નણંદ આવવાની હોવાથી સાસુએ વહુને રક્ષાબંધન કરવા પિયર જવાની ના પાડી, પરંતુ નણંદે આવીને એવું કર્યું કે વહુ ના આંખમાંથી…

મમતા નું પિયર બહારગામ હોવાથી આની પહેલા પણ રાખડી તેને મોકલી હતી, રાખડી મોકલે ત્યારે સાથે તેમાં ચિઠ્ઠી પણ મોકલતી જેમાં લખતી કે રાખડી મળે એટલે મને ફોન કરજો.

આ વખતે રાખડી મળી એટલે તરત જ તેની માતા નો ફોન આવ્યો અને કહ્યું અરે બેટા તારી રાખડી મળી ગઈ છે, પરંતુ જો શક્ય હોય તો આ રક્ષાબંધન કરવા માટે અહીં આવજે. ઘણા સમયથી તારા ભાઈ ને મળી નથી તો એ પણ મળી જશે. પરંતુ મમતાએ કહ્યું આ વખતે નહીં આવી શકું કારણકે અમારી ઘરે નણંદ રોકાવા આવવાના છે.

મમતાએ ભાઈ ભાભી ની તબિયત વિશે પૂછ્યું ત્યારે માતાએ કહ્યું તારો ભાઈ તો નોકરીએ ગયો છે, એ હમણાં આવી જશે. પરંતુ તારા ભાભી અહીં નથી. મમતાને આશ્ચર્ય થયું કે ભાભી ત્યાં નથી તો ક્યાં છે, એટલે તેના માતા એ જવાબ આપતા કહ્યું ભાભી તેના પિયર રક્ષાબંધન કરવા માટે ગયા છે.

મમતા ની માતા એ ભાભીને રક્ષાબંધન કરવા જવાની ના નહીં પાડી હોય એ મમતા તરત જ સમજી ગઈ, તેની આંખનો ખૂણો ભીનો થઈ ગયો એ વિચારીને કે રક્ષાબંધન ઉપર તેને પિયર જવું હતું અને જવા ન મળ્યું.

બીજા દિવસે રક્ષાબંધન હોવાથી આજે રાત્રે જ તેના નણંદ આવવાના હતા, મમતાના નણંદ આવવાના હોવાથી તેઓ માટે અવનવી વાનગીઓ બનાવવાની હતી એટલે સાસુ વહુ બંને રસોડામાં જ વ્યસ્ત હતી.

રાતનો સમય થયો અને દરવાજે કોઈ આવ્યું જઈને જોયું તો મમતાની બંને નણંદો આવી હતી. બધાએ સાથે ડિનર કર્યું પછી મમતા, તેનો પતિ, સાસુ સસરા અને નણંદ તેમજ તેના બાળકો બધા લોકો સાથે બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા.

એક નણંદ ઉભા થઈને રૂમમાં ગયા અને મમતા ને બોલાવ્યા મમતા અંદર ગઈ એટલે તેને નણંદે પૂછ્યું ભાભી આવતીકાલે રક્ષાબંધન છે તો તમે તમારા પિયર નથી જવાના?

મમતાએ તેની સાસુ સાથે થયેલી વાત જણાવી અને કહ્યું, તમને અગવડતા ન પડે એટલા માટે હું અહીં રોકાઈ છું. તરત જ તેના નણંદે તેને કહ્યું અરે ભાભી અમારે જેમ રક્ષાબંધન છે તેમ તમારે પણ તો રક્ષાબંધન છે, તમે તમારા ભાઈને વિના સંકોચે રાખડી બાંધી આવો. મમ્મીને હું કહી દઉં છું.

એમ કહીને નણંદે ફટાફટ મોબાઈલ માંથી બીજા દિવસે રક્ષાબંધનના વહેલી સવારની મમતા ની ટિકિટ બુક કરી આપી અને કહ્યું ભાભી તમે જરા પણ ચિંતા નહીં કરતા હું મમ્મીને કહી દઈશ.

નણંદ ભાભી બંને એકબીજાને ભેટી પડ્યા, મમતા ના આંખમાંથી આંસુ નીકળ્યું જે તેની નણંદ ના પીઠ પર પડતા જ નણંદ સમજી ગઈ કે તેના ભાભી કેટલા રાજી થઈ ગયા છે. બહાર નીકળીને નણંદે તેની માતાને પણ સમજાવી કે ભાભી પણ કોઈના દીકરી છે જેને ઘરે જવાનો પુરેપુરો હક હોવો જોઈએ.

હકીકતમાં આપણા સમાજમાં સ્ત્રીઓનો વ્યવહાર બે બાજુ નો થઈ ગયો છે, કારણકે જે ઘરમાં સમજદાર સ્ત્રીઓ હોય ત્યાં આવું નથી થતું. ઘણી જગ્યાએ સ્ત્રીઓ વચ્ચે સંબંધ તો એક જ છે પરંતુ અલગ અલગ જગ્યાએ તેનું મહત્વ બદલી જાય છે. આપણે સમજવાની જરૂર છે કે આપણી વહુ એ કોઈની દીકરી પણ છે અને આપણી દીકરીએ કોઈ ની વહુ પણ છે. અને સ્ત્રીઓ માટે તમારી નણંદ તમારા પતિની બહેન છે અને તમે પણ કોઈની નણંદ છો એટલા માટે જે પોતે ઈચ્છતા હોઈએ એવો વ્યવહાર બીજા સાથે પણ કરવો જોઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel