મહાદેવનો સૌથી વ્હાલો ભક્ત કોણ? ભોળાનાથમાં શ્રદ્ધા રાખનારા છેલ્લે સુધી વાંચજો…
ગામ ના પ્રસિદ્ધ મહાદેવજી ના મંદિર માં આજે એક ચમત્કાર થયો. મંદિર માં સવાર ની આરતી માં એક થાળ પ્રગટ થયો. તેના ઉપર એક કાગળ ની ચીઠી ચોંટાડેલ હતી, જેમાં લખ્યું હતું કે મારા સૌથી વહાલા ભક્ત પાસે આ થાળ આપો આપ પહોંચી જશે. અને જોતજોતામાં આખા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા.
ગામના બધા માણસો મંદિરમાં ઝડપથી આ થાળ જોવા પહોંચવા લાગ્યા. આમ ને આમ બપોરના બાર વાગી ગયા. હવે મંદિર બંધ કરવા નો સમય થઇ ગયો. જેથી પૂજારી એ કહ્યું કે ગામના બધા માણસો ને સાંજે આરતી માં ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવે છે. જેથી મહાદેવજી ના વહાલા ભક્ત ને આ થાળ પ્રસાદી રૂપે મળી શકે.
સાંજે આખું ગામ આરતીમાં હાજર થઇ ગયું ત્યાં મંદિર ની બહાર ઘણા ભિક્ષુક પણ હતા. પણ બધા ને અત્યારે એ વાત ની ઉતાવળ હતી કે મહાદેવજી નો વહાલો ભક્ત કોણ છે? સાંજે આરતી થઇ ને વારાફરતી બધા લોકો મહાદેવજીની નજીક જાય અને દર્શન કરે. પણ થાળ જરા પણ આઘો પાછો થયો નહિ.
બધા વિચારવા મંડ્યા કે ગામ માં હવે તો કોઈ બાકી નથી તો આ વહાલો ભક્ત છે કોણ? ગામ ના બધા માણસો મંદિરમાં અને આજુ બાજુ માં બેસી ગયા એવામાં એક નાના ગામડાનો એક વ્યક્તિ તે ગામ પાસે થી પસાર થયો. મંદિર જોઈ ને તેને પણ એમ થયું કે ચાલ હું પણ દર્શન કરતો જાઉં.
બહાર બેઠેલા એક ભિક્ષુક ને ગંભીર બીમારી હતી. તે સુતો સુતો કણસતો હતો. એ માણસ મંદિર માં જઈ રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન આ ભિક્ષુક પર ગયું,તે તરત જ તે ભિક્ષુક પાસે ગયો અને તેની તકલીફ વિષે જાણ્યું. તેને ભિક્ષુકને કહ્યું કે હું હમણાં જ મંદિર માં દર્શન કરી ને બહાર આવું એટલે તને અમારા ગામ માં લઇ જઈશ અને ત્યાં એક સારા વૈદ્ય છે. તેની પાસે તારી દવા કરાવી આપીશ.
આટલું કહી ને તે માણસ મહાદેવજી ના દર્શન કરવા મંદિર માં દાખલ થયો ત્યાં જ પેલો થાળ આ વ્યક્તિ પાસે સરકી ને આવી ગયો. અને પુજારીજી એ બધી વાત કરી કે આવી રીતે સવારે આ થાળ અહીંયા પ્રગટ થયો છે. અને તે વહાલા ભક્ત તમે છો. જેથી આ થાળ ઉપર તમારો અધિકાર છે.
એ વ્યક્તિ થાળ લઇ ને બીમાર ભિક્ષુક ને જમાડવા લાગે છે, જે બીમાર ઉપરાંત ભૂખ્યો પણ છે અને થાળ પૂરો થતાની સાથે જ તે ભિક્ષુકે સાક્ષાત મહાદેવજી નું રૂપ લઇ ને દર્શન આપ્યા.
આખા ગામ ના માણસો જ્યાં થી પસાર થયા ત્યાં જ એ ભિક્ષુક સૂતો હતો. પણ કોઈ ને તેની દયા નો આવી અને તેની સામે જોયું પણ નહિ. અથવા ધ્યાન પડ્યું પણ હોય તો અવગણી ને આગળ ચાલી નીકળ્યા પણ આ વ્યક્તિ પહેલા એ બીમાર અને ભૂખ્યા ભિક્ષુક પાસે રોકાયો. અને તેની તકલીફ જાણી અને તેનાથી બનતી મદદ કરવાનું કહ્યું જેથી ભગવાન મહાદેવજી ને તે સૌથી વહાલો લાગ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
માનવ સેવા એ જ પ્રભુ સેવા, કોઈ પણ જીવની કઈ પણ સેવા કે જે આપણે કરી શકીએ એ પ્રભુ સેવા જ છે અને ભગવાન પણ એમાં જ રાજી છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.