સીમ કાર્ડ વેચવાવાળો નાનકડી ઉંમરમાં બની ગયો હતો છ હજાર કરોડ રૂપિયાનો માલિક

રીતેશને બેસી રહીને જ સફળતા મળી નથી. જેના માટે રીતે ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો છે.

સ્કૂલ પુરી થયા બાદ રીતેશની ઇચ્છા આઈઆઈટીમાં દાખલ થવાની હતી. જેના માટે તે રાજસ્થાનના કોટામાં ભણવા માટે આવી ગયો. પરંતુ એણે 17 વર્ષની ઉંમરમાં એન્જિનિયરિંગનું મૂકી દીધું અને ઓયો ની સ્થાપના કરી.

ઓયો રુમ્સ ની સ્થાપના એણે એકલાએ જ કરી હતી. એક મીડીયા ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યુ હતું કે શરૂઆતના દિવસોમાં જેની પાસે ભાડા પાડવાના પણ પૈસા બચ્યા નહોતા. અને ઘણી રાતો તેણે સીડીઓ પર પણ વિતાવી હતી. અને અમુક મીડિયા રિપોર્ટસના અનુસાર રિતેશે સીમકાર્ડ પણ વેચ્યા હતા.

કઈ રીતે આવ્યો ઓયો રુમ્સ બનાવવાનો વિચાર

રીતેશને ફરવું અને એડવેન્ચર ટ્રાવેલિંગ કરવું ખૂબ જ ગમે છે. ટ્રાવેલીંગ કરતી વખતે એને જાણવા મળ્યું છે ઓછા ભાવમાં સારી સુવિધા મળવી અને સારા રુમ્સ માટે એને સમસ્યા થઈ રહી હતી. આથી 17 વર્ષની ઉંમરમાં એને ઓરાવેલ નામની કંપની શરૂ કરી. જે બાદમાં ઓયો રુમ્સ સાથે જોડાઈ ગઈ એને હોટલમાં ઓછા પૈસા વાળા રુમ ની સમસ્યાને જડથી મિટાવવા માટે ઓયો રુમ્સ ને લોન્ચ કર્યું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel