Painkiller થી થાય છે શરીરને આવું નુકસાન જાણીને દંગ રહી જશો!

જો આપણને ક્યાંય પણ શરીરમાં દુખે છે તો તરત આપણે એક દવા ખાઈ લઈએ છીએ લગભગ દુનિયામાં કોઈ આવું માણસ હશે જેને પેઇનકિલર ન ખાધી હોય અને કોઈ પણ એવું ઘર નહીં હોય કે જ્યાં Painkiller ન હોય.

શું તમે જાણો છો કે જ્યાં પેઈન કિલરનું તમે સેવન કરો છો એ આપણા શરીર માટે કેટલુ નુકશાનદાયક છે?

બહુ બધી પેઇનકિલર ખાવાથી તમારી કિડની ફેલ થવાની સંભાવના રહે છે. થોડાક દિવસો પહેલા અમેરીકાનો મશહુર સીંગર પ્રીન્સ નામનો માણસ મૃત્યુ પામ્યો. ફેન્ટાનીલ ના ઓવરડોઝથી તેનું મૃત્યુ થયું હતું. ફેન્ટાનીલ એ એક પ્રકારની પેઈન કીલર છે.

પ્રીન્સ નો આ પહેલો કિસ્સો નથી આની પેલા પણ ઘણા લોકો આ પેન કીલર નો શિકાર થઈ ચૂક્યા છે. જ્યારે તમે દર્દમાં હોવ ત્યારે રાહત માટે તમને પેઈન કીલર લેવાનો વિચાર આવે છે, આવું ક્યારેક ક્યારેક કરવું એ હાનિકારક નથી, ઠીક છે. પરંતુ રોજબરોજ પેઈન કીલરનો ઉપયોગ કરવો તમારી કિડની ખરાબ કરી શકે છે.

મને પણ આ વસ્તુ ની ખબર ન હતી ને કદાચ તમને પણ ખબર નહીં હોય કે કીડનીની બીમારી એક સાઇલેન્ટ કિલર છે જેને કિડનીની બીમારી હોય અને શરૂઆતના સ્ટેજમાં ભાગ્યે જ ખબર પડે છે. અને જ્યારે ખબર પડે છે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે.

જે જોકર ના નામથી મશહૂર છે અને એક્ટિંગનો એક સમયનો બેતાજ બાદશાહ એટલે હેથ લેજર નું મોત પણ પેઇનકિલરના ઓવરડોઝના કારણે થયુ હતુ. અમેરિકાના એક સર્વે મુજબ પ્રિસ્ક્રિપ્શનમાં લગભગ ૨૦ લાખ અમેરિકીઓને પેઇનકિલર આધારિત દવાઓ લખાતી હતી.

વિચારવામાં આવે તો દર્દી ત્યારે જ આ દવાનો શિકાર બને છે જ્યારે જ્યારે ડૉક્ટર તેને આ દવા વારંવાર લેવાનું સૂચવે છે. 1980 માં આવી દવાઓ ખાલી એવા જ લોકોને દેવાતી હતી કે જેઓ કેન્સરના દર્દી હોય કે પછી તેની સર્જરી કરવામાં આવી હોય. પરંતુ ૧૯૯૦ ના દશક પછી આ દવાઓને સામાન્ય રોગ માટે પણ પ્રિસ્ક્રિપ્શનમાં લખાવવા મંડાયી. અને સમય જતા આવી દવાઓ લખવાનો દર વધતો ગયો અને સાથે-સાથે પેઇન કિલરથી મરવા વાળા ઓની સંખ્યા પણ તેજી થી વધી રહી છે ખાલી અમેરિકામાં અંદાજે ૨૫૦૦૦ થી વધુ માણસોએ જાન ગુમાવી છે.

આ લોકોમાં ઘણા લોકો ડૉક્ટરે લખી આપેલી પેઇનકિલર દવાઓ લેતા હતા. તો ઘણા આવી જ કંઈક સમાન રાસાયણિક રચનાવાળા ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા. 2010 માં જ્યારે જનતા જાગૃત થઈ અને આ વસ્તુની ખબર પડી ત્યારે પેનકીલરોના 80% તો માત્ર અમેરિકામાં જ ખપી જતી હતી.

અને આપણા દેશમાં તો અમુક દવાઓ એવી પણ વેચાઈ રહી છે કે જે બીજા દેશમાં પ્રતિબંધિત છે અને ઉપર વાત કરી તે પ્રિન્સ લેતો એ દવા હેરોઇન કરતા પણ ૫૦ ગણી વધુ શક્તિશાળી હોય છે.

દેશમાં વારંવાર અવારનવાર હવે કિડનીના પેશન્ટ દર્દી વધતા જાય છે આનું એક કારણ પેઇનકિલર પણ છે કારણકે દર્દીઓમાં યુવાન વયના માણસો પણ સામેલ છે.

જો તમે ચાહતા હોવ તે આ માહિતી દરેક સુધી પહોંચવી જરૂરી છે તો આ નો વધુમાં વધુ શેર કરજો.

error: Content is Protected!