લગ્ન વખતે વહુ વરમાળા પહેરાવતી હતી, ત્યાં જ એક વડીલે વચ્ચે આવીને એવું કહી દીધું કે વરરાજા સહિત બધા લોકો…

એક પરિવારમાં લગ્ન થવાના હતા, લગભગ છેલ્લા છ મહિનાથી લગ્નની તૈયારીઓ ખૂબ ધામધૂમથી ચાલી રહી હતી.

બંને પરિવાર પાસે પૈસાની કોઈ ખામી હતી નહીં એટલે લગ્ન કરવામાં કશી કચાશ રાખી ન હતી, લગ્નની એન્ટ્રી પણ શાનદાર હતી, દસ દિવસ પહેલાં જ લગ્નમાં કઈ રીતે એન્ટ્રી થશે એ બધું રિહર્સલ પણ કરી ચૂક્યા હતા.

બન્ને પરિવાર ના સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા.

આખરે લગ્નનો દિવસ આવે છે, રાત્રિના સમયે લગ્ન થવાના હોય છે.

લગ્નની વિધિ શરૂ થાય છે થોડા સમય પછી લગ્નના સ્ટેજ પર વરમાળા પહેરાવવા નો સમય થાય છે. એટલે વરરાજા અને વહુ બંને આવે છે, ખૂબ જ ધામધૂમથી તેની એન્ટ્રી કરવામાં આવે છે. ત્યાં હાજર બધા લોકો ની આંખો પહોળી થઈ જાય એવી શાનદાર એન્ટ્રી કરવામાં આવે છે.

ત્યાર પછી જેવી વહુ વરમાળા પહેરાવવા જાય છે કે તરત જ વરરાજા ઊંચા થઈ જાય છે, અને ત્યાં આજુબાજુમાં ઉભા રહેલા તેના મિત્રો વરરાજાને ખભા પર બેસાડીને ઊંચો કરી દે છે. જેનાથી વહુને વરમાળા પહેરાવવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે, એવી જ રીતે વહુ પક્ષના લોકો પણ વહુ ને ઉંચી કરી લે છે જેથી વરરાજાને પણ વરમાળા પહેરાવવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે.

આ કાર્યક્રમ હજુ ચાલી રહ્યો હોય છે ત્યાં ત્યાં હાજર રહી ચૂકેલા બધા મહેમાનો માંથી એક વડીલ આગળ આવે છે અને લગ્નમાં ડીજે હાજર હોવાથી ત્યાંથી માઈક મંગાવે છે, અને નાનકડું એવું ભાષણ આપે છે.

તે કહે છે કે આજકાલ લગ્નમાં આ વાત ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે કે લગ્ન સમયે વરમાળા પહેરાવતી વખતે વરરાજા અને વહુ બંને ને ઊંચા કરવામાં આવતા હોય છે, જેથી એકબીજાને વરમાળા પહેરાવવામાં તકલીફ પણ પડતી હોય છે. ઘણી વખતે આપણે આપણી નજર સામે જોતા હોઈએ છીએ. પરંતુ મજાક સમજીને ઇગ્નોર કરી દઈએ છીએ.

આખરે આવું શું કામ?…

આપણે આખરે સાબિત શું કરવા માંગીએ છીએ?… લગ્ન છે કે મજાક?

ત્યાં હાજર બધા મહેમાનો ના ચહેરાના હાવભાવ ફરવા લાગ્યા. લગ્નનો માહોલ હતો પરંતુ આ વડીલ એ આગળ આવીને એવા શબ્દો કહી દીધું કે દરેક લોકો વિચારમાં પડી ગયા.

વડીલ ઊંડો શ્વાસ લઇને ફરી પાછું કહ્યું, આપણે લગ્ન માં બન્ને પરિવાર વચ્ચે એક પવિત્ર સંબંધ બનાવી રહ્યા છીએ કે પછી આ નવા સંબંધનો મજાક બનાવી રહ્યા છીએ? આપણી જ જીવન સંગીની ને આટલા બધા લોકો વચ્ચે આપણે મજાકનું પાત્ર શું કામ બનાવીએ છીએ?

અહીં કોઈ પ્રતિસ્પર્ધા નથી ચાલી રહી છે કે નથી આ કોઈ અખાડાનું મેદાન કે તમે એકબીજાથી સારા છો એવું દેખાડવા માંગતા હોવ. આ એક પવિત્ર મંડપ છે, પવિત્ર અગ્નિ નું આવાહન હોય છે.

ભગવાન શ્રી રામે પણ કેટલા સન્માન સાથે અને એકદમ સહજતાથી માથું ઝુકાવીને માતા સીતા પાસેથી વરમાળા પહેરી હતી?

લાગી રહ્યું છે કે આપણે દિવસેને દિવસે આપણી પરંપરા ભૂલવા લાગીએ છીએ.

આ એક આપણી પ્રાચીનકાળથી આવતી પરંપરા છે, લગ્ન એક પવિત્ર બંધન છે, અને મહેરબાની કરીને આને મજાક ન બનાવો. અને બીજાને પણ આના વિષે જ્ઞાન આપો.

એ વડીલ ની વાત સૌ કોઈ ના મગજ માં તરત ઉતરી ગઈ, ત્યાં ઊભા રહેલા વરરાજા અને વહુ એ પણ વડીલની વાત માનીને એકબીજા ને સહજતાથી વરમાળા પહેરાવી.

શું તમને આ સ્ટોરી સારી લાગી? જો હા તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં પ્રતિભાવ પણ આપજો.

error: Content is Protected!