લગ્નના અમુક વર્ષો પછી પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યા તો સાસરીવાળા એ પત્નીના માતા-પિતા તેમજ ભાઈને બોલાવીને એવું કહ્યું કે દરેક લોકો…

ઘણા વર્ષો પહેલાની આ વાત છે, એવો સમય હતો જ્યારે ટ્રેનમાં જવાનું હોય ત્યારે એ મુસાફરી ઓછી અને મજા વધુ આવે. એમાં પણ લાંબા સમયની ટ્રેન હોય જે એક દોઢ દિવસ તેના નિર્ધારિત કરેલા સ્ટેશને પહોંચે. આવી લાંબા-સમયગાળા ની ટ્રેનોમાં લોકો કંટાળી જતા પરંતુ આજુ બાજુવાળા લોકો સાથે અવનવી વાતો કરીને પોતાનો કંટાળો ગાયબ કરી દેતા.

એ જમાનામાં મોબાઈલ વગેરે કદાચ અસ્તિત્વમાં પણ નહીં આવ્યા હોય એટલે લોકોને સમય પસાર કરવો હોય તો ઘણા ઓછા રસ્તા હતા. અને મનોરંજન માટે બીજું કોઈ સાધન નહોતું. આપણે જે વાત કરી રહ્યા છીએ એ ટ્રેન પણ 30 કલાક પછી તેના છેલ્લા સ્ટેશને પહોંચતી.

ટ્રેનમાં એક કપલ લગભગ 35 થી 40 વર્ષ ના આસપાસ હશે તેઓ પણ મુસાફરી કરી રહ્યા હતા. એના ટ્રેનના ડબ્બામાં બીજા મુસાફરો પણ ત્યાં જ હતા અને એકબીજા સાથે બધા લોકો ચર્ચા કરી રહ્યા હતા, બધા લોકો પોતાની અવનવી વાતો કહાનીઓ અને કિસ્સાઓ જણાવી રહ્યા હતા.

કોઈની સાથે બનેલી ઘટના કે જે કાયમ માટે યાદ રહી જાય એવી એક પછી એક બધા લોકો કહી રહ્યા હતા. પેલા કપલ માંથી પતિએ વાત કરવાનું ચાલુ કર્યું તેને કહ્યું મારી સાથે પણ આવી એક ઘટના બની ચૂકી છે, જે આજે પણ મને પૂરેપૂરી યાદ છે.

મારા લગ્ન થયા ને આઠ વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ લગ્નના એક વર્ષ પછી એવી ઘટના બની જે મને આખી જિંદગી યાદ રહેશે. એ દિવસે ખરેખર ખુબ જ ખરાબ ઘટના થતા થતા બચી હતી.

પતિએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું મારી પત્ની અને મારા લગ્નને એક વર્ષ પૂરું થયું હતું અમે લોકો ફરવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં વીજળીનો એક ખુલ્લો તાર હતો અને એમાં મારી પત્ની તે તારની ચપેટમાં આવી ગઈ. એ દિવસે મારા મનમાં શું સૂઝ્યું ને તરત જ આજુબાજુમાં નજર કરવા લાગ્યો એક લાકડી નો ઠંડો પડયો હતો જેનાથી પત્નીને ધક્કો મારીને વીજળીના તાર થી અલગ કરી નાખી, એ બાજુ માં પડી ગઈ તેને પડવાથી થોડી મામૂલી ઇજાઓ થઈ પરંતુ તેનો જીવ બચી ગયો.

જો એ દિવસે બીજું કંઈ થઈ ગયું હોત તો હું તો તૂટી પડત, મારી પત્ની વગર હું જીવનમાં શું કરી રહ્યો હોત? અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ મને ખરેખર આખી જિંદગી નહીં ભુલાય…

ત્યાં હાજર બધા લોકોએ આ ઘટના સાંભળીને કહ્યું હા ભાઈ તમારી વાત સાચી છે, તમે ખૂબ નસીબદાર છો કે તમારા ઉપર થી આ આફત પડી ગઈ અને તમારી પત્નીને કંઈ ન થયું. નહિતર પત્ની વગર તો જીવન…

હજુ ટ્રેનના ડબ્બામાં બેઠેલો તે માણસ પોતાનું વાક્ય પુરું કરે તે પહેલા પેલા ભાઈ ની પત્ની ઊભી થઈ અને કહ્યું પત્ની વગર શું થઈ જશે? શું થઈ જશે? કંઈ જ ના થાય…

બધા લોકો પત્નીની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તે સ્ત્રીએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું જો હું કદાચ ન બચી હોત તો શું થઈ ગયું હોત? કંઈપણ નહીં… મારા જવાથી શું કંઈ બદલી ગયું હોત? કંઈપણ બદલે નહીં…

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel