મરતા-મરતા પિતાએ તેના દીકરાને એવી સલાહ આપી કે તેની જીંદગી બદલાઈ ગઈ, દરેકે વાંચવું

જેમાં લખ્યું હતું કે …..મારા વહાલા દીકરાઓ તમે જોઈ રહ્યા હશો કે આપણી પાસે અઢળક રૂપિયા છે, બંગલાઓ છે, ગાડીઓ છે, અને સારામાં સારી સુખ સુવિધા છે.

પરંતુ હું મારો એક ફાટેલો રૂમાલ પણ મારી સાથે લઇ ને જઈ શકતો નથી, તો આમ આ વાત માંથી શીખ લઇ ને અત્યારથી સાવધાન થઇ જજો, એક દિવસ તમારે પણ મૃત્યુ ના શરણે જવું પડશે અંતે તો કોઈ પણ માણસ ને એક સફેદ કપડાં માં જ જવાનું છે.

તમે લોકો એવું જીવન જીવજો કે જેનાથી કોઈપણ ને દુઃખ ન પહોંચે અને કોઈ પણ ખોટા રસ્તેથી ક્યારે પણ ધન મેળવવાની કોશિશ નહીં કરતા.નાના માણસો માટે મદદ કરવા કાયમ તત્પર રહેશો.

સારા કામમાં આ રૂપિયાનો ઉપયોગ કરજો કારણ કે જ્યારે શરીર માંથી જીવ ચાલ્યો જાય ત્યારે ફક્ત તેના કરેલા કર્મ જ સાથે આવે છે બાકી ફાટેલ રૂમાલ પણ સાથે લઈ જાય શકાતો નથી.

બાકીનું બધું અહિયાં જ પડ્યું રહે છે, અને એ પત્રમાં આગળ લખ્યું હતું કે દીકરાઓ જે માણસ તમારી સાથે દિલથી વાતો કરતો હોય તેને ક્યારેય દિમાગનો ઉપયોગ કરીને જવાબ આપવો નહીં.

એક વર્ષમાં કદાચ તમે 500 મિત્ર નવા બનાવી શકશો પરંતુ અગત્યનું એ છે કે તમે એક મિત્ર સાથે ૫૦ વર્ષ સુધી મિત્રતા નિભાવી શકો અને મિત્રતા રાખી શકો. એક મિનિટમાં જિંદગી તો નથી બદલાઈ જતી પરંતુ એક મિનિટ વિચારીને લીધેલા નિર્ણયથી આખી જિંદગી બદલી શકાય છે.

આ સલાહ એક પિતાજી એ મૃત્યુ થયા પહેલા લખી ને તેના મિત્ર ના હાથ માં આપેલી હતી. પરંતુ આપણે પણ જીવન માં ઉતારવા જેવી વાત છે તમને શું લાગે છે? એ કોમેન્ટ માં ખાસ જણાવશો અને આ સ્ટોરીને 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel