માતાએ તહેવાર ની ખરીદી કરવા માટે લિસ્ટ બનાવી આપ્યું, પરંતુ એ લિસ્ટ વાંચી ને તેમનો દીકરો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો કારણ કે…

પવન અને માનસી ના લગ્ન થયાને લગભગ 10 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ દર વર્ષે મોટા તહેવારો આવે ત્યારે ઘરમાં કંઈક નવી વસ્તુ ખરીદવાનો બંનેને શોખ હતો. અને આ વર્ષે પણ આવનારા તહેવાર માટે એટલે કે થોડા જ દિવસોમાં દિવાળી આવી રહી હતી એટલે દિવાળી માટે શું ખરીદવું તેને લઈને બંને એકબીજા સાથે ચર્ચાઓ કરી રહ્યા હતા.

માનસીએ કહ્યું આ વખતે આપણે એક લિસ્ટ બનાવીએ જેથી કરીને આપણે શું લેવું છે તે સારી રીતે નક્કી કરી શકીએ તેમજ બધી વસ્તુઓ યાદ પણ રહે.

પવન વાત સાંભળીને આ વાત સાથે સહમત થઈ ગયો પરંતુ સાથે સાથે તેને ઓફિસે જવાનું મોડું થતું હોવાથી તરત જ માનસી ને કહ્યું તો જે લેવાનું હોય તેનું લીસ્ટ જલ્દી જ બનાવી લે આજે મારે ઓફિસમાં અડધો દિવસ જવું પડે તેમ છે, પછી અડધા દિવસ પછી આપણે ખરીદી કરવા જઈશું.

માનસી લિસ્ટ બનાવવા લાગી બંને લોકો એક પછી એક વસ્તુઓ લખવા લાગ્યા. લીસ્ટ થઈ ગયું એટલે પવન ઉતાવડો ઘર ની બહાર નીકળતો હતો એટલા માટે ની નજર બહાર હોલ માં બેઠેલા તેની માતા પર પડી.

પવને તેની માતા પાસે જઈને તેની માતાને કહ્યું: મમ્મી અમે લોકો દિવાળી માટે ખરીદી કરવા માટે આજે જવાના છીએ તમારે કાંઈ લેવું હોય તો મને જણાવી દો?

પવનના સવાલનો માતાએ સહજતાથી જવાબ આપતા કહ્યું કે દીકરા મારે તો કાંઈ જોતું નથી.

પરંતુ પવન જાણે તેને પરાણે કહેવા લાગ્યો કે મમ્મી તમે કંઈક તો એવું કહો જે તમને જરૂર હોય, એક પછી એક ઘણી વખત કહ્યા પછી અંતે તેની માતાએ કહ્યું ઠીક છે બેટા તું જ્યારે ઓફિસેથી પાછો આવે તે પહેલા મારે જેટલું લેવું છે તેનું એક લિસ્ટ બનાવી દઉં છું. બસ આટલું લઈ આવજે.

error: Content is Protected!