ધીરજલાલ ખુબ જ સુખી સંપ્પન હતા તેઓ ધાર્મિકવૃતિ ના અને ગરીબો પ્રત્યે દયાભાવ રાખતા હતા અને તેના દીકરાઓ મોટા થઇ જતા હવે ધંધો સંતાનોએ સંભાળી લીધો હતો. અને પોતે નિવૃત હતા ક્યારેક દુકાને જઈ આવે, અને બધું બરોબર ચાલે છે કે નહિ એ પણ જોતા આવે. અને છોકરાઓ ને જરૂર લાગે સૂચન કરતા આવે.
ધીરજલાલ ની તબિયત નરમ ગરમ રહેવા માંડી હતી, એવા માં એક દિવસ તેને બધા દીકરા ને બોલાવી ને કહ્યું કે મારુ મૃત્યુ થાય ત્યારે મારો આ હાથ રૂમાલ મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે મારા હાથ માં રાખવો ત્યારે દીકરાઓ એ કહ્યું કે બાપુજી આ તો થોડો ફાટેલો છે.
એટલે અમે આની બદલી માં નવો હાથ રૂમાલ રાખીશું પાને ધીરજલાલે કહ્યું કે નહિ આ જ રૂમાલ તમારે રાખવાનો છે અને આ મારી અંતિમ ઇરછા છે.
થોડા મહિના પછી ધીરજલાલ નું અવસાન થાય છે, અને અંતિમયાત્રા ની તૈયારી થઇ રહી હતી. પંડિતજી પણ વિધિ કરાવવા આવ્યા હતા.
પંડિતજી ને દીકરાઓએ વાત કરી કે પિતાજીની આખરી ઈચ્છા એવી હતી કે તેના હાથમાં આ હાથરૂમાલ રાખવાનો છે, એટલે અહીંયા આ રૂમાલ રાખવો છે.
ત્યારે પંડિતજી એ કહ્યું કે કોઈ પણ ચીજ વસ્તુ સાથે રાખી શકાય નહિ, જેથી હું તમને ના પાડું છું, ધીરજલાલ ના દીકરાઓ એ બીજા પંડિત ની સલાહ પણ લીધી. પણ કોઈ એ રૂમાલ રાખવાની વાત માં સહમત થયા નહિ.
ત્યારે એક વડીલ કે જે ધીરજલાલ ના ખાસ અંગત મિત્ર હતા, તે ધીરજલાલ ના દીકરાઓ પાસે આવ્યા અને કહ્યું કે લો આ કાગળ વાંચો. આ કાગળ ધીરજલાલે પોતાના હાથે જ લખેલો હતો.