માતાના અવસાન પછી દીકરો અત્યંત શોકમાં રહેવા લાગ્યો, થોડા દિવસ પછી તેના પિતાએ તેને એવું કહ્યું કે…

ગણેશભાઈ શાસ્ત્રીજી જ્યારે જમવા માટે બેસતા ત્યારે પહેલો કોળિયો જેમાં બધી રસોઈ માંથી થોડું થોડું લઇ ને થાળી ફરતે ફેરવી ને થાળી માં એક જગ્યા એ મૂકી અને પછી બે હાથ જોડીને ભગવાન નો આભાર માની અને પછી જમવાનું ચાલુ કરતા. ત્યારે તેનો દીકરો વિચાર કરતો કે પિતાજી આવું શા માટે કરે છે?

ઘણા દિવસો સુધી જોયા કર્યું પછી એક દિવસ હિંમત કરી અને પિતાજી ને પૂછ્યું, કે તમે આવું શા માટે કરો છો? રોજ જમવા બેસો ત્યારે થાળી ને પ્રણામ કેમ કરો છો? ત્યારે તેના દીકરા ની નાની ઉંમર હતી એટલે ગણેશભાઈ તેની સામે જોઈ અને હસવા લાગ્યા… અને ફક્ત એટલું જ બોલ્યા કે ભગવાન નો ધન્યવાદ કરું છું.

અને આ ધન્યવાદ એટલા માટે કરું છું કે ભગવાન ના આશીર્વાદ થી આપણને જમવાનું મળ્યું. ત્યારે તેનો દીકરો બોલ્યો કે જમવાનું તો મમ્મી એ બનાવ્યું છે, તો તેમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવી ગયા? ગણેશભાઈ એ જવાબ આપતા કહ્યું કે બહુ જ સારી રસોઈ બનાવી છે. તારી માતા અહીં આવે એટલે તેના પાસેથી પણ ધન્યવાદ કરીશ.

પણ તેના દીકરાની ઉંમર નાની હોવાથી તે બધી વાત સમજી શક્યો નહિ, દીકરો મોટો થતા તેને નાનપણ ની આ અને આવી અનેક વાત તેના મન માં આવી જતી. અને તેના પર વિચાર કરતો રહેતો. જ્યારે તેની માતા ની તબિયત એકદમ લથડી ગઈ હતી.

અને અંતિમ ક્ષણો ગણી રહ્યા હતા, ત્યારે તેના પિતા ને નજીક બોલાવી અને કહ્યું કે મને એક તુલસી નું પાન અને ગંગાજળ આપો, તેના પિતાજી એ તુરંત જ તુલસી નું પાન અને એક ચમચી માં ગંગાજળ પીવડાવ્યું. ત્યારે તેની માતા હસી રહી હતી.

અને તેના પતિ નો બે હાથ જોડીને આભાર માન્યો, અને થોડીવાર માં જ તેના પ્રાણ ત્યજી દીધા હતા. ત્યારે પરિવાર ના બધા સભ્યો તેના પલંગ ની આજુ બાજુ માં હાજર હતા. તેની માતા એ જતા જતા પણ પિતાજી ના ધન્યવાદ કર્યા હતા.

એ ધન્યવાદ એટલા માટે હતા કે આખું જીવન તો સાથે નિભાવ્યું હતું, પણ અંતિમ દિવસો માં બીમારી ના કારણે તેના પતિ એ તેની ખુબ જ સેવા કરી હતી. માતા ના અવસાન પછી દીકરો ખુબ જ દુઃખી રહેવા લાગ્યો. ત્યારે તેના પિતાજી એ તેની પાસે બોલાવ્યો, અને બાજુ માં બેસાડી અને કહ્યું કે તારે આટલું બધું ઉદાસ રહેવું નહિ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel