લગ્ન થયાના થોડા દિવસ પછી નવી વહુ નો સોનાનો કિંમતી ચેન ખોવાઈ ગયો, સાસુએ એક દિવસ વહુ ને બોલાવીને એવું કહ્યું કે વહુના આંખમાંથી…

મીના સામાન્ય પરિવારની એકદમ સુંદર અને હોશિયાર દીકરી હતી. તેના પિતાજી ને નાની દુકાન હતી. મીના મોટી થતા હવે તેના માતા પિતાએ નક્કી કર્યું કે સારું ઘર જોઈ ને મીનાના લગ્ન કરી નાખવા, બધા સગાને પણ કહેવામાં આવ્યું કે સારો દીકરો હોય ત્યાં વાત કરજો.

થોડા દિવસ પછી મીનાના ફઈ એક વેવારીક વાત લઇ ને આવ્યા. જે છોકરો ભણેલ ગણેલ હતો અને સુખી પરિવાર હતો. જેમાં ભરત અને તેના માતા બે જ રહેતા હતા. ભરત ને એક બહેન હતી પણ સાસરે હતી જોવાનું ગોઠવાયું. અને મીના ને અને ભરત ને બધી રીતે અનુકૂળ લાગ્યું. એટલે સગાઇ કરવાનું નક્કી કરી નાખ્યું.

સગાઈ થયા પછી બંને પરિવારે ભેગા થઈને લગ્નનું પણ નક્કી કર્યું, બંને પરિવારની સંમતીથી લગ્ન સાદાઈથી નક્કી કરવામાં આવ્યા અને બે મહિના પછી સાદાઈથી લગ્ન પણ થઇ ગયા. મીના સાસરે આવીને રહેવા લાગી.

મીના ના સાસુ અને પતિ બહુ પ્રેમ થી મીના ને રાખતા હતા, એટલે મીના પણ સાસરે આવી અને ખૂબ જ ખુશ હતી. એક દિવસ સવારે અચાનક મીરાના સાસુએ તેને એક બોક્સ આપ્યું, તે બોક્સ તને ખોલીને જોયું તો અંદર સોનાનો ચેન હતો. આવી કિંમતી ભેટ આપી એટલે મીનાએ કહ્યું કે આની શું જરૂર હતી મમ્મી? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે તેની સાસુએ જવાબમાં કહ્યું કે હું ઘણા સમયથી આપવા માંગતી હતી, પરંતુ બનતા થોડી વાર લાગી એટલે અત્યારે આપી રહી છું. તું પ્રસંગ આવે ત્યારે આને પહેરજે. તને પસંદ આવ્યો? ત્યારે મીનાએ કહ્યું મને તો અત્યંત પસંદ આવ્યો.

ભરતને નોકરીના કામથી વારંવાર બહાર ગામ જવાનું થતું, એક દિવસે આવી જ રીતે ભરતને નોકરીના કામ ને લીધે થોડા દિવસો માટે બહારગામ જવાનું હતું એટલે તેના મમ્મી એ તેને કહ્યું કે આ વખતે તમે બંને દીકરા વહુ સાથે જાઓ અને ફરી આવો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે મીનાએ કહ્યું કે મમ્મી અત્યારે મારા પપ્પાની તબિયત સારી નથી તો થોડા દિવસો માટે હું પિયર જતી આવું, ફરવા તો અમે પછી પણ જઈ શકીશું. પિયર જતા પહેલા મીના એ તેના સાસુ પાસે જઈને પૂછ્યું તમે આપેલો ચેન પહેરતી જાઉં? ત્યારે સાસુએ કહ્યું એ ચેન તારો જ છે બેટા, તું તારા મમ્મી ના ઘરે ચેન પહેરીને જાય તેમાં મને શું વાંધો? તું જયારે ઈચ્છે ત્યારે પહેરી શકે છે, બસ સાચવીને પહેરજે.

મીના પિયર જઈને 8-10 દિવસ રોકાઈ ને પછી આવી ગઈ પણ, પાછા આવતા વખતે તેનો સોનાનો ચેન રસ્તામાં ક્યાંક પડી ગયો, પરંતુ ક્યાં તેનું ધ્યાન ન રહ્યું, ઘરે આવીને સાસુને આ વાત કઈ રીતે કરવી તેની સમજ નહોતી પડતી. આવી ત્યારે તો થોડા દિવસો સુધી ગળા પાસે દુપટ્ટો બાંધીને જ રાખે જેથી તેના સાસુ ને ખબર ન પડી જાય.

મીના ના સાસુ એ અનુભવ્યું કે મીના નો મૂડ બરોબર નથી, કંઈક મૂંઝાઈ રહી છે. અને ડ્રેસ પહેરે કે સાડી પહેરે પણ ગળામાં દુપટ્ટો ઢાંકી ને રાખે છે, એટલે તેના સાસુ સમજી ગયા પરંતુ કંઈ બોલ્યા નહીં. વહુને કંઈ જ પૂછ્યું નહીં. એ દિવસ પસાર થઈ ગયો.

બીજા દિવસે તેના સાસુ એ તેને બોલાવી ને કહ્યું કે મારા કબાટ માં આગળ જ એક બોક્સ પડ્યું છે, તે તમે લઈને અહીંયા આવો… મીના બોક્સ લઇ ને આવે છે. અને તેના સાસુ તે બોક્સ ખોલી ને અંદર થી એક નવો ચેન તેની વહુ ને આપે છે. અને કહે છે કે આ તારો નવો ચેન છે. અને તું પહેરી લે… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે મીના તેની આંખમાંથી આંસુ રોકી ન શકી, અને તેને તેની સાસુ ને કહ્યું કે મારા ઘરેથી અહીં આવતી હતી ત્યારે રસ્તામાં મારો ચેન પડી ગયો… અને મને ખબર પણ ના રહી. હું તમને કેમ કહું એ બાબતે હું ખુબ જ મૂંઝવણ માં હતી.

ત્યારે મીના ના આંસુ લૂછતાં તેના સાસુ એ કહ્યું મને ખબર છે કે તને આપેલો ચેન મૂલ્યવાન હતો, અને આ પણ છે. પણ તને ખિજાઈ ને કે કંઈ આડું અવળું બોલું તો ચેન પાછો થોડો આવી જવાનો? અને તારાથી જે થયું, એ મારી સાથે પણ બની શકે. એમાં તારો કોઈ વાંક નથી. અને હવે આ ચેન જરા સાચવીને પહેરજો હો… એમ કહીને તે હસવા લાગ્યા, આંસુ લૂછતી લૂછતી મીના પણ હસવા લાગી અને તેની સાસુને ભેંટી પડી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

વડીલે યુવાનને સીટ પરથી ઊભો કરી દીધો, આખી બસ તેની સામે થઈ ગઈ, પણ બીજા દિવસે સાચું કારણ ખબર પડ્યું તો...

સવારની બસ હંમેશાની જેમ આજે પણ ભરેલી હતી. રમણભાઈ બસ સ્ટેન્ડ પર ઊભા હતા અને હાથમાં નાની થેલી પકડી રાખી હતી. ઉંમર સિત્તેરની નજીક હતી, એટલે લાંબો સમય ઊભા રહે

By Just Gujju Things Team

લગ્ન પછી પૌત્રીનો ફોન અચાનક બંધ થઈ ગયો, દાદીને લાગ્યું કે તે ભૂલી ગઈ... વર્ષો પછી પાછી આવી ત્યારે...

લગ્નના પહેલા વર્ષ સુધી કાવ્યા દર બીજા દિવસે પોતાની દાદી શાંતાબેનને ફોન કરતી. સાંજે કામ પૂરું થાય પછી તે દાદી સાથે અડધો કલાક વાત કરતી. ક્યા

By Just Gujju Things Team

પિતાએ 30 વર્ષ જૂની કરોડોની કંપની દીકરાઓને નહીં, કર્મચારીને ફક્ત ₹1માં આપી દીધી... કારણ જાણ્યું તો...

સુરેશભાઈના પરિવાર માટે એ દિવસ કોઈને સમજાતો નહોતો. સવારથી ઘરમાં બધા લોકો ભેગા હતા. સુરેશભાઈએ પોતાના મોટા દીકરા નિશાંત અને નાના દીકરા મિતુલને ઓફિ

By Just Gujju Things Team

પત્નીએ 30 વર્ષ સુધી પોતાના લગ્નના ફોટા જોવાની ના પાડી, બાળકોને લાગ્યું લગ્નનો અફસોસ છે... પછી તેણે કારણ કહ્યું તો...

મેઘાબેનના ઘરમાં એક મોટું લાકડાનું કબાટ હતું. કબાટના ઉપરના ખાનામાં એક જૂનો ફોટો આલ્બમ પડ્યો હતો. ઘરમાં બધા જાણતા હતા કે એ મેઘાબેનના લગ્નનો આલ્બમ છે, પણ કોઈએ તે

By Just Gujju Things Team