નાનાભાઈએ પોતાનું મકાન કરી લીધું અને મોટાભાઈ પાસે દીકરીના લગ્નના પૈસા નહોતા, મકાનના વાસ્તુ પૂજન માં મોટાભાઈને નાનાએ એવું કહ્યું કે મોટાભાઈના આંખમાંથી…
અમિત પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના નાનાભાઈનો ફોન આવ્યો, અને બધા ની તબિયત પૂછતાં કહ્યું કે આ રવિવારે આપણા મકાન નું વાસ્તુ પૂજન રાખેલું છે. અને તમારે બધા ને ચોક્કસ હાજરી આપવાની છે.
ત્યારે અમિતે કહ્યું કે તે નવું ભાડા નું મકાન લીધું એમાં વળી વાસ્તુપૂજન સેનું હોય ત્યારે નાનાભાઈ મૌલિકે કહ્યું કે આપણે ભાડા નું નહિ આપણું પોતાનું ઘર નું ઘર લીધું છે અને તમારે બધા ને પહોંચી જવા નું છે. મૌલિકે આટલું કહી અને વાત પુરી કરી અને ફોન કટ કરી નાખ્યો.
ફોન પત્યા પછી અમિત નું મગજ ફરવા લાગ્યું મૌલિકે પોતાનું ઘર નું ઘર લઇ લીધું, અને મને હવે જયારે વાસ્તુપૂજન છે, ત્યારે મને કહે છે. અત્યાર સુધી કઈ ખબર પણ પડવા ન દીધી. આમ વિચારતો વિચારતો અમિત જૂની યાદો માં ખોવાઈ જાય છે, તેના માતા પિતા નું એક જ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
થોડા સમય માં અમિત ના લગ્ન થયા હતા, પણ નાનો ભાઈ મૌલિક નો ઉચ્ચ અભ્યાસ ચાલતો હોય પોતે પોતાનું સંતાન નો પણ વિચાર નહોતો કર્યો. કારણ કે ઘર નો ખર્ચ વધી જાય તો તેની સીધી અસર નાનાભાઈ મૌલિક ના અભ્યાસ ઉપર પડે.
અમિત એક ખાનગી ઓફિસ માં ક્લાર્ક ની નોકરી કરતો હતો, અને પોતાના પગાર નો મોટો હિસ્સો ઘરના ભાડા, ભાઈ ના અભ્યાસ, અને જીવન જરૂરી ચીજ વસ્તુ માં થઇ જતો. જેથી જીવન માં મોજ શોખ ને સ્થાન મળે તેવી શક્યતા હતી જ નહિ.
મૌલિક નો અભ્યાસ પૂર્ણ થતા તેને એક સારી કંપની માં સારા હોદ્દા ઉપર સર્વિસ મળી ગઈ, અને લગ્ન પણ થઇ ગયા. ભાડા ના મકાન માં જગ્યા નો અભાવ હોવાથી મૌલિક અને તેની પત્ની બીજા મકાન માં ભાડે રહેવા ગયા.
અમિત આ બધું જોઈ ને રાજી પણ થતો. એમ વિચારીને કે આપણે ભલે ભોગ દેવો પડ્યો પણ મૌલિક ને સારી નોકરી મળી ગઈ. અને લગ્ન પણ થઇ ગયા. અને પોતાની જાત ઉપર ઉભો રહી શકે એટલો હોશિયાર થઇ ગયો. થોડા સમય પછી અમિત ને ત્યાં પણ એક દીકરી નો જન્મ થયો હતો.
સાંજે નોકરી એ થી છૂટી ને ઘરે જઈને અમિતે પત્ની ને વાત કહી કે મૌલિક નો ફોન હતો, અને આ રવિવારે મકાન નું વાસ્તુપૂજન છે. અને આપણે ત્યાં જવાનું છે, ત્યારે તેની પત્ની ને પણ લાગી આવ્યું કે મૌલિકભાઈ માટે આપણે શું નથી કર્યું.
તેના અભ્યાસ ના ખર્ચ માટે થઇ ને આપણે કોઈ દિવસ મોજ શોખ નથી કર્યા, કેટલો ભોગ દીધો છે, તેમ છતાં પોતે મકાન લીધું, તેની અગાઉ થી આપણને જાણ પણ કરી નહિ… મૌલિકભાઈ એ મકાન લીધું એ સાંભળી ને મને બહુ સારું લાગ્યું, પણ સાથે સાથે એ વાત નું દુઃખ પણ છે કે તેને આપણને પોતાના ગણ્યા નહિ. અને કઈ વાત પણ કરી નહિ. અને હવે સીધું વાસ્તુપૂજન નું આમંત્રણ આપે છે.
રવિવારે સવારે તૈયાર થાય છે ત્યાં ઘર ની બહાર એક મોટી મોટર આવી અને ઉભી રહે છે અને ડ્રાઈવર ઘર માં આવી અને કહે છે કે મૌલિક સાહેબે મને મોકલ્યો છે, તમને તેડવા માટે તો હું બહાર રાહ જોવું છું તમે તૈયાર થઇ ને આવો. એટલે નવા માકને જઈએ.
બધા તૈયાર થઇ ને મોટર માં બેસે છે અને મૌલિક ના નવા મકાને જાય છે, નવા મકાને આવતા જ અમિત અને તેની પત્ની તો જોતા જ રહી ગયા, એટલું સરસ મકાન બનાવ્યું હતું. અને બહાર થી જેટલું સુંદર હતું. તેના થી પણ અંદર વધુ સુંદર હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
દરેક જાત ની સગવડતા, સુખ સુવિધા નું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મૌલિક તેના ભાઈ ભાભીને મળ્યો પગે લાગ્યો અને ભાઈ ભાભી ને આખું મકાન બતાવ્યું, પણ તે મકાનમાં એક સરખા બે ભાગ હતા. એ જોઈને અમિતે વિચાર્યું કે મૌલિકે અત્યાર થી બાળકો માટે પણ સગવડતા કરી નાખી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આખું મકાન જોઈ ને મન માં ને મન માં વિચાર્યું કે લગભગ આવું વૈભવી મકાન બનાવવા ત્રણ કરોડ રૂપિયા નો ખર્ચ થાય. ત્યારે આટલી સગવડતા વાળું મકાન બની શકે, મૌલિકે સારી પ્રગતિ કરી અને હું મારી દીકરી ના લગ્ન માટે હજુ બચત કરવા ની શરૂઆત પણ નથી કરી શક્યો.
મકાન જોઈ ને નીચે આવી રહ્યા હતા ત્યાં જ પૂજન કરાવી રહેલા મહારાજે અવાજ કર્યો કે હવન નો સમય થઇ ગયો છે. અને મકાન ના મલિક હવન માં બેસવા માટે આવી જાઓ, ત્યારે મૌલિકે મોટાભાઈ અમિત ને કહ્યું કે હવન માં તમારે બેસવાનું છે.
ત્યારે અમિતે કહ્યું કે મકાન નો માલિક તો તું છે પછી મને કેમ બેસાડે છે? ત્યારે મૌલિકે કહ્યું કે મોટાભાઈ આજે હું જે પણ છું, તેમાં સૌથી વધારે ભોગ તમારો અને ભાભી નો છે. અને તમારા કારણે જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. અત્યાર સુધી તમે અને હું બંને ભાડા ના મકાન માં જ રહેતા આવ્યા છીએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તમે જોયું તેમ આ મકાન માં હું એકલો રહેવાનો નથી અડધા મકાન માં હું અને અડધા માં તમારા માટે ની વ્યવસ્થા કરાવેલી છે, અને આ મકાન મારુ નહિ પણ તમારું જ છે. હવન માં બેઠેલા મોટાભાઈ ની આંખ માંથી સતત આસું નીકળી રહ્યા હતા.
પણ કોઈ મહેમાન ને એ ખબર ના પડી કે આ આંસુ શું કામ આવે છે, પણ બધા ને એમ લાગ્યું કે આ હવન ના ધુમાડા ના આંસુ છે, હવન પૂરો થતા મૌલિકે મોટાભાઈ અમિત ને કહ્યું કે તમે જેવી રીતે મને રાખ્યો છે. એવી જ રીતે હું આ દીકરી ને ભણાવી ગણાવી ને પરણાવવા સુધી ની બધી જવાબદારી મારી ઉપર લઉં છું, અને હવે તમે અને ભાભી અહીંયા રહો અને જલસા કરો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.