લગ્ન થયા પછી દીકરીએ બધા લોકોની હાજરીમાં કહ્યું મારી સાથે મારા પિતાએ અન્યાય કર્યો છે. લોકો એ પૂછ્યું શું અન્યાય થયો છે? ત્યારે દીકરીએ કહ્યું મારા પિતાએ મને…
એક નાનું ગામ હતું. અને ગામ માં એક મુખિયા હતા. જે ગામ ની અંદર કોઈ ને કઈ પણ ઝઘડો થયો હોય કે કોઈ પણ વાંધો હોય તો મુખિયા પાસે જતા. અને મુખિયા જે ન્યાય કરે તે સૌ ગામ લોકો મંજૂર રાખતા.
મુખિયા ને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે આ બધું જુએ અને પિતા સાંજે ઘરે આવે એટલે કહે કે તમે જે ન્યાય કરો છો, તેમાં સાચું કેટલું અને ખોટું કેટલું? એટલે એમાં બધા લોકો ને સાચો ન્યાય મળતો નથી. તેથી તમારે આ કામ મૂકી દેવું જોઈએ!
પણ આ તો મુખિયા નું માન પાન નો નશો હતો એ કેમ મૂકી દેવાઈ. દીકરી વારંવાર કહે પણ મુખિયા માને નહિ. સમય જતા દીકરી ના લગ્ન આવ્યા ખૂબ જ ધામધૂમ થી લગ્ન થયા. જાન પણ 5 દિવસ રોકાણી અને છઠા દિવસે જાન વિદાય કરવાનો સમય આવ્યો. ત્યારે દીકરી એ ગામના બીજા પાંચ વડીલ લોકો ને બોલાવ્યા.
અને પિતાજી ની હાજરી માં કહ્યું કે મારા પિતાજીએ મારી સાથે અન્યાય કર્યો છે. બધા લોકોએ તેને પૂછ્યું કે તમારી સાથે શું અન્યાય થયો છે ત્યારે તો દીકરી એ જવાબ આપતા કહ્યું કે મને મારા પિતાજીએ મને લગ્ન માં અમારી બધી ખેતીવાડી અને ઘર માં જે સોનુ છે એ બધું દેવાનું કહ્યું હતું, અને હવે મને અત્યારે કઈ દીધું નથી તો તમે અત્યારે મને ન્યાય અપાવો.
આ વાત સાંભળી ને મુખિયા પણ મૂંઝાઈ ગયા કે મેં તો મારી દીકરી ને કોઈ દિવસ આવું કહ્યું નથી, અને આજે સાસરે જતાં જતાં મારી આબરૂ ને ધૂળ માં મિલાવતી જાય છે.
આ તકરાર ને લઇ ને જે પાંચ લોકો આવ્યા હતા. એમને મુખિયા ને કહ્યું કે તમારી દીકરી અત્યારે સાસરે જઈ રહી છે, જે ખોટું ના બોલે અને તમે એને બધો ભાગ દેવાની વાત કરી હોય. તો આ તમારી પાસે એ એનો ભાગ માંગે છે માટે તમારે દીકરી સાથે કરેલા વાયદા મુજબ તેનો ભાગ અત્યારે જ આપી દો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ સાંભળી ને મુખિયા એ વિચાર કર્યો કે હું જ્યારે ન્યાય કરવા બેસતો ત્યારે બધા મારા ન્યાય નું પાલન કરતા આજે તો મારી સામે ગામ ના પાંચ વડીલો બેઠા છે, અને તેને ન્યાય કર્યો છે મારે તેનું માન રાખવું જ પડે. આમ વિચારી ને દીકરી એ કહ્યા મુજબ નો ભાગ બધા લોકો ની સામે દીકરી ને દેવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે દીકરી એ કહ્યું કે મારે કોઈ ભાગનથી જોતો પરંતુ હું તમને ઘણા સમયથી કહેતી હતી કે તમે આ કામ બંધ કરી દો પણ તમે માનતા નહોતા. પણ આજે જયારે હું આ ઘર છોડી ને જાવ છું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે તમને આવા ન્યાય નું ભાન કરાવ્યું કે તમે મને કઈ પણ દેવાની વાત કરી નહોતી, પણ તોય તમે આખા ગામ વચ્ચે ખોટા પડ્યા. અને ત્યાર પછી મુખી એ ગામ વચ્ચે પાણી મૂક્યું કે હવે જીવનભર મુખી પણું કરે એ બીજો.
જો સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.