મારા વગર મારા પત્ની અને છોકરાનું શું થશે? અને તેઓ કેમ જીવશે, આ પ્રશ્નનો એવો જવાબ મળ્યો કે તેના વિચાર જળમૂળથી…

ગામ માં તેની પત્ની એ વિચાર્યું કે ભગત માણસ છે ગુરુજી ના આશ્રમ માં થોડા દિવસ રોકાઈ ગયા હશે. તેથી તે તેના દીકરા ને લઇ ને ખેતીવાડી નું કામ કરવા લાગ્યા ખેતર માં કામ કરતા કરતા તેને ખેતરમાંથી એક મોટું ત્રાંબા નું નું માટલું મળ્યું.

અને માં દીકરા એ પુરી ઈમાનદારી થી માટલું જમીન માલિક ને સોંપ્યું જેમાં સોના ના દાગીના અને હીરા જવેરાત ભર્યું હતું પણ તેને કોઈ જાત ની લાલચ રાખ્યા વિના જ આખું માટલું જમીન માલિક ને સોંપી આપ્યું. તેમાં હીરા જવેરાત થી ઠાંસોઠાંસ ભરેલું હતું.

અને તે માટલા માં ભરેલા હીરા જવેરાત અને સોના ના દાગીના ની કિંમત કરોડો રૂપિયા માં થતી હતી માં દીકરાની ઈમાનદારી થી ખુશ થઇ ને જમીન માલિકે માં દીકરાને પોતાનું એક ખેતર કે જેમાં સગવડતાવાળું મકાન પણ હતું. તે ભેટ માં આપ્યું.

અને માં દીકરો હવે ઝૂંપડી માંથી પોતાના મકાન માં અને બીજા ના ખેતર માં મજૂરી કામે જતા હતા તે હવે પોતાની ખેતી કરવા લાગ્યા માવજીભાઈ જ્યારે તેના ગામ માં આવે છે ત્યારે તેની પત્ની અને પુત્ર ને મળ્યા અને બધી વાત ની ખબર પડી.

ત્યારે તેના મનમાં ગુરુદેવે કરેલી કરુણા કૃપા ના કારણે આભાર માનવા લાગ્યા. તે અત્યાર સુધી એમ સમજતા હતા કે હું કામ કરી અને કમાઈ ની ઘરમાં રૂપિયા આપીશ તો જ મારુ ઘર ચાલશે અને મારી પત્ની અને પુત્ર ખાઈ શકશે પણ તેની હાજરી વગર પણ બધું બરાબર ચાલતું હતું.

અને તેના કરતા પણ સારી પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. માણસ તેના વિના બધું કેમ ચાલશે તેની ચિંતા અને અહંકાર માં હોય છે પરંતુ સંસાર નો નિયમ છે અને પરમકૃપાળુ પરમાત્મા ના આશીર્વાદ હકીકત માં જે પરમાત્મા એ શરીર આપ્યું છે. તેનું ભારણ પોષણ પણ તે પરમાત્મા જ કરાવે છે આપણને માત્ર નિમિત્ત બનાવે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel