માતાના અવસાન પછી વિદેશ રહેતા બંને દીકરાને પિતાએ ફોન કર્યો, નાનો દીકરો આવ્યો તો એને પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? તેને એવો જવાબ આપ્યો કે પિતા…

નાના દિકરાના મોઢેથી આવી વાત સાંભળીને રસિકભાઈ કશું બોલી ન શક્યા, જાણે તેના ગળે ડૂમો ભરાઈ ગયો. પોતાના રૂમમાં ચાલ્યા ગયા, થોડા સમય પછી નાનો દીકરો અંદર રૂમ માં જોવા માટે જાય છે કે પિતા શું કરી રહ્યા છે?

પરંતુ તે રૂમમાં કોઈ જ નહોતું, આજુબાજુમાં નજર કરી પરંતુ એ રૂમમાં કોઈ દેખાયું નહીં. આજુબાજુમાં નજર કરી તો એક ટેબલ ઉપર ચિઠ્ઠી લખેલી પડી હતી, નાના દીકરાએ તે ચિઠ્ઠી જોઈ તેથી તેના પિતાએ લખી હતી.

એ ચિઠ્ઠીમાં તેના પિતાએ લખ્યું હતું કે…

મેં અને તમારી માતાએ ખૂબ જ આશા સાથે તમને લાડકોડથી મોટા કર્યા છે. દુનિયાની સારામાં સારી સુખ સુવિધા આપી છે. દેશ-વિદેશમાં સારામાં સારું ભણતર તમને મળે એ માટે અમે જીવનમાં ઘણો બધો ભોગ આપ્યો છે. પરંતુ જ્યારે તમારી માતા અંતિમ શ્વાસ ગણી રહી હતી ત્યારે તમને બંનેને મળવા માટે રડી રહી હતી.

પરંતુ અફસોસ એ સમયે ત્યાં તેની સાથે મારા સિવાય કોઈ જ નહોતું, તમારી માતા માટે તમે હજુ નાના બાળકો જ છો, તે તમારી સાથે વાતો કરવા અને તમને વહાલ કરવા માટે તરસી રહી હતી. તમારી માતાના પાર્થિવદેહ પાસે તો હું છું તમારી બંનેની રાહ જોઈને હું બેસી રહ્યો અને તમને નનામી બાંધવામાં પણ મદદ કરી શકું છું.

પણ હું જ્યારે આ દુનિયામાંથી જઈશ ત્યારે તમારી રાહ જોવા વાળો કોઈ નહીં હોય, અરે મને તો એ પણ નથી ખબર કે તમને આ સમાચાર કેવી રીતે મળશે? કોણ આપશે તમને આ સમાચાર? અને હું એવું માનું છું કે મારી વખતે તમારામાંથી કોઈને અહીં આવવું પડે તેથી સારું એ છે કે હું જ ઘર છોડીને ચાલ્યો જાઉં છું.

મને શોધવાની કોશિશ પણ નહીં કરતા, સમાજે મને જે પદ પ્રતિષ્ઠા સન્માન અને પૈસા આપ્યો, એ સમાજમાં મેં તમારા જેવા બે દીકરા આપ્યા કે જે તેના માતા-પિતાના અંતિમ સમયમાં પણ તેની સાથે ન રહી શક્યા. મને નોકરી દરમિયાન મળેલા સન્માન પત્રક, મેડલ વગેરે બધું સરકારમાં જમા કરાવી દેજો.

મારા બેંક માં પડેલા રૂપિયામાંથી અડધા રૂપિયા વૃદ્ધાશ્રમમાં અને અડધા ઘરના દરેક નોકરને સરખે ભાગે વહેંચી દેજો કારણકે એ નોકરો એ જ અમારી સાચા દીકરાની જેમ સેવા કરી છે.

નાનો દીકરો પત્ર વાંચીને રડી પડ્યો, મોટા દીકરા સાથે પણ ફોન કરીને બધી વાત જણાવી. પરંતુ હવે બંને દીકરા પાસે અફસોસ કરીને રડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel