માતાના અવસાન પછી વિદેશ રહેતા બંને દીકરાને પિતાએ ફોન કર્યો, નાનો દીકરો આવ્યો તો એને પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? તેને એવો જવાબ આપ્યો કે પિતા…

રસિકભાઈ અને તેની પત્ની બંને નિવૃત જીવનનો આનંદ માણી રહ્યા હતા, એક બાજુ નિવૃત્ત જીવન ની ખુશીઓ હતી પરંતુ સાથે સાથે થોડું દુઃખ પણ હતું. કારણકે તેના બંને સંતાનો વિદેશમાં રહેતા હતા. કોઈપણ માતા-પિતાને તેના સંતાનો સાથે રહેવું ગમતું હોય છે પરંતુ વિદેશમાં અનુકૂળ ન આવ્યું હોવાથી રસિકભાઈ અને તેની પત્ની ફરી પાછા ભારતમાં આવીને વસવાટ કરી રહ્યાં હતા.

રસિકભાઈ સરકારી નોકરી માંથી નિવૃત્ત થયા પછી લગભગ બીજી કોઈ પ્રવૃત્તિ નહોતા કરતા અને તેના પત્ની એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા હતાં, હાલ બંને નિવૃત્ત થઈ ચૂક્યા હતા. તેના બંને સંતાનોને નાનપણથી જ અત્યંત લાડકોડથી મોટા કર્યા હતા, બંને સંતાનોને ભણાવીને ડોક્ટર તેમજ એન્જિનિયર બનાવ્યા હતા.

બંને સંતાનો પાછળ ભણવામાં પણ લાખો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હતો, અને બન્નેના લગ્ન પણ અત્યંત ધામધૂમથી કર્યા હતા જેમાં પણ ખર્ચમાં કોઈ પ્રકારની ખામી નહોતી રાખી. બંને દીકરાઓ લગ્ન થયા પછી પત્ની સાથે વિદેશમાં જઇ સ્થાયી થઇ ગયા હતા.

અચાનક એક દિવસ રસિકભાઈ ના પત્નીની તબિયત બગડી ગઈ, સવારે રસિકભાઈ ને જેવી જાણ થઈ કે તરત જ તેઓ હોસ્પિટલમાં દોડી ગયા. તેના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સૌપ્રથમ રસિકભાઈ એ તેના બંને દીકરાઓને ફોન કરીને જણાવ્યું પરંતુ બંને દીકરાઓ નો જવાબ એક સરખો જ હતો.

બંને દીકરાઓ ના શબ્દ ભલે અલગ હતા પરંતુ જવાબ સરખો જ લાગ્યો બંને દિકરાઓએ જણાવ્યું કે પોતે પોતાના જીવનમાં વ્યસ્ત હોવાથી અત્યારે આવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો પૈસાની જરૂર હોય તો બંને દીકરાઓ મોકલી આપશે.

રસિકભાઈ આ ઉંમરે એકલા દરરોજ હોસ્પિટલ જાય, તેના પત્નીની સારવારની જાણકારી લે અને ફરી ઘરે આવે. ફરી હોસ્પિટલ જાય. થોડા દિવસો આવું ચાલતું રહ્યું પછી થોડા દિવસોની બીમારી પછી રસિકભાઈ ની પત્નીનું અવસાન થઈ ગયું.

રસિકભાઈ એ ફરી પાછો બંને દીકરા ને ફોન કર્યો અને જણાવ્યું કે તમારા માતાનું અવસાન થઈ ગયું છે એટલે હવે તમે તરત જ ભારત પાછા આવી જાઓ અને બને તેટલું જલ્દી આવજો. પછી આગળ ની વિધિ થઈ શકશે.

રસિકભાઈ એ અત્યંત દુઃખ સાથે બંને દીકરા સાથે વાત તો કરી લીધી પરંતુ દીકરા ની રાહમાં હવે પોતે બેઠા હતા અને એક દિવસ પછી તેનો નાનો દીકરો આવ્યો, રસિકભાઈ ને થયું કે હમણાં મોટો પણ સાથે આવતો હશે.

પરંતુ થોડા સમય પછી પણ મોટો દીકરો ન આવ્યો એટલે રસિકભાઈ ગુસ્સે થઈ ગયા અને નાના દીકરાને કહ્યું કે અગ્નિદાહ મોટા દીકરાને દેવાનો છે, તેને ગઈકાલે જ જાણ કરી હોવા છતાં તે કેમ હજુ આવ્યો નથી? પિતાનો ગુસ્સો જોઈ ને નાનો દીકરો પણ મૂંઝાઈ ગયો કે પિતાને શું જવાબ આપવો.

ફરી પાછું પિતાએ ગુસ્સે થઇ ને પૂછ્યું ત્યારે નાના દિકરાના મોઢામાંથી બોલાઈ ગયું કે તે બંને ભાઈ એવું નક્કી કર્યું હતું કે માતાનું અવસાન થયું છે ત્યારે નાનો દીકરો આવ્યો છે અને પિતાજી વખતે મોટો દીકરો આવી જશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel