મારા વગર મારા પત્ની અને છોકરાનું શું થશે? અને તેઓ કેમ જીવશે, આ પ્રશ્નનો એવો જવાબ મળ્યો કે તેના વિચાર જળમૂળથી…

માવજીભાઈ બીજાના ખેતરમાં મજૂરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ક્યારેક તેના પત્ની પણ તેને ખેતીકામ માં મદદ કરતા સાધારણ પરિસ્થિતિ માં જીવન ની ગાડી ચાલતી હતી એક વખત માવજીભાઈ ને ગુરુ પૂર્ણિમા આવતી હોવાથી તેના ગુરુ ના દર્શન કરવા જવાની ઇરછા થઇ

ત્યારે તેના પાસે રહેલા રૂપિયા માંથી જરૂરિયાત ના રૂપિયા પાસે રાખી અને બાકી ના રૂપિયા તેના પત્ની ના હાથ માં આપી અને ગુરુ ના દર્શન કરવા માટે નીકળ્યા બહાર ગામ જવાનું હોય પાંચ છ દિવસ નો સમય થશે એવું કહી ને ઘરે થી નીકળ્યા અને

તેના પત્ની ને આપેલા રૂપિયા થી તેનું ઘર પાંચ છ દિવસ ચાલે એમ હતું બે દિવસે માવજીભાઈ તેના ગુરુ પાસે પહોંચ્યા અને ગુરુપૂર્ણિમા ના ઉત્સવ માં હાજરી આપી અને સાંજે ગુરુ પાસે ગયા અને કહ્યું કે હવે હું ઘરે જાવ છું ઘરે મારી પત્ની અને સંતાનો મારી રાહ જોઈ રહ્યા હશે.

ત્યારે તેના ગુરુજી એ કહ્યું કે આવ્યો જ છો તો ચાર પાંચ દિવસ આરામ કરવા માટે પણ રોકાઈ જા પછી તો પાછું મજૂરી કામે લાગી જ જવાનું છે ને પણ માવજીભાઈ ના ઘરે પાંચ છ દિવસ ચાલે એટલા જ રૂપિયા હતા અને રૂપિયા ખલાશ થઇ જશે.

તો મારી પત્ની અને બાળકો કેવી રીતે જીવશે અને ભરણ પોષણ કરશે? એવી ચિંતા ને લીધે ગુરુ પાસે થી પરાણે રજા લઇ ને નીકળવાની વાત કહી તેના ગુરુજી એ કહ્યું કે કશો વાંધો નહિ તું તારા ગમે જા પણ વચ્ચે આવતા ગામમાં રામજીભાઈ ને આ ચીઠી આપતો જજે રામજીભાઈ પણ તારા ગુરુભાઈ જ છે.

માવજીભાઈ તો નીકળી ગયા અને બીજા દિવસે રામજીભાઈ નું ઘર શોધી ને ગુરુજી એ આપેલી ચીઠી આપી અને રામજીભાઈ એ માવજીભાઈ ને પકડી ને એક ઓરડામાં પૂરી દીધા ગુરુજી એ આપેલી ચીઠી માં લખ્યું હતું કે માવજીભાઈ મારા ખાસ ચેલા છે.

અને તેને છ મહિના માટે મૌન સાધના માટે એક શાંતિ વાળા ઓરડા માં બંધ કરી દેશો અને રામજીભાઈ એ ગુરુજી ની આજ્ઞા મુજબ તેમજ કર્યું શરૂ શરૂમાં તો માવજીભાઈ એ ખુબ જ ધમાલ કરી પણ સમય જતા શાંત થઇ ગયા અને હવે ક્યારેક જ પરિવાર ની ચિંતા કરતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel