લગ્ન થયાના થોડા દિવસ પછી નવી વહુ નો સોનાનો કિંમતી ચેન ખોવાઈ ગયો, સાસુએ એક દિવસ વહુ ને બોલાવીને એવું કહ્યું કે વહુના આંખમાંથી…

મીના પિયર જઈને 8-10 દિવસ રોકાઈ ને પછી આવી ગઈ પણ, પાછા આવતા વખતે તેનો સોનાનો ચેન રસ્તામાં ક્યાંક પડી ગયો, પરંતુ ક્યાં તેનું ધ્યાન ન રહ્યું, ઘરે આવીને સાસુને આ વાત કઈ રીતે કરવી તેની સમજ નહોતી પડતી. આવી ત્યારે તો થોડા દિવસો સુધી ગળા પાસે દુપટ્ટો બાંધીને જ રાખે જેથી તેના સાસુ ને ખબર ન પડી જાય.

મીના ના સાસુ એ અનુભવ્યું કે મીના નો મૂડ બરોબર નથી, કંઈક મૂંઝાઈ રહી છે. અને ડ્રેસ પહેરે કે સાડી પહેરે પણ ગળામાં દુપટ્ટો ઢાંકી ને રાખે છે, એટલે તેના સાસુ સમજી ગયા પરંતુ કંઈ બોલ્યા નહીં. વહુને કંઈ જ પૂછ્યું નહીં. એ દિવસ પસાર થઈ ગયો.

બીજા દિવસે તેના સાસુ એ તેને બોલાવી ને કહ્યું કે મારા કબાટ માં આગળ જ એક બોક્સ પડ્યું છે, તે તમે લઈને અહીંયા આવો… મીના બોક્સ લઇ ને આવે છે. અને તેના સાસુ તે બોક્સ ખોલી ને અંદર થી એક નવો ચેન તેની વહુ ને આપે છે. અને કહે છે કે આ તારો નવો ચેન છે. અને તું પહેરી લે…

ત્યારે મીના તેની આંખમાંથી આંસુ રોકી ન શકી, અને તેને તેની સાસુ ને કહ્યું કે મારા ઘરેથી અહીં આવતી હતી ત્યારે રસ્તામાં મારો ચેન પડી ગયો… અને મને ખબર પણ ના રહી. હું તમને કેમ કહું એ બાબતે હું ખુબ જ મૂંઝવણ માં હતી.

ત્યારે મીના ના આંસુ લૂછતાં તેના સાસુ એ કહ્યું મને ખબર છે કે તને આપેલો ચેન મૂલ્યવાન હતો, અને આ પણ છે. પણ તને ખિજાઈ ને કે કંઈ આડું અવળું બોલું તો ચેન પાછો થોડો આવી જવાનો? અને તારાથી જે થયું, એ મારી સાથે પણ બની શકે. એમાં તારો કોઈ વાંક નથી. અને હવે આ ચેન જરા સાચવીને પહેરજો હો… એમ કહીને તે હસવા લાગ્યા, આંસુ લૂછતી લૂછતી મીના પણ હસવા લાગી અને તેની સાસુને ભેંટી પડી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel