લગ્ન પછી પહેલી વખત દીકરી પિયર ગઈ, તો તેના પિતાએ એવી વસ્તુ આપી કે તે રડવા લાગી… અને આ જોઈને તેના સાસુએ…

લગ્ન પછી વિધિ પહેલી વખત ઘરે આવે છે, વિધિ આખા ઘરમાં સૌની લાડકી હતી. એટલે પહેલી વખત પિયર આવતી દીકરી માટે બધા લોકો ઉમંગભેર સ્વાગત કરી રહ્યા હતા. અને એક-બે દિવસ જેટલું નહીં પરંતુ આ સ્વાગત પાંચ દિવસ ચાલ્યું હતું, પાંચ દિવસમાં દરેક દિવસ દીકરીને જે પણ કંઈ પસંદ હોય એ જ આખા ઘરમાં કરવામાં આવ્યું.

દીકરીની મનપસંદ વાનગીઓ દરરોજ બનાવીને ખવડાવવામાં આવી અને વિધિ પણ આવું ઉમળકાભેર સ્વાગત જોઈને ખૂબ જ રાજી થઈ ગઈ, સમય વીત્યો એમ ફરી પાછો સાસરે જવાનો સમય આવી ગયો.

સાસરે પાછું જતી વખતે વિધિના પિતાએ તેને એક થેલી આપી અને કહ્યું કે બેટા આ થેલીમાં અગરબત્તી રાખેલી છે અગરબત્તી તું જ્યારે પણ સાસરે પૂજા કરે ત્યારે આ અગરબત્તી કરજે.

પિતા વિધિને અગરબત્તી આપી રહ્યા હતા તે માતા પણ જોઈ રહી હતી એટલે માતા ત્યાં જઈને બોલી દીકરી પહેલી વખત પોતાના પિયરમાંથી સાસરે જઈ રહી છે તો તમે એને અગરબત્તી જેવી વસ્તુ આપો છો? આવું બોલીને થોડું મોઢું બગાડ્યું અને આશ્ચર્ય ચકિત થઈ ગયા.

error: Content is Protected!