નાનાભાઈએ પોતાનું મકાન કરી લીધું અને મોટાભાઈ પાસે દીકરીના લગ્નના પૈસા નહોતા, મકાનના વાસ્તુ પૂજન માં મોટાભાઈને નાનાએ એવું કહ્યું કે મોટાભાઈના આંખમાંથી…

રવિવારે સવારે તૈયાર થાય છે ત્યાં ઘર ની બહાર એક મોટી મોટર આવી અને ઉભી રહે છે અને ડ્રાઈવર ઘર માં આવી અને કહે છે કે મૌલિક સાહેબે મને મોકલ્યો છે, તમને તેડવા માટે તો હું બહાર રાહ જોવું છું તમે તૈયાર થઇ ને આવો. એટલે નવા માકને જઈએ.

બધા તૈયાર થઇ ને મોટર માં બેસે છે અને મૌલિક ના નવા મકાને જાય છે, નવા મકાને આવતા જ અમિત અને તેની પત્ની તો જોતા જ રહી ગયા, એટલું સરસ મકાન બનાવ્યું હતું. અને બહાર થી જેટલું સુંદર હતું. તેના થી પણ અંદર વધુ સુંદર હતું.

દરેક જાત ની સગવડતા, સુખ સુવિધા નું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મૌલિક તેના ભાઈ ભાભીને મળ્યો પગે લાગ્યો અને ભાઈ ભાભી ને આખું મકાન બતાવ્યું, પણ તે મકાનમાં એક સરખા બે ભાગ હતા. એ જોઈને અમિતે વિચાર્યું કે મૌલિકે અત્યાર થી બાળકો માટે પણ સગવડતા કરી નાખી.

આખું મકાન જોઈ ને મન માં ને મન માં વિચાર્યું કે લગભગ આવું વૈભવી મકાન બનાવવા ત્રણ કરોડ રૂપિયા નો ખર્ચ થાય. ત્યારે આટલી સગવડતા વાળું મકાન બની શકે, મૌલિકે સારી પ્રગતિ કરી અને હું મારી દીકરી ના લગ્ન માટે હજુ બચત કરવા ની શરૂઆત પણ નથી કરી શક્યો.

મકાન જોઈ ને નીચે આવી રહ્યા હતા ત્યાં જ પૂજન કરાવી રહેલા મહારાજે અવાજ કર્યો કે હવન નો સમય થઇ ગયો છે. અને મકાન ના મલિક હવન માં બેસવા માટે આવી જાઓ, ત્યારે મૌલિકે મોટાભાઈ અમિત ને કહ્યું કે હવન માં તમારે બેસવાનું છે.

ત્યારે અમિતે કહ્યું કે મકાન નો માલિક તો તું છે પછી મને કેમ બેસાડે છે? ત્યારે મૌલિકે કહ્યું કે મોટાભાઈ આજે હું જે પણ છું, તેમાં સૌથી વધારે ભોગ તમારો અને ભાભી નો છે. અને તમારા કારણે જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. અત્યાર સુધી તમે અને હું બંને ભાડા ના મકાન માં જ રહેતા આવ્યા છીએ.

તમે જોયું તેમ આ મકાન માં હું એકલો રહેવાનો નથી અડધા મકાન માં હું અને અડધા માં તમારા માટે ની વ્યવસ્થા કરાવેલી છે, અને આ મકાન મારુ નહિ પણ તમારું જ છે. હવન માં બેઠેલા મોટાભાઈ ની આંખ માંથી સતત આસું નીકળી રહ્યા હતા.

પણ કોઈ મહેમાન ને એ ખબર ના પડી કે આ આંસુ શું કામ આવે છે, પણ બધા ને એમ લાગ્યું કે આ હવન ના ધુમાડા ના આંસુ છે, હવન પૂરો થતા મૌલિકે મોટાભાઈ અમિત ને કહ્યું કે તમે જેવી રીતે મને રાખ્યો છે. એવી જ રીતે હું આ દીકરી ને ભણાવી ગણાવી ને પરણાવવા સુધી ની બધી જવાબદારી મારી ઉપર લઉં છું, અને હવે તમે અને ભાભી અહીંયા રહો અને જલસા કરો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel