in

લગ્ન પછી પહેલી વખત દીકરી પિયર ગઈ, તો તેના પિતાએ એવી વસ્તુ આપી કે તે રડવા લાગી… અને આ જોઈને તેના સાસુએ…

વિધિ પોતાના જીવનમાં પહેલી વખત આવા શબ્દો વાંચી રહી હતી તે આવું વાંચીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી, રસોડામાંથી વિધિના સાસુને વિધિ નો રડવા નો અવાજ આવ્યો એટલે તરત જ બહાર આવીને જોયું એટલામાં વિધિ નો પતિ અને તેના સસરા પણ આવી ગયા.

વિધિ મંદિરમાં જ ખુબ જ રડી રહી હતી. પતિએ પણ વિધિ ને આવી રીતે ધ્રુસકે ને ધ્રુસકે રડતા પહેલી વખત જોઈ હતી, તરત જ વિધિ પાસે જઈને પૂછ્યું શું થયું, કેમ રડવા લાગી?

એટલામાં તેના સસરાએ પણ પૂછયું બેટા શું થયું કેમ રડવા લાગી? સાસુ એ આજુબાજુમાં કંઈ થયું નથી ને એ જોવા માટે બધું જોયું ત્યાં પેલી ચિઠ્ઠી પડી હતી એ ચિઠ્ઠી સાસુએ વાંચી…

ચિઠ્ઠી વાંચતાની સાથે વિધિ ને પૂછ્યું બેટા આ ચિઠ્ઠી તને કોણે આપી છે, વિધિ એ રડતા રડતા જવાબ આપ્યો પપ્પા એ…

ચિઠ્ઠી વાંચીને સાસુ વિધિ ને ભેટી પડી, અને ચિઠ્ઠીમાં એવું શું લખ્યું છે તે જાણવા માટે પતિ અને સસરાને આશ્ચર્ય થયું પતિએ ચિઠ્ઠી સાસુ ના હાથ માં થી લઈને વાંચી તો આખી વાત સમજી ગયો.

ત્યાં ઊભેલા બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા, એવામાં તરત જ વિધિના સાસુ બોલ્યા એ ચિઠ્ઠી અહીં આપ તો બેટા, ચિઠ્ઠી પોતાના હાથમાં લઈને વિધિ ના આંસુ લૂછી ને કહ્યું બેટા હવે રડવાનું બંધ કરો. મારે તને એક વાત કરવી છે.

તેને કહ્યું ગઈકાલે જ્યારે તારા પિયરમાંથી અગરબત્તી આવે એટલે મને ઘણું આશ્ચર્ય થયું હતું પરંતુ આજે આનું કારણ જાણીને ખરેખર મને તારી ઉપર અને તમારા પરિવાર પર ગર્વ થાય છે. મારી વહુ વિધિ ને મળેલી આ સૌથી અનમોલ ભેટ છે. અને આ ચિઠ્ઠી ની જગ્યા બીજે ક્યાંય નથી અહીં પૂજા ઘરમાં જ બાજુમાં આ ની ફ્રેમ બનાવીને રાખીશું.

અને પછી એ ફ્રેમ પોતાના શબ્દોથી આખું ઘર તેમજ આજુબાજુનું વાતાવરણ મહેક આવતી રહી અગરબત્તી તો પૂરી થઈ ગઈ પરંતુ આ ચિઠ્ઠી નું સ્થાન ઘરમાં કાયમ રહી ગયું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. અને રેટિંગ પણ આપજો.