મંદિરમાં જતા પહેલા એક માણસને ચપ્પલનું ધ્યાન રાખવા માટે કહ્યું, દર્શન કરીને આવ્યો તો તે માણસ અને ચપ્પલ બંને…

એક માણસ એક વખત મંદિરે દર્શન કરવા માટે ગયો, મંદિરે પહોંચતાની સાથે જ તેને વિચાર આવ્યો કે તેને પહેરેલા ચપ્પલ હજુ ગઈકાલે જ તેને નવા ખરીદ્યા છે. અને તે કોઈ સામાન્ય ચપ્પલ નહોતા તેની કિંમત 2000 રૂપિયા હતી. તેને સહજ રીતે ચિંતા થવા લાગી કે જો તે મંદિરની અંદર દર્શન કરવા જાય અને પાછળથી કોઈ તેના કીમતી ચપ્પલ લઇ જશે તો?

એટલે તેને ત્યાં બેસીને ભીખ માંગી રહેલા એક ભિખારી ને કહ્યું કે હું દર્શન કરવા જાઉં છું. અને દર્શન કરીને આવું ત્યાં સુધી તું મારા ચપ્પલ નું ધ્યાન રાખજે. હું તને પચાસ રૂપિયા આપીશ. ભિખારી માની ગયો એટલે તેને ચપ્પલ આપીને માણસ અંદર મંદિરમાં ગયો.

ભગવાન ના દર્શન કરતા કરતા તેને વિચાર આવ્યો કે ભગવાને દુનિયા ની રચના કેવી અજીબ કરી છે. તેની પાસે એટલું બધું ધન છે કે તેને ચપ્પલ સાચવવા માટે જે ભિખારીને 50 રૂપિયા આપવાનું કહ્યું તેને લગભગ આખા દિવસમાં પણ એટલા રૂપિયા નહીં મળતા હોય.

હું તેને થોડી વાર મારા ચપ્પલ સાચવવા ના એટલા રૂપિયા આપીશ. બિચારાને પોતાનું પેટ ભરવા માટે પણ ભીખ માંગવી પડે છે, અને જો એની જગ્યાએ બધા લોકો ને સરખા ભાગે સંપત્તિ આપી હોત તો આવા લોકો ને પેટ ભરવા માટે ભીખ નો માગવી પડે, કેટલું સારું હોત, બધા એક સરખા જ હોત.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel