15 વર્ષથી નોકરી રહેલા વ્યક્તિએ અચાનક રાજીનામું આપી દિધું, સાહેબે કારણ પૂછ્યું તો એવું કહ્યું કે સાહેબની આંખમાંથી પણ…

મનીષ આજે તેની ઓફિસમાં નવ વાગ્યે જ આવી ગયો હતો. જોકે તેની ઓફિસ ચાલુ થવાનો સમય દસ વાગ્યાનો હતો, તે ઓફિસે આવ્યો ત્યારે માત્ર હાઉસકીપિંગ ના જ કર્મચારીઓ આવ્યા હતા. જેને તેને ગુડ મોર્નિંગ કહ્યું પરંતુ આજે મને ખૂબ જ ચિંતામાં હતો.

તેના મોઢા પરથી સ્પષ્ટ પણે લોકોને ખબર પડી ગઈ કારણ કે તેને ગુડ મોર્નિંગ નો કશો જવાબ ન આપ્યો. એટલે બધા સફાઈ કર્મચારીઓ પણ સમજી ગયા કે તેઓ કંઈક ચિંતામાં છે બાકી કાયમ સવારે તેઓ જ્યારે આવે ત્યારે શુભ સવાર ની શુભકામનાઓ આપતા.

મનીષ નો સ્વભાવ પણ મળતાવડો હોવાથી બધાની સાથે વાતચીત કરવાનું અને બોલવાનું ચાલુ જ હોય. મનીષએ આજે તેની ઓફિસમાં રાજીનામું દેવાનું નક્કી કરી નાખ્યું હતું. અને રીઝાઈન લેટર પણ તૈયાર કરીને તેના ટેબલના ખાનામાં મૂકી દીધો હતો.

પરંતુ રાજીનામું દેવું કે નહીં તેની ગડમથલ ના કારણે તે ચિંતામાં હતો અને અત્યારે પણ ઓફિસમાં તેનું મન નહોતું લાગતું. એટલે તેનો રાજીનામાનો લેટર મેનેજર ના ટેબલ પર પેપરવેઈટ માં નીચે રાખીને ઓફિસ માંથી નીકળી ગયો.

ઓફિસમાંથી નીકળીને તે સીધો હોસ્પિટલ પહોંચ્યો, હોસ્પિટલમાં તેના માતા ને દાખલ કરવામાં આવ્યા હતા. તેની ખરાબ તબિયત ને જોવા માટે તે હોસ્પિટલ પહોંચ્યો હતો. અને હોસ્પિટલમાં થી જ મેનેજર ને ફોન કરીને કહ્યું કે હું આજે ઓફિસ નહીં આવી શકું.

ત્યારે મેનેજરે તેને જવાબ આપતા કહ્યું કે હમણાં તારી ઘણી રજા પડે છે. અને જ્યારે હાજર હોય ત્યારે પણ તારું કામ ધીમી ગતિએ ચાલે છે, ભાઈ તું અમારો સ્ટાર પરફોર્મર છે? શું થયું છે તને કોઈ તકલીફ છે? અમારે આવું કેટલા સમય ચલાવવાનું?

ત્યારે મનીષે કહ્યું કે એ બધું હું તમારી ઉપર છોડી દઉં છું. તમે શું વિચારો છો તેનાથી મારી વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી. તમે તમારી જગ્યાએ સાચા છો અને તમે જે નિર્ણય લેશો તે મને માન્ય રહેશે. આટલું બોલીને મનીષ એ ફોન કટ કરી નાખ્યો.

સામે બેઠેલી મનીષની પત્નીએ તેને પૂછ્યું કે ફોનમાં કોણ હતું? એટલે મનીષે કહ્યું કે મારા મેનેજર સાહેબ હતા. મારા અવાર-નવાર રજા લેવાથી તેઓ નારાજ થયા હતા. પરંતુ હું મારી જવાબદારી કેમ ચૂકી શકું? મારી માતાની તબિયત દિવસેને દિવસે વધારે ખરાબ થતી જાય છે.

હું ઓફિસ જઈને કામ કરવા નથી માગતો હું અત્યારે મારી માતા પાસે વધારે રહેવા માંગું છું. ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા છે ત્યારે હું મારી માતા ને એકલી કેવી રીતે મૂકી શકું? ત્યારે પથારીવશ મનીષના માતાએ તેને કહ્યું બેટા તું ઓફિસ જા, અહીં બીજું કંઈ કામ નથી અને મારી વહુ તો બાજુમાં જ છે ને? એ મને કોઈ તકલીફ નહીં પડવા દે.

પરંતુ તેની માતા નું મન તો કહી રહ્યું હતું કે બેટા તું અહીં મારી બાજુમાં મારી સાથે જ રહેજે અને મનુષ્ય પણ તેની માતાને કહ્યું, હું ઓફિસ નથી જવાનો. હું અહીંયા જ છું. ઓફિસમાં મારું મન પણ નહીં લાગે અને મનીષ છે તેની માતા ને માથા પર હાથ ફેરવી ને વહાલ કર્યો.

અચાનક મનીષ ને એ જૂના દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે તે નાનો હતો અને તેની માતાએ અનેક વખત મનીષ ના માથા પર હાથ ફેરવી ને વહાલ કરતા, તે વિચારવા લાગ્યો કે મને હું પણ રહે તે માટે મને ખૂબ વ્હાલ કર્યો છે જ્યારે હવે મારો વારો છે કે મારી માતાને તેના દીકરા ની હુંફ મળી રહે.

હું આ સ્થિતિ માં તેને મૂકીને ઓફિસ કેમ કરી જાવ? થોડા સમય પછી મનીષ નો ફોન રણક્યો, ફોન હાથમાં લઈને જોયું તો તેના મેનેજર નો ફોન હતો. મનીષ વિચારવા લાગ્યો કે તેમના ટેબલ પર પડેલું રાજીનામું વાંચી લીધું એટલે ફોન આવ્યો હશે.

ફોન ઉપાડતા ની સાથે જ મેનેજરે કહ્યું કે મેં રાજીનામું તો વાંચી લીધું છે પરંતુ અહીં છેલ્લા ૧૫ વર્ષથી પૂરે પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી તું નોકરી કરી રહ્યો છે. તેથી તારું રાજીનામું સ્વીકારવું પણ મને યોગ્ય નથી લાગતું, એટલે આ રાજીનામું મેં ડિરેક્ટર સાહેબ ની ઓફીસ માં મોકલી દીધું છે.

તેને મારી સાથે વાતચીત કરીને અને એક વખત મળવા માટે બોલાવ્યો છે, તો તું તારા અનુકૂળ સમયે 10-15 મિનિટ માટે અહીંયા આવી જજે. લગભગ બપોરના 3 વાગ્યાના સમયે તેના માતા સૂઈ રહ્યા હતા ત્યારે મનીષ તેની ઓફિસમાં ડિરેક્ટર સાહેબને મળવા જાય છે.

મનીષ જ્યારે ડિરેક્ટર સાહેબની ઓફિસમાં જાય છે ત્યારે તે મને પૂછે છે કે તને અહિંયા શું તકલીફ છે? 15 વર્ષથી તારી પોતાની ઓફીસ હોય તેમ કામ કરી રહ્યો છે, તારું વર્તન પણ બધા સાથે ખૂબ જ સારું હોય છે અને આજકાલ કંઈ કામમાં મન નથી લાગતું? આવું કેમ?

બધા કર્મચારીઓ તારા વિશે સારું જ બોલતા હોય છે. અને તને પણ ખબર હશે કે સામાન્ય રીતે કોઈપણ નું રાજીનામું આવે એટલે તમે કોઈ સવાલ પૂછ્યા વગર સ્વીકારી લઈએ છીએ. પરંતુ તારી વાત અલગ છે. એટલા માટે મને એક વખત રાજીનામું સ્વીકારતા પહેલા તારી લાગણી અને તકલીફ સમજવાની ઈચ્છા થઈ રહી છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel