15 વર્ષથી નોકરી રહેલા વ્યક્તિએ અચાનક રાજીનામું આપી દિધું, સાહેબે કારણ પૂછ્યું તો એવું કહ્યું કે સાહેબની આંખમાંથી પણ…

તારે જે પણ કંઈ કહેવું હોય તે કહી શકે છે, અને એ પણ કોઈ નો પણ ડર રાખ્યા વગર કહેજે. ત્યારે મનુષ્ય વાત કરતાં કહ્યું કે સૌથી પહેલાં તો હું તમારો આભાર માનું છું કે તમે મને આટલી અગત્યતા આપી રહ્યા છો. અને મારા મનની વાત સાંભળવા માટે તમે જે સમય ફાળવ્યો એ માટે પણ હું આભારી છું.

મેં આ કંપનીમાં ૧૫ વર્ષની નોકરી કરી તેમાં મને ઘણું માન સન્માન મળ્યું છે, અને ઓફિસ પ્રત્યે મારી ફરજ પણ છે કે હું સમજુ છું. પરંતુ અત્યારે મારી માતા છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં તેના અંતિમ શ્વાસ ગણી રહી છે.

ડોક્ટર ને હવે તેની તબિયત માં સુધારો થાય તેવી કોઈ આશા નથી રહી, અને હવે હું થોડા દિવસો ના મહેમાન છે આવા સંજોગોમાં હું થોડા થોડા દિવસે રજા માંગીને કંટાળી ગયો છું, ઓફિસ આવું તો હોસ્પિટલમાં મારું મન હોય છે જેથી ઓફિસનું કામ પણ બગડે છે.

અને હોસ્પિટલનું કામ પણ બગડે છે. અમારો પરિવાર સંયુક્ત નથી કે એક બીજા લોકો માટે તરત પરિવાર મદદમાં આવી જાય. નાના પરિવારના ફાયદાની સામે નુકસાન પણ છે, અત્યારે બધી જવાબદારી હું એકલો જ નિભાવી રહ્યો છું.

મારા પિતાનું અવસાન ઘણા વર્ષો પહેલા થઇ ચૂક્યું છે. હવે તમે જ કહો કે મારા માતા ની છેલ્લી ઈચ્છા અને અપેક્ષા ઓ થી ભરેલી આંખો સામે હું બહાના કાઢીને ઓફિસની ફરજ કઈ રીતે પૂરી કરું? હું એટલો લાગણી વગરનો નથી.

વાત જો માત્ર નોકરી ની હોય તો એ મને બીજી જગ્યાએ પણ મળી જશે, પરંતુ મારી માતા મને એકવાર છોડીને ચાલી જશે તો ક્યાંય મળવાની નથી. મળશે તો માત્ર મને પસ્તાવો જ મળશે. ગમે તેટલું કરું કોઈ મારી માતાનું ઋણ ક્યારેય નથી ચૂકવી શકવાનો.

અરે હું નહીં પરંતુ દુનિયામાં કોઈ તેની માતાનું ઋણ ચૂકવી નથી શક્યા, પરંતુ તેના જીવનની છેલ્લી ઘડીઓ માં હું તેની પાસે રહું તો પણ મારી જાતને હું ધન્ય માનીશ. અને જો ત્યારે પણ હું મારી માતા પાસે નહિ રહું તો આખી જિંદગી હું મારી જાતને માફ નહીં કરી શકું અને પસ્તાવો થતો રહેશે.

મનીષ ની વાતોને ડિરેક્ટર ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા, અચાનક મનીષના ફોનમાં રીંગ વાગી તેની પત્ની નો ફોન આવ્યો હતો. તેને કહ્યું તમે ઝડપથી અહીંયા આવી જાઓ. બાને સારું નથી અને તમને યાદ કરી રહ્યા છે.

આ વાતની જાણ ડિરેક્ટરને થઈ એટલે તેને કહ્યું કે, ચાલ આપણે મારી ગાડીમાં હોસ્પિટલ જઈએ છીએ. ઝડપથી પહોંચી જઈશું. બંને લોકો ત્યાંથી હોસ્પિટલે પહોંચે છે, મનીષ ના માતા પાસે પહોંચ્યા ત્યારે હોસ્પિટલનો તેની માતા ચાર પાંચ વ્યક્તિનો સ્ટાફ પણ ત્યાં માતાની સારવારમાં હાજર હતો.

મનીષ તેની માતા પાસે જતાં જ તેના માતા જાણે તેની રાહ જોઈ રહ્યા હોય તેમ મનીષની સામે બે હાથ લાંબા કરી ને મનીષ ને આલિંગન માં લીધો અને પોતાના પ્રાણ ત્યજી દીધા. આ દ્રશ્ય જોઈ ને હોસ્પિટલ ના સ્ટાફના માણસો તેના ડિરેક્ટર બધા ની આખો માં આવેલ આસું ને રોકી શક્યા નહિ.

થોડીવાર પછી ડિરેકટરે મનીષ ને કહ્યું કે તું દુનિયા નો સૌથી ભાગ્યશાળી માણસ છે, કારણ કે તારા માતા એ તને ભેટીને પ્રાણ ત્યજ્યા છે. મારી માતા જયારે તેના અંતિમ સમય માં હતા, ત્યારે હું તો આ શહેર માં પણ હતો નહિ. અને મને તારી જેમ કઈ સેવા કરવાનો મોકો પણ મળ્યો નથી. એ મારી કમનસીબી છે.

ખેર એ તો નસીબ નસીબ ની વાત છે. પણ હવે હું નીકળું છું, તું તારે બધા ક્રિયા કાંડ પતાવી ને પછી ઓફિસ માં જોડાઈ જજે, તારી બધી રજા મંજુર કરવામાં આવશે. ત્યારે મનીષે રડતા રડતા કહ્યું કે મારી માતા એ મારા ખભા પર પોતાના પ્રાણ છોડ્યા છે. અને તે સંપૂર્ણ તૃપ્ત થઇ ને ગયા છે.

તેને કોઈ ક્રિયાકાંડ કે બેસણા ની જરૂર નથી રહેતી, કારણ કે જે લોકો ને મારી માતા પ્રત્યે લાગણી હતી. એ તો બધા ઘરે અને હોસ્પિટલે આવી ને તેને મળી ગયા. અને બાકી ના ને મૃત્યુ પામેલી માં ના ફોટા સામે હાથ જોડાવવા નો કોઈ મતલબ નથી.

અને હું બે દિવસ માં ઓફિસ પણ હાજર થઇ જઈશ, કારણ કે જેના માટે રજા જોઈતી હતી, એને જ મારા જીવન માંથી રજા લઇ લીધી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel