સફળ થવાની કોઈ ઉંમર નથી હોતી. સપના પૂરા કરવાની હિંમત હોય અને ટેલેન્ટ હોય તો તમને સફળતા મળી ને જ રહે છે. આ વાક્યને ૨૩ વર્ષના રાકેશ અગ્રવાલે સાબિત કરીને બતાવ્યું.
કોણ છે રિતેશ અગ્રવાલ?
ઓયો રુમ્સ એ નામ તો તમે સાંભળ્યું જ હશે. આ કંપનીના ફાઉન્ડર છે. રિતેશ અગ્રવાલ તે યુવા પેઢી માટે એક પ્રેરણા સમાન છે. ઓયો રુમ્સ એ દરેક યાત્રીઓને સૌથી સારો અને સૌથી સસ્તો રુમ મેળવવામાં મદદ કરે છે. અને જેમાં તે કોઈ એડ-ઓન ખર્ચો પણ લેતું નથી.
કેવી રીતે શરૂ થઈ રિતેશ અગ્રવાલ ની યાત્રા?
૧૬ નવેમ્બર ૧૯૯૩ માં ઓડિશાના એક જિલ્લામાં એનો જન્મ થયો હતો. રીતેશે પોતાની સ્કુલ ઓડિશાના રાયગઢમાંથી જ પૂરી કરી.