માતાના અવસાન પછી દીકરો અત્યંત શોકમાં રહેવા લાગ્યો, થોડા દિવસ પછી તેના પિતાએ તેને એવું કહ્યું કે…

તારે એ પણ સમજવું જોઈએ કે તારી માતા આટલા વર્ષ તારી સાથે રહી, પણ મારા પિતાજી મારી ત્રણ વર્ષ ની ઉંમરમાં જ મને મૂકી અને ચાલ્યા ગયા હતા. આ જીવન માં ઘણી બધી વાત એવી છે કે જે આપણા હાથ માં નથી, તે બધું ભગવાન નક્કી કરે છે.

રામાયણમાં લખ્યું છે કે હાનિ, લાભ, જીવન, મરણ, જશ-અપ જશ વિધિ હાથ! એટલે કે જીવન માં આવતી નુકશાની, ફાયદો, માણસનો જન્મ થવો, કે મૃત્યુ થવું, કોઈ પણ કામ ની અંદર આપણને જશ મળે, કે અપજશ મળે, એ બધું ભગવાન ના હાથ માં છે. આ ઘટના માટે કોઈપણ કારણ નિમિત બની શકે છે.

એટલે કાયમ માટે દુઃખી રહેવાનું કોઈ કારણ નથી, અને ભગવાન ના નિર્ણય ને આપણે સ્વીકાર કરવો જ પડે છે. અને તેમાં પણ તેનો ધન્યવાદ કરવો જોઈએ. કારણ કે આપણા માટે આપણા કરતા તે વધારે વિચારી અને બધું નક્કી કરે છે.

તારી માતાને કેન્સર ની બીમારી હતી, અને હસતા-બોલતા ચાલ્યા ગયા, એ પણ ભગવાન નો આભાર માનવાનું એક કારણ છે કારણ કે માણસ કેન્સર ની પીડા થી દુઃખી થઇ ને સામેથી મોત માંગે તો પણ મળતું નથી. આપણને તેનો અફસોસ ભલે ગમે તેટલો થાય પણ તે તો દુઃખ ભોગવવા માંથી બચી ગયા.

અને હસતા હસતા છેલ્લા શ્વાસ લીધા. અને કહ્યું કે આપણા જીવન માં બનતી કોઈ પણ વસ્તુ માટે ભગવાન નો આભાર માનવો જોઈએ, અને આભાર માનવાનું શીખી જવું જોઈએ. ભગવાને આપણને એવી ઘણી બધી સુખ સગવડતા આપેલી છે. જે બીજા ઘણા બધા લોકો પાસે નથી જીવન બહુ જ આસાન થઇ જાય છે.

જ્યારે આપણને મળતી બધી વસ્તુ, બધા સુખ, પર આભાર માનવાનું શીખી જઈએ. ત્યારે નાની નાની ઘટનામાં પણ તમને ઘણી સારી વાત મળી જશે. નાની વાત માં પણ આભાર અને ધન્યવાદ આપવાની આદત પડી જશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel