મારી જ જિંદગીમાં કેમ આટલી બધી સમસ્યાઓ છે? જો તમે પણ એવું વિચારતા હોય તો આ છેલ્લે સુધી વાંચી લેજો...
એક કરચલો સમુદ્ર ના કિનારે પોતાની મસ્તી માં ચાલ્યો જતો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને વચ્ચે વચ્ચે રોકાઈ ને પોતાના પગના નિશાન જોતો રહેતો હતો અને ખુશ થતો હતો અને ફરીને પાછો ચાલવાનું શરૂ કરે એવા માં સમુદ્ર માંથી એક લહેર આવે છે અને કરચલા ના પગના નિશાન ચાલ્યા જાય છે.
ત્યારે તે ગુસ્સે થાય છે અને સમુદ્ર ને કહે છે આપણે બંને નો મિત્ર જેવો સંબંધ છે પણ તે આ શું કર્યું ?મારા પગ ના કેટલા સરસ નિશાન હતા કેવો મિત્ર છો તું?
એટલે સમુદ્ર ની લહેરે તે કરચલા ને કહ્યું કે તારા પગ ના નિશાન પર થી જ તારો શિકાર કરવા પાછળ પાછળ માણસો આવી રહ્યા છે. જે સાંભળી ને કરચલો લહેર ની સાથે સાથે સમુદ્ર માં ચાલ્યો ગયો અને સમુદ્ર ની લહેર નો જીવ બચાવવા માટે આભાર માનવા લાગ્યો.
આપણા બધા ના જીવન માં પણ આવું થતું જ આવે છે જીવન જ્યાં સુધી સારું ચાલતું હોય છે. ત્યાં સુધી આપણે કરચલા ના પગના નિશાન ની જેમ તેને જોતા આવીએ છીએ અને એમાં જ મગ્ન થઇ જાય છીએ અને વિચારીએ છીએ કે જિંદગી કાયમ ને માટે આ રીતે ચાલવાની જ છે.
પરંતુ જયારે કોઈ દુઃખ કે મુસીબત આવે છે અથવા તો આપણા વિચારો મુજબ નું કાર્ય નથી થતું ત્યારે આપણે બધો દોષ ભગવાન ને આપીયે છીએ.
અને ફરિયાદ કરીએ છીએ કે પરંતુ આવેલી તકલીફ કે દુઃખ ની પાછળ નું રહસ્ય શું છે ? એ કદી આપણે વિચારતા નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જ્યાં સુધી સમય આપણી મરજી મુજબ ચાલે છે, ત્યારે તો આપણે ખૂબ જ ખુશ થતા હોય પરંતુ જ્યારે ભગવાનની મરજી મુજબ નો સમય આવે ત્યારે ફરિયાદ તૈયાર જ હોય છે.
આપણી મરજી ના જીવન માં ખુશ હોય તો ભગવાન ની મરજી મુજબ પણ આપણે ખુશ રહેવું જોઈએ, કારણ કે ભગવાન ની મોજ દેખાતી નથી પણ કામ ઘણા કરે છે, માટે દરેક હાલમાં ખુશ રહેવું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.