પાપ અને પુણ્યઃ મહાત્મા બુદ્ધ સાથે બનેલો આ પ્રસંગ ઘણુ શિખવી જાય છે, હમણાં જ વાંચો
એક વખત કોઈ એક ગામડામાં મહાત્મા બુદ્ધ નું આગમન થયું, જેમ જેમ ગ્રામજનોને ખબર પડવા લાગી કે ગામડામાં મહાત્મા બુદ્ધ આવ્યા છે. બધા લોકો વિચારમાં પડી ગયા કે આખરે તેઓને શું ભેટ કરવામાં આવે? આ બાજુ એક સામાન્ય માણસ રહેતો હતો, નામ એનું ભરત. તેને જોયું કે તેના ઘરની બહાર એક તળાવમાં મોસમ વગર એક કમળ ખીલ્યું છે. તેણે વિચાર્યું કે આજે તો મહાત્મા બુદ્ધ આવ્યા છે બધા લોકો ત્યાં જ ગયા હશે, આજે આપણું કામ ચાલે કે નહીં પરંતુ આજ આ ફૂલ વેચીને જ ગુજરાન ચલાવી લઈશ.
તે તળાવની અંદર ગયો ધીમે ધીમે કાદવ તો ગયો કાદવમાં જઈને ત્યાંથી કમળનું ફૂલ લઈને આવ્યો, પછી કમળના ફૂલને સરસ મજાનું સજાવીને કેળાના પાંદડામાં રાખી દીધું.
કમળ પહેલેથી જ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું એવામાં બે-ત્રણ પાણીના ટીપા તેની ઉપર પડ્યા તે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.
થોડીવારમાં એક શેઠ તે માણસ પાસે આવ્યા અને આવીને તરત જ કહ્યું શું તને આ ફૂલ વહેંચવાની ઇચ્છા છે? હું તને અને બદલામાં બે ચાંદીના સિક્કા આપી શકું છું. ભરત તો આશ્ચર્યમાં પડી ગયો કે આ ફૂલને કશી કિંમત નથી અને આજે આ ફૂલ ના બદલામાં કોઈ બે ચાંદીના સિક્કા આપવા તૈયાર થઈ ગયું.
એટલામાં નગરશેઠ આવ્યા અને તેણે ભરતને કહ્યું ભાઈ ફૂલ તો ખૂબ જ સારું છે આ ફૂલ મને આપી દે. હું તને આ ફૂલ ના બદલામાં દસ ચાંદીના સિક્કા આપીશ. ભરતે વિચાર્યું આટલું બધું કિમતી છે આ ફુલ! નગરશેઠે મોતીને વિચારમાં પડેલા જોઈ અને કહ્યું જો તને દસ સિક્કા ઓછા લાગતા હોય તો હું તને વધુ પણ આપી શકું છું. માણસ એ પૂછ્યું શું ખૂબ જ કીમતી છે આ ફુલ? નગરશેઠે જવાબ આપતા કહ્યું મારી ઇચ્છા એવી છે કે આ ફૂલને મહાત્મા બુદ્ધના ચરણોમાં ચડાવવામાં આવે એટલે હું તને આટલી કિંમત આપવા તૈયાર થયો છું.
થોડી જ વારમાં ત્યાં ત્યાંના મંત્રી આવ્યા અને પૂછ્યું શું વાત છે? શેના માટે આટલી ભીડ થઈ છે? અને હજુ તો ત્યાં ઊભા રહેલા લોકો કંઈ જણાવે તે પહેલા તે મંત્રી નું ધ્યાન એ તરફ ગયું અને ફૂલ ભરતના હાથમાં હતું એટલે ભરત ને કહ્યું શું તો આ ફુલ વેચવા માંગે છે? હું તને આના સો ચાંદીના સિક્કા આપી શકીશ હું આ ફૂલને બુદ્ધને ભેટ કરવા માંગુ છું.
થોડા સમય પછી આ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ રાજાએ પણ વાત સાંભળીને તરત જ ભરત ને બોલાવ્યો અને ફૂલ ને જોઈ ને કહ્યું આ માણસને મારા તરફથી 1000 ચાંદીના સિક્કા ભેટમાં આપી દો, હું આ ફૂલ લેવા માંગું છું.
ભરત એ નમ્રતા સાથે રાજાને કહ્યું કે તમે આ ફુલ લઈ જશો ત્યારે જ્યારે હું વેંચીશ. હવે રાજા કહે છે કે કેમ નહીં વેચે? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ભરતે જવાબ આપ્યો કે જ્યારે બધા લોકો મહાત્મા બુદ્ધના ચરણોમાં કંઈ ને કંઈ ભેટ કરવા માટે જઈ રહ્યા છે તો આ ગરીબ તરફથી આજે મહાત્મા બુદ્ધના ચરણોમાં આ ફુલ ભેંટ તરીકે ધરવામાં આવશે.
રાજાએ કહ્યું, જોઈ લે, ૧૦૦૦ ચાંદીના સિક્કાઓમાં તારી પેઢી તરી શકે છે. માણસ એ કહયું મેં તો આજ સુધી રાજાઓની સંપત્તિમાંથી કોઈને કરતા નથી જોયા. પરંતુ મહાપુરુષો ના આશીર્વાદથી લોકોને તરતા જરૂર જોયા છે.
રાજા હસવા લાગ્યા અને કહ્યું તારી વાત મા તો દમ છે, હશે તારી મરજી. તુ જ ભેટ કરી લે. હવે રાજા તો એ બગીચામાં જતા રહ્યા જ્યાં મહાત્મા બુદ્ધ રહી રહ્યા હતા. અને ટૂંક સમયમાં જ મહાત્મા બુદ્ધના કાન સુધી પણ આ ચર્ચા પહોંચી ગઈ કે આજે કોઇ ગરીબ તેના ચરણોમાં કમળનું ફૂલ લઈને આવી રહ્યો છે. જે ફૂલ ની કિંમત તો ઘણી લાગી પરંતુ તેણે કોઈને આપ્યું નહીં.
જેવો ભરત ફૂલ લઈને મહાત્મા બુદ્ધ પાસે પહોંચ્યો તો તેના શિષ્યોએ કહ્યું કે ભરત આવી ગયો છે, લોકો સામેથી દૂર હટી ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મહાત્મા બુદ્ધે તેની સામે ખૂબ જ પ્રેમથી જોયું, ભરત જેવો ફૂલ લઈને મહાત્મા બુદ્ધ સુધી પહોંચ્યો કે તરત જ તેની આંખોમાં આંસુ આવી ગયા. પહેલેથી જ કમળ માં પાણીના ટીપાં પડ્યા હતા એવામાં તેના આંસુ સ્વરૂપે બીજા ટીપા પણ કમળ ઉપર વરસી ગયા. રડતા રડતા તેણે કહ્યું બધા લોકોએ તમને ખૂબ જ કીમતી વસ્તુઓ તમારા ચરણોમાં ભેટ ધરી હશે, પરંતુ આ ગરીબ પાસે આ કમળનું ફૂલ અને મારી જિંદગીમાં જેટલા પાપ કર્યા છે તે પાપ આજે અશ્રુ સ્વરૂપે આંખમાં પડ્યા છે. તેને આજે તમારા ચરણોમાં ચઢાવવામાં આવ્યો છું., મારા આ ફૂલની સાથે મારા અશ્રુઓ નો પણ સ્વીકાર કરો. આટલું કહીને તેણે મહાત્મા બુદ્ધ ના ચરણોમાં ફુલ રાખી દીધું અને ઘુટણ ના ટેકે બેસી ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મહાત્મા બુદ્ધે તેના એક શિષ્યને બોલાવ્યો અને કહ્યું તું આ બધું જોઈ રહ્યો છે ને. હજારો વર્ષમાં પણ કોઈ રાજા આટલું પુણ્ય નથી કમાઈ શક્યો જેટલું આ ગરીબ ભરતે આજે એક પળમાં જ કમાઈ લીધું. આનુ પુણ્ય શ્રેષ્ઠ થઈ ગયું. આજે બધા રાજાઓ ના મુગટ હારી ગયા અને ગરીબ નું ફુલ જીતી ગયું. આને માત્ર ફૂલ ના સમજતા, આ ફૂલમાં શ્રદ્ધાઓ નો ખજાનો છુપાયેલો પડ્યો છે.
મહાત્મા ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે જો તમે કોઈ બીજા માટે દિવો પ્રગટાવ્યો હતો તે દિવસ તમારા રસ્તાને પણ પ્રકાશિત કરશે. સત્યના રસ્તા ઉપર માણસ માત્ર બે જ ભૂલ કરી શકે છે એક તો આખો સફર ન પૂરો કરવાની અને બીજી કે આ સફરની શરૂઆત જ નહીં કરવાની.
આ પ્રેરણાદાયક પ્રસંગ ગમ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં પ્રતિભાવ પણ આપજો.