પતિનો અકસ્માત થતા તેની બંને આંખો જતી રહી, પરંતુ વર્ષો પછી એવી ખબર પડી કે એ એક્સિડન્ટ...

શરદભાઈ ના લગ્ન એક બહુ જ ખુબસુરત કન્યા શારદા સાથે થયા હતા બંને નું લગ્ન જીવન ખુબ સરસ રીતે પસાર થઇ રહ્યું હતું શરદભાઈ હંમેશા તેની પત્ની ના ખુબસુરતી ના વખાણ કરતા અને શારદા સાંભળી ને ખુશ થઇ જતી પરંતુ કુદરત ને આ બધું મંજુર ના હોય તેમ શારદા ને લગ્ન ના બે વર્ષ માં જ ચામડી નો રોગ થયો આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને ધીરે ધીરે તે ખુબસુરત માંથી બદસુરત થવા લાગી અને તેને મન માં અને મન માં ડર લાગવા લાગ્યો કે હવે તેનો પતિ તેનાથી નારાજ થઇ ને નફરત કરવા લાગશે તો હું કેમ જીવન વીતાવીશ અને સહન પણ નહિ કરી શકું

એવા માં એક દિવસ શરદભાઈ ને ધંધા ના કામે બહાર ગામ જવાનું થયું અને કામ પતાવી ને પાછા પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે તેનો અકસ્માત થયો અને શરીર માં અનેક જગ્યા એ વાગવાની સાથે તેની બંને આંખો પણ છીનવાઈ ગઈ થોડા સમય માં તેની તબિયત સારી થઇ ગઈ

પણ બંને આખો ગુમાવવા છતાં બંને ની એકબીજા પ્રત્યે ની લાગણી થી જીવન ની ગાડી પહેલા ની જેમ ચાલવા લાગી અને સમય જતા શારદા ની ખુબસુરતી ચાલી ગઈ અને તો પણ બંને ના જીવન માં ખાશ કઈ ફરક પડ્યો નહિ કારણ કે શરદ ભાઈ ની બંને આંખો ચાલી ગઈ હતી

જેથી તે કઈ જોઈ શકતા નહોતા અને એક બીજા પ્રત્યે ની લાગણી જળવાઈ રહી હતી એકાદ વર્ષ પછી શારદા ને ગંભીર બીમારી લાગી અને થોડા સમય માંજ તેનું અવસાન થયું અને શરદભાઈ ઘર માં એકલા થઇ ગયા અને બહુજ દુઃખી રહેતા હતા

પોતાની પત્ની ની પાછળ બધી ધાર્મિક ક્રિયા પતિ જાય એટલે તે શહેર છોડી ને અન્ય સ્થળે જવાનું વિચારી રહ્યા હતા અને બન્યું પણ એવું કે બધું કાર્ય પત્યા પછી શરદભાઈ પોતાનું ઘર બંધ કરી અને બીજા ગામ જઈ રહ્યા હતા ત્યારે એક માણસે તેને રોકી અને પૂછ્યું કે...

ભાઈ અત્યાર સુધી તો તમારા પત્ની તમને હાથ પકડી ને બધે લઇ ને આવતા જતા હતા હવે કોઈ પણ સહારા વિના તમે કેવી રીતે હરી ફરી શકશો ? ત્યારે શરદભાઈ એ તે વ્યક્તિ ને જવાબ આપ્યો કે દોસ્ત હું આંધળો નથી મારી બંને આખો સહી સલામત છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

હું અત્યાર સુધી આંધળો થયા નું નાટક કરી રહ્યો હતો કારણ કે મારી પત્ની ની બદસૂરતી મને દેખાય છે તે જો તેને ખબર પડી હોત તો તેની બીમારી થી થયેલ દુઃખ કરતા અનેક ગણું દુઃખ વધારે થયું હોય અને એટલા માટે જ મેં આંધળા હોવાનું નાટક કરી ને જીવન વિતાવ્યું.

અને મારી પત્ની ને ખુશ રાખવાની કોશિશ કરી કારણ કે ખુશ રહેવા માટે અને ખુશ રાખવા માટે આપણે એકબીજા ની ખરાબી નબળાઈઓ ને જોવાની જ બંધ કરવી પડે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team