નણંદ આવવાની હોવાથી સાસુએ વહુને રક્ષાબંધન કરવા પિયર જવાની ના પાડી, પરંતુ નણંદે આવીને એવું કર્યું કે વહુ ના આંખમાંથી…

મમતાના લગ્ન થયાને ચાર વર્ષ થઇ ચુક્યા હતા, મમતાને તેના સાસુ સાથે અવારનવાર નાનીમોટી વાતમાં બોલાચાલી થઈ જતી પરંતુ અંતે બંને સાસુ વહુ હળીમળીને સાથે રહેતા.

મમતા ના પતિ મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતા હતા અને સવારના આઠ વાગ્યે ઘરેથી ટિફિન લઈને નીકળી ગયા હોય તો સીધા સાંજે ઘરે આવે. મમતાને એક દીકરી પણ હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડા દિવસોમાં જ રક્ષાબંધનનો તહેવાર નજીક હોવાથી મમતા વિચારી રહી હતી કે પોતે પિયરમાં રાખડી બાંધવા જાય અને જો અનુકુળતા હોય તો પિયરમાં થોડા દિવસ રોકાશે પણ ખરી, આવું તેને વિચાર્યું હતું જોકે હજુ કોઈને વાત નહોતી કરી માત્ર પોતાના પૂરતું જ રાખ્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

માતા સાથે પણ ફોનમાં વાતો થતી પરંતુ રોકાવા આવવાની વાત હજુ તેને માતા સાથે પણ કરી નહોતી. સાંજે દરરોજની જેમ મમતા ના પતિ ઘરે આવ્યા ત્યાર પછી બંનેએ સાથે ડિનર લીધું અને વિકેન્ડ હોવાથી બંને લોકો ફરવા જવાના હતા.

બંને તેની દીકરી સાથે ફરવા નીકળ્યા, એક પછી એક બધી રાઇડ્સમાં દીકરીને બેસવું ખૂબ જ ગમતું માટે દરેક રાઇડ્સમાં તેને બેસાડીને વીક એન્ડ એન્જોય કરી ને ઘરે આવ્યા.

જોતજોતામાં બે દિવસો વિકેન્ડ ના પસાર થઈ ગયા અને ફરી પાછા સોમવારે મમતા ના પતિ સવારે ટીફીન લઇને ઓફીસ જવા નીકળી ગયા. મમતા ના સસરા પણ પોતાની દુકાને જતા રહ્યા.

અને મમતા તેમજ તેનાં સાસુ અને તેની દીકરી એમ ત્રણ જણા ઘરે હતા, મમતાને અચાનક વિચાર આવ્યો કે રક્ષાબંધન ને હવે ચાર પાંચ દિવસની વાર છે તો પોતે જે વિચાર્યું છે તે પ્રમાણે સાચું ને પૂછી જુએ.

એમ નક્કી કરીને તેને તેના સાસુ ને પૂછ્યું મમ્મી આ વખતે રક્ષાબંધન મા પિયર જઈ આવું? અને જો ત્યાં અનુકુળતા હોય તો મારે એક બે દિવસ રોકાવા ની ઈચ્છા છે કારણ કે હમણાં ઘણા સમયથી હું પિયરમાં જઈ નથી શકી.

સાસુ એ વહુ ની બધી વાત સાંભળી લીધી પછી તેને થોડું મોઢું બગાડીને કહ્યું જો તું રક્ષાબંધન ઉપર તારા પિયર જતી રહેશે તો તારી નણંદો આવશે તેનું જમવાનું કોણ બનાવશે? વર્ષમાં તેઓ માત્ર એક બે વખત જ આવતા હોય છે અને હું ત્યારે પણ તેઓ ને આરામ નહીં મળે?

મમતાએ કહ્યું ભલે મમ્મી તમે કહો તેમ, જો એવું હોય તો હું રક્ષાબંધન ઉપર પિયર નહીં જાઉં.

મમતાને તેની માતાએ પહેલેથી આપેલા સંસ્કાર માં જણાવ્યું હતું કે લગ્ન પછી જો કોઈપણ દિવસ પિયરમાં આવવાનું મન થાય અને સાસુને પૂછવામાં આવે તેમજ અનુકૂળતા ન હોય તો સૌ પ્રથમ આપણે આપણા ઘરનું જોવાનું એટલે કે હવે તારું ઘર તારું પિયર નહીં પરંતુ તારું સાસરું છે. તારે એ ઘરનું સૌથી પહેલાં વિચારવાનું.

સાસુ ની વાત સાંભળીને મમતાએ એવું જ કર્યું તેની નણંદો આવવાની હોવાથી પોતે પિયર જવાનું કેન્સલ કરી નાખ્યું અને રાખડી પોસ્ટ માં મોકલાવી દીધી.

મમતા નું પિયર બહારગામ હોવાથી આની પહેલા પણ રાખડી તેને મોકલી હતી, રાખડી મોકલે ત્યારે સાથે તેમાં ચિઠ્ઠી પણ મોકલતી જેમાં લખતી કે રાખડી મળે એટલે મને ફોન કરજો.

આ વખતે રાખડી મળી એટલે તરત જ તેની માતા નો ફોન આવ્યો અને કહ્યું અરે બેટા તારી રાખડી મળી ગઈ છે, પરંતુ જો શક્ય હોય તો આ રક્ષાબંધન કરવા માટે અહીં આવજે. ઘણા સમયથી તારા ભાઈ ને મળી નથી તો એ પણ મળી જશે. પરંતુ મમતાએ કહ્યું આ વખતે નહીં આવી શકું કારણકે અમારી ઘરે નણંદ રોકાવા આવવાના છે.

મમતાએ ભાઈ ભાભી ની તબિયત વિશે પૂછ્યું ત્યારે માતાએ કહ્યું તારો ભાઈ તો નોકરીએ ગયો છે, એ હમણાં આવી જશે. પરંતુ તારા ભાભી અહીં નથી. મમતાને આશ્ચર્ય થયું કે ભાભી ત્યાં નથી તો ક્યાં છે, એટલે તેના માતા એ જવાબ આપતા કહ્યું ભાભી તેના પિયર રક્ષાબંધન કરવા માટે ગયા છે.

મમતા ની માતા એ ભાભીને રક્ષાબંધન કરવા જવાની ના નહીં પાડી હોય એ મમતા તરત જ સમજી ગઈ, તેની આંખનો ખૂણો ભીનો થઈ ગયો એ વિચારીને કે રક્ષાબંધન ઉપર તેને પિયર જવું હતું અને જવા ન મળ્યું.

બીજા દિવસે રક્ષાબંધન હોવાથી આજે રાત્રે જ તેના નણંદ આવવાના હતા, મમતાના નણંદ આવવાના હોવાથી તેઓ માટે અવનવી વાનગીઓ બનાવવાની હતી એટલે સાસુ વહુ બંને રસોડામાં જ વ્યસ્ત હતી.

રાતનો સમય થયો અને દરવાજે કોઈ આવ્યું જઈને જોયું તો મમતાની બંને નણંદો આવી હતી. બધાએ સાથે ડિનર કર્યું પછી મમતા, તેનો પતિ, સાસુ સસરા અને નણંદ તેમજ તેના બાળકો બધા લોકો સાથે બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા.

એક નણંદ ઉભા થઈને રૂમમાં ગયા અને મમતા ને બોલાવ્યા મમતા અંદર ગઈ એટલે તેને નણંદે પૂછ્યું ભાભી આવતીકાલે રક્ષાબંધન છે તો તમે તમારા પિયર નથી જવાના? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મમતાએ તેની સાસુ સાથે થયેલી વાત જણાવી અને કહ્યું, તમને અગવડતા ન પડે એટલા માટે હું અહીં રોકાઈ છું. તરત જ તેના નણંદે તેને કહ્યું અરે ભાભી અમારે જેમ રક્ષાબંધન છે તેમ તમારે પણ તો રક્ષાબંધન છે, તમે તમારા ભાઈને વિના સંકોચે રાખડી બાંધી આવો. મમ્મીને હું કહી દઉં છું.

એમ કહીને નણંદે ફટાફટ મોબાઈલ માંથી બીજા દિવસે રક્ષાબંધનના વહેલી સવારની મમતા ની ટિકિટ બુક કરી આપી અને કહ્યું ભાભી તમે જરા પણ ચિંતા નહીં કરતા હું મમ્મીને કહી દઈશ.

નણંદ ભાભી બંને એકબીજાને ભેટી પડ્યા, મમતા ના આંખમાંથી આંસુ નીકળ્યું જે તેની નણંદ ના પીઠ પર પડતા જ નણંદ સમજી ગઈ કે તેના ભાભી કેટલા રાજી થઈ ગયા છે. બહાર નીકળીને નણંદે તેની માતાને પણ સમજાવી કે ભાભી પણ કોઈના દીકરી છે જેને ઘરે જવાનો પુરેપુરો હક હોવો જોઈએ.

હકીકતમાં આપણા સમાજમાં સ્ત્રીઓનો વ્યવહાર બે બાજુ નો થઈ ગયો છે, કારણકે જે ઘરમાં સમજદાર સ્ત્રીઓ હોય ત્યાં આવું નથી થતું. ઘણી જગ્યાએ સ્ત્રીઓ વચ્ચે સંબંધ તો એક જ છે પરંતુ અલગ અલગ જગ્યાએ તેનું મહત્વ બદલી જાય છે. આપણે સમજવાની જરૂર છે કે આપણી વહુ એ કોઈની દીકરી પણ છે અને આપણી દીકરીએ કોઈ ની વહુ પણ છે. અને સ્ત્રીઓ માટે તમારી નણંદ તમારા પતિની બહેન છે અને તમે પણ કોઈની નણંદ છો એટલા માટે જે પોતે ઈચ્છતા હોઈએ એવો વ્યવહાર બીજા સાથે પણ કરવો જોઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team