ભાતના ઓસામણ ને ક્યારેય ન ફેંકો, આ 9 અદભુત ફાયદાઓ અચુક વાંચજો અને શેર કરજો

જો આપણે રસોડા ની એવી વાનગી ની વાત કરીએ કે જે લગભગ બધા ના ઘરે બનતી જ હોય તો તે છે ભાત. અને ગુજરાત સીવાય સાઉથ માં તો ભાત મુખ્ય વાનગી છે. ભાત ના ફાયદા-ગેરફાયદા વીશે બધા અલગ અલગ અભીપ્રાય આપે છે પણ આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ભાત નું ઓસામણ.

ભાતનું ઓસામણ એટલે શું?

લગભગ તો બધાને ખબર જ હશે પણ તેમ છતા હું જણાવી દઉ કે ભાત બનાવતી વખતે બચેલો સફેદ ઘટ્ટ પાણી એટલે ભાતનું ઓસામણ.

જાલો જાણીએ એના અદભુત ફાયદાઓ વીશે…

સ્કીન(ત્વચા) અને વાળ માટે : લગભગ બધી જ મહીલાઓ રસોઈ ને સ્વાદિષ્ટ બનાવાના ચક્કર માં રસોઈ થયા પછી પાછળ બચેલા અમુક સ્વાસ્થયવર્ધક તત્વો ને ફેંકી દે છે ઓસામણ પણ તેમના માંનુ એક છે. ભાતના ઓસામણ માં પ્રોટીન, વિટામીન અને મિનરલ હોય છે જે સ્વાસ્થ્ય ની સાથે સાથે તમારી ત્વચા અને વાળ માટે પણ ફાયદા કારક છે. આ તો હજી થયો એક ફાયદો બીજા ફાયદાઓ વાંચીને તમે બીજી વાર ભાત નું ઓસામણ ફેંકતા પહેલા બે વખત વીચારશો.

પેટ માટે : જે લોકોને વારંવાર પેટની સમસ્યા રહે છે તેવા કમજોર પેટ વાળા માણસો માટે આ ઓસામણ બહુ જ ફાયદાકારક છે. ભાતના ઓસામણ થી ખાવાનું પચાવામાં આસાની રહે છે. ભાત માં દુધ મીલાવીને ૨૦ મીનીટ ઢાકીને રાખી દો અને પછી ખાવ એના થી ઘણા ફાયદા થાય છે. આ સીવાય ઓસામણ ડાયેરીયા અને કબજીયાત જેવી ગંભીર બીમારીથી પણ રાહત આપે છે.

ઈન્સ્ટનટ એનર્જી : ભાતનું ઓસામણ ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. ઓસામણ પીવાથી શરીર માં તાજગી અને સ્ફુર્તી બની રહે છે. એમાં કર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધુ હોવાથી તમને તરત જ એનર્જી આપે છે. આથી જ્યારે પણ એનર્જી ઓછી થાય ત્યારે રેડબુલ પીવા કરતા ભાતનું ઓસામણ પીજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel