મરતા-મરતા પિતાએ તેના દીકરાને એવી સલાહ આપી કે તેની જીંદગી બદલાઈ ગઈ, દરેકે વાંચવું

ધીરજલાલ ખુબ જ સુખી સંપ્પન હતા તેઓ ધાર્મિકવૃતિ ના અને ગરીબો પ્રત્યે દયાભાવ રાખતા હતા અને તેના દીકરાઓ મોટા થઇ જતા હવે ધંધો સંતાનોએ સંભાળી લીધો હતો. અને પોતે નિવૃત હતા ક્યારેક દુકાને જઈ આવે, અને બધું બરોબર ચાલે છે કે નહિ એ પણ જોતા આવે. અને છોકરાઓ ને જરૂર લાગે સૂચન કરતા આવે.

ધીરજલાલ ની તબિયત નરમ ગરમ રહેવા માંડી હતી, એવા માં એક દિવસ તેને બધા દીકરા ને બોલાવી ને કહ્યું કે મારુ મૃત્યુ થાય ત્યારે મારો આ હાથ રૂમાલ મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે મારા હાથ માં રાખવો ત્યારે દીકરાઓ એ કહ્યું કે બાપુજી આ તો થોડો ફાટેલો છે.

એટલે અમે આની બદલી માં નવો હાથ રૂમાલ રાખીશું પાને ધીરજલાલે કહ્યું કે નહિ આ જ રૂમાલ તમારે રાખવાનો છે અને આ મારી અંતિમ ઇરછા છે.

થોડા મહિના પછી ધીરજલાલ નું અવસાન થાય છે, અને અંતિમયાત્રા ની તૈયારી થઇ રહી હતી. પંડિતજી પણ વિધિ કરાવવા આવ્યા હતા.

પંડિતજી ને દીકરાઓએ વાત કરી કે પિતાજીની આખરી ઈચ્છા એવી હતી કે તેના હાથમાં આ હાથરૂમાલ રાખવાનો છે, એટલે અહીંયા આ રૂમાલ રાખવો છે.

ત્યારે પંડિતજી એ કહ્યું કે કોઈ પણ ચીજ વસ્તુ સાથે રાખી શકાય નહિ, જેથી હું તમને ના પાડું છું, ધીરજલાલ ના દીકરાઓ એ બીજા પંડિત ની સલાહ પણ લીધી. પણ કોઈ એ રૂમાલ રાખવાની વાત માં સહમત થયા નહિ.

ત્યારે એક વડીલ કે જે ધીરજલાલ ના ખાસ અંગત મિત્ર હતા, તે ધીરજલાલ ના દીકરાઓ પાસે આવ્યા અને કહ્યું કે લો આ કાગળ વાંચો. આ કાગળ ધીરજલાલે પોતાના હાથે જ લખેલો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જેમાં લખ્યું હતું કે …..મારા વહાલા દીકરાઓ તમે જોઈ રહ્યા હશો કે આપણી પાસે અઢળક રૂપિયા છે, બંગલાઓ છે, ગાડીઓ છે, અને સારામાં સારી સુખ સુવિધા છે.

પરંતુ હું મારો એક ફાટેલો રૂમાલ પણ મારી સાથે લઇ ને જઈ શકતો નથી, તો આમ આ વાત માંથી શીખ લઇ ને અત્યારથી સાવધાન થઇ જજો, એક દિવસ તમારે પણ મૃત્યુ ના શરણે જવું પડશે અંતે તો કોઈ પણ માણસ ને એક સફેદ કપડાં માં જ જવાનું છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તમે લોકો એવું જીવન જીવજો કે જેનાથી કોઈપણ ને દુઃખ ન પહોંચે અને કોઈ પણ ખોટા રસ્તેથી ક્યારે પણ ધન મેળવવાની કોશિશ નહીં કરતા.નાના માણસો માટે મદદ કરવા કાયમ તત્પર રહેશો.

સારા કામમાં આ રૂપિયાનો ઉપયોગ કરજો કારણ કે જ્યારે શરીર માંથી જીવ ચાલ્યો જાય ત્યારે ફક્ત તેના કરેલા કર્મ જ સાથે આવે છે બાકી ફાટેલ રૂમાલ પણ સાથે લઈ જાય શકાતો નથી.

બાકીનું બધું અહિયાં જ પડ્યું રહે છે, અને એ પત્રમાં આગળ લખ્યું હતું કે દીકરાઓ જે માણસ તમારી સાથે દિલથી વાતો કરતો હોય તેને ક્યારેય દિમાગનો ઉપયોગ કરીને જવાબ આપવો નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક વર્ષમાં કદાચ તમે 500 મિત્ર નવા બનાવી શકશો પરંતુ અગત્યનું એ છે કે તમે એક મિત્ર સાથે ૫૦ વર્ષ સુધી મિત્રતા નિભાવી શકો અને મિત્રતા રાખી શકો. એક મિનિટમાં જિંદગી તો નથી બદલાઈ જતી પરંતુ એક મિનિટ વિચારીને લીધેલા નિર્ણયથી આખી જિંદગી બદલી શકાય છે.

આ સલાહ એક પિતાજી એ મૃત્યુ થયા પહેલા લખી ને તેના મિત્ર ના હાથ માં આપેલી હતી. પરંતુ આપણે પણ જીવન માં ઉતારવા જેવી વાત છે તમને શું લાગે છે? એ કોમેન્ટ માં ખાસ જણાવશો અને આ સ્ટોરીને 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team