૂછ્યું કેમ તો આંખમાં આંસુ સાથે પત્નીએ કહ્યું…

માતા-પિતા પણ આવ્યા અને કહ્યું બેટા જમી તો લે, થોડા સમય પછી ગળગળા અવાજે બોલી ઉઠ્યો હું કઈ રીતે જમવા બેસવું કારણકે આજે તો જમવાનું તૈયાર છે પરંતુ થોડા જ સમયમાં આપણી એવી પરિસ્થિતિ થઈ જવાની છે કે જમવાનું શું કરવું તે પણ વિચારવા લાગી શું. તેના માતા-પિતા અને પત્નીએ પૂછ્યું કેમ એવું તે શું થયું?

પતિએ જવાબ આપતા કહ્યું અમારા કંપનીમાંથી આજે ઘણા કર્મચારીઓ નોકરી પરથી કાઢી મૂક્યા છે અને મારી નોકરી પણ છૂટી ગઈ છે. હવે બીજે નોકરી મળે તેની તપાસમાં કદાચ મહિનાઓ પણ નીકળી જાય અને થોડા સમયથી હું જે બચત કરી રહ્યો છું તે બચતમાંથી હવે ઘર ના ખર્ચા નીકળશે કે કેમ એ પણ મને ખબર નથી.

પરિવાર માથે જાણે આભ તૂટી પડ્યું હોય એ રીતે ની પરિસ્થિતિ સર્જાઈ ગઈ કારણ કે તેના પિતા રીટાયર થઇ ચુક્યા હતા અને પોતે એક જ ઘરમાં કમાણી કરનાર હતા.

આવા સમયે જે પરિસ્થિતિ થાય તે માત્ર એક મિડલ ક્લાસ સમજી શકે, ધીમે ધીમે બધી બચત નજર સામે પૂરી થતી રહી હોય અને નવી નોકરી ની તલાશ માં માણસ દિવસ-રાત લાગેલો હોય.

બીજા દિવસે સવારે ઘરનું રુટીન બદલાઈ ગયું ખાસ કરીને પતિ માટે બદલાઈ ગયું પહેલા ટિફિન લઈને સવારમાં ઓફિસ જવા માટે નીકળી જતો પરંતુ આજે તે જાગીને તૈયાર થઈને બીજે નોકરીની શોધમાં જઈ રહ્યો હતો.

પતિ બહાર ગયો અને પાછળથી દરરોજ ની જેમ આજે પણ શાક દેવા માટે શાક વાળો આવ્યો. પત્ની દરરોજનું જે પણ કાંઈ શાક લેવાનું હોય તે તેની પાસેથી જ લેતી પરંતુ આજે તેને કહ્યું ભાઈ તમે આજથી અહીં શાક આપવા માટે ન આવતા, પહેલાં તો શાકવાળો થોડો ગુસ્સે થઈ ગયો અને પૂછ્યું કેમ બેન તમે કોઈ બીજા પાસેથી શાક લેવા લાગ્યા છો?

error: Content is Protected!